અમેરિકામાં કોરોનાની અસરઃ 124 વર્ષના ઈતિહાસમાં પ્રથમવાર આ મેરાથોન રદ્દ


બે-બે વિશ્વ યુદ્ધ અને વર્ષ 2013ના બોમ્બ વિસ્ફોટ પણ બોસ્ટન મેરાથોનને રોકવામાં નિષ્ફળ રહ્યાં હતા, પરંતુ કોરોના વાયરસને તેના પર લગામ લગાવી દીધી છે. 


 

અમેરિકામાં કોરોનાની અસરઃ 124 વર્ષના ઈતિહાસમાં પ્રથમવાર આ મેરાથોન રદ્દ

ન્યૂયોર્કઃ કોરોના વાયરસ (Coronavirus)ને કારણે બોસ્ટન મેરાથોન (Boston Marathon)ને છેલ્લા 124 વર્ષના ઈતિહાસમાં પ્રથમવાર રદ્દ કરવામાં આવી છે. બોસ્ટનના મેયર માર્ટી વાલ્શ (Marty Walsh)એ કહ્યુ કે, આ પ્રખ્યાત મેરાથોન સ્વાસ્થ્ય કારણોને લીધે 14 સપ્ટેમ્બરે પણ આયોજીત કરવામાં આવસે નહીં. પૂર્વ નિર્ધારિત કાર્યક્રમ અનુસાર તેનું આયોજન એપ્રિલમાં થવાનું હતું પરંતુ તેને સપ્ટેમ્બર સુધી સ્થગિત કરી દેવામાં આવી હતી. 

વાલ્શે કહ્યુ, મોટી સંખ્યામાં લોકોને એકબીજાની નજીક લાવ્યા વગર દોડના વાસ્તવિક ફોર્મેટને બનાવી રાખવાની કોઈ રીત નથી. તેમણે કહ્યુ, જ્યારે અમારૂ લક્ષ્ય અને આશા આગળ વધવા અને પોતાની અર્થવ્યવસ્થાને પાટા પર લાવવા માટે વાયરસના પ્રસારને રોકવાની છે ત્યારે 14 સપ્ટેમ્બર કે વર્ષમાં કોઈપણ સમયે આ પ્રકારની સ્પર્ધાનું આયોજન શક્ય નથી. 

વેસ્ટ ઈન્ડિઝ બોર્ડે ઈંગ્લેન્ડના પ્રવાસને મંજૂરી આપી, સુરક્ષિત માહોલમાં રમાશે ત્રણ ટેસ્ટ

બોસ્ટન મેરાથોનનું 1897થી સતત આયોજન થતું રહ્યું છે અને તે વિશ્વમાં સૌથી લાંબા સમય સુધી ચાલનારી મેરાથોન છે. અમેરિકામાં આ વર્ષના અંતમાં 11 ઓક્ટોબરે શિકારો મેરાથોન અને એક નવેમ્બરે ન્યૂયોર્ક મેરાથોનનું આયોજન થશે. તેના વિશે પણ હજુ કોઈ નિર્ણય થયો નથી.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news