ચેમ્પિયન્સ ટ્રોફી પહેલા મોટી બબાલ, ટીમ ઈન્ડિયામાં આંતરિક વિખવાદ? ગૌતમ ગંભીરથી નારાજ સ્ટાર ખેલાડી

Champions Trophy 2025: ચેમ્પિયન્સ ટ્રોફી ટુર્નામેન્ટ આજથી શરૂ થઈ રહી છે અને ભારતના અભિયાનને હવે ગણતરીના કલાકો બાકી છે અને ત્યાં તો ટીમ ઈન્ડિયામાં કંકાસના સમાચારથી સન્નાટો છવાયો છે. આખરે એવું તે શું થયું છે? રિપોર્ટમાં ચોંકાવનારો દાવો કરાયો છે. જાણો વિગતો. 

ચેમ્પિયન્સ ટ્રોફી પહેલા મોટી બબાલ, ટીમ ઈન્ડિયામાં આંતરિક વિખવાદ? ગૌતમ ગંભીરથી નારાજ સ્ટાર ખેલાડી

Gautam Gambhir Controversy: ચેમ્પિયન્સ ટ્રોફીમાં ભારતીય ટીમ ગુરુવારે પોતાના અભિયાનની શરૂઆત કરશે. ટીમ ઈન્ડિયાનો પહેલો મુકાબલો દુબઈમાં બાંગ્લાદેશમાં થશે. ટુર્નામેન્ટનો મેજબાન દેશ પાકિસ્તાન છે. પરંતુ ભારતીય ટીમ પોતાના તમામ મેચ દુબઈ ઈન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમમાં જ રમશે. તેણે સુરક્ષા કારણોસર ત્યાં જવાની ના પાડી દીધી. રોહિત શર્મા અને તેના સાથી આઈસીસી એકેડેમીમાં છેલ્લા કેટલાક દિવસથી અભ્યાસ કરી રહ્યા છે. જો કે આ બધા વચ્ચે ટીમ ઈન્ડિયાના કેમ્પથી અચાનક એવા સમાચાર આવ્યા છે કે જેણે હડકંપ મચાવી દીધો છે. 

ટીમ ઈન્ડિયામાં આંતરિક વિખવાદ?
ઓસ્ટ્રેલિયામાં મળેલી હાર બાદ ચેમ્પિયન્સ ટ્રોફી ભારતીય ક્રિકેટ ટીમ માટે દબદબો ઊભો કરવાની સુવર્ણ તક છે. બોર્ડર-ગાવસ્કર ટ્રોફીમાં ભારત 1-3ના અંતરથી હાર્યું હતું. અનેક રિપોર્ટ્સમાં દાવો કરાયો કે ભારતીય ડ્રેસિંગ રૂમમાં બધુ ઠીક નહતું. અનેક રિપોર્ટ્સમાં દાવો કરાયો કે ભારતીય ડ્રેસિંગ રૂમમાં બધુ ઠીક નહતું. એક રિપોર્ટમાં કોઈ એક 'મિસ્ટર ફિક્સ ઈટ' વિશે જણાવવામાં આવ્યું, જે ભારતના વચગાળાના કેપ્ટન બનવાની મહત્વકાંક્ષા રાખતો હતો. જ્યારે અન્ય એક રિપોર્ટમાં એવો પણ દાવો કરાયો કે કોચ ગૌતમ ગંભીર એક યુવા ખેલાડીથી નારાજ હતા જે ડ્રેસિંગ રૂમની માહિતી લીક કરતો હતો. અનેક વિશેષજ્ઞોનું માનવું હતું કે ટીમમાં એકજૂથતાની કમી હતી. 

બીસીસીઆઈએ બહાર પાડ્યા હતા નિર્દેશ
ઓસ્ટ્રેલિયાના પ્રવાસ બાદ બીસીસીઆઈએ અનેક દિશા નિર્દેશ બહાર પાડ્યા હતા. તેણે ટીમ બસમાં મુસાફરી કરે તે જરૂરી કર્યુ, નાના પ્રવાસમાં પત્ની કે ગર્લફ્રેન્ડ નહીં, પ્રવાસમાં કોઈ વ્યક્તિગત જાહેરાતનું ફોટોશૂટ નહીં  એવા નિયમો બનાવ્યા. હવે ચેમ્પિયન્સ ટ્રોફીની બરાબર પહેલા એક રિપોર્ટમાં દાવો કરાયો છે કે એક વિકેટકિપર વનડે પ્લેઈંગ 11માં સામેલ ન થવા બદલ હેડ કોચ ગૌતમ ગંભીરથી નાખુશ છે. 

ટાઈમ્સ નાઉના રિપોર્ટમાં સૂત્રોના હવાલે જણાવ્યું છે કે વર્તમાન ભારતીય વિકેટકિપરને લાગે છે કે તેણે  'બહારી કારણ'થી પોતાની જગ્યા ગુમાવી દીધી છે. તે વિકેટકિપર બેટ્સમેન વનડે પ્લેઈંગ ઈલેવનમાં પહેલી પસંદ નથી. રિપોર્ટમાં ખેલાડીનું નામ જણાવવામાં આવ્યું નથી. તેમાં એ પણ નથી જણાવાયું કે વિકેટકિપર ચેમ્પિયન્સ ટ્રોફી ટીમનો ભાગ છે કે નહીં. 

રાહુલ પહેલી પસંદ
હાલમાં કે એલ રાહુલ ચેમ્પિયન્સ ટ્રોફીમાં ભારતની વિકેટકિપર તરીકે પહેલી પસંદ છે. ગૌતમ ગંભીરે તેને પુષ્ટિ અગાઉ કરી દીધી હતી. ઋષભ પંત ટીમમાં બીજો વિકેટકિપર છે. રવિવારે ટ્રેનિંગ સેશન દરમિયાન હાર્દિક પંડ્યાના શોટથી ઘૂંટણ પર ઈજા થવાના કારણે ઋષભ પંતને સોમવારે થોડી પરેશાની થતી હતી. તે થોડો લંગડાતો જોવા મળ્યો હતો. તેણે વિકેટકિપિંગ અને ફિલ્ડિંગનો અભ્યાસ છોડી દીધો અને બેટિંગ કરતી વખતે થાકેલો જોવા મળ્યો. 

બીજી બાજુ ફિનિશરની ભૂમિકા માટે તૈયાર થઈ રહેલા વિકેટકિપર બેટર કે એલ રાહુલે પોતાની મોટી હિટિંગ સ્કિલ પર કામ કર્યું. રાહુલ સામાન્ય રીતે પોતાની સોલિડ ટેક્નિકથી બેટિંગ માટે જાણીતો છે. તે ટ્રેનિંગમાં ગિયર બદલતો જોવા મળ્યો. તેણે આક્રમક શોટ રમવા પર ધ્યાન કેન્દ્રીત કર્યું. 

ચેમ્પિયન્સ ટ્રોફી માટે ટીમ
રોહિત શર્મા (કેપ્ટન), શુભમન ગિલ (વાઈસ કેપ્ટન), વિરાટ  કોહલી, શ્રેયસ ઐય્યર, કે એલ રાહુલ (વિકેટકિપર), ઋષભ પંત (વિકેટકિપર), હાર્દિક પંડ્યા, અક્ષર પટેલ, વોશિંગ્ટન સુંદર, કુલદીપ યાદવ, હર્ષિત રાણા, મોહમ્મદ શમી, અર્શદીપ સિંહ, રવિન્દ્ર જાડેજા, વરુણ ચક્રવર્તી

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news