Bad Habits: આ 4 ખરાબ આદતોના કારણે સડી જાય છે કિડની, એક પણ હોય તો તુરંત બદલજો


Bad Habits: કિડની આપણા શરીરનું મહત્વપૂર્ણ અંગ છે. તે રક્તને ફિલ્ટર કરી શરીરમાંથી ટોક્સિન બહાર કાઢે છે. જો કે આપણી 4 આદતો એવી છે જે કિડનીને નુકસાન કરી શકે છે. આ આદતોને તુરંત સુધારવી જોઈએ. 

Bad Habits: આ 4 ખરાબ આદતોના કારણે સડી જાય છે કિડની, એક પણ હોય તો તુરંત બદલજો

Bad Habits: કિડની આપણા શરીરના સૌથી મહત્વપૂર્ણ અંગોમાંથી એક છે. કિડની રક્તમાંથી વિષાક્ત પદાર્થને દુર કરે છે અને રક્તને શુદ્ધ કરે છે. શરીરમાં જતા વિષાક્ત પદાર્થોને કિડની મૂત્રના માધ્યમથી બહાર કાઢે છે. કિડની સતત કાર્યરત રહે છે અને તે ફિલ્ટરની જેમ શરીરને સાફ રાખવાનું કામ કરે છે. જો કિડનીમાં કોઈ સમસ્યા થાય તો શરીરમાં વિષાક્ત પદાર્થ વધવા લાગે છે અને સ્થિતિ ગંભીર થઈ જાય છે. 

ખરાબ લાઈફસ્ટાઈલ સાથે વ્યક્તિની 8 ખરાબ આદતો કિડનીને ડેમેજ કરે છે. આજે તમને આ 4 આદતો વિશે જણાવીએ જે કિડનીને ડેમેજ કરી શકે છે. આ 4 માંથી કોઈ એક આદત પણ તમને હોય તો તુરંત આદત સુધારજો. 

ઓછું પાણી પીવું

કિડનીને ટોક્સિક પદાર્થો બહાર કાઢવામાં પાણી મદદ કરે છે. પાણી ઓછું પીવાથી કિડની પર પ્રેશર વધી જાય છે. ઓછું પાણી પીવાથી કિડની સ્ટોન જેવી સમસ્યા થઈ શકે છે. 

વધારે મીઠું

વધારે મીઠું ખાવાથી બ્લડ પ્રેશર વધે છે અને તેના કારણે કિડની પર પ્રેશર બને છે. પ્રોસેસ્ડ ફૂડ, જંક ફૂડ અને નમકીન સ્નેક્સમાં વધારે મીઠું હોય છે. 

વધારે પ્રોટીન

આ સિવાય વધારે પ્રોટીનવાળું ભોજન નિયમિત કરવું પણ કિડની માટે યોગ્ય નથી. માંસ, ડેરી પ્રોડક્ટ, ઈંડા નિયમિત લેવાથી કિડની પર અસર કરી શકે છે.

દારુ અને સ્મોકિંગ

દારુ અને સિગરેટ પીવાથી પણ કિડનીને નુકસાન થાય છે. કિડની અને લિવરને દારુ નુકસાન કરે છે. સ્મોકિંગથી પણ કિડનીની ગંભીર સમસ્યા થઈ શકે છે. 

(Disclaimer: અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારી પર આધારિત છે. ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.)
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news