ગુજરાતમાં ફરી એકવાર ગોઝારી ઘટના! પાંડવ કુંડમાં ડૂબી જતા 4 વિદ્યાર્થીઓના મોત, 1નો આબાદ બચાવ
વલસાડ જિલ્લાના કપરાડા રોહીયાળ તલાટ ગામમાં ગોઝારી ઘટના બની છે. પાંડવ કુંડમાં ડૂબી જતા 4 વિદ્યાર્થીઓના મોત થયા છે, જ્યારે એકનો બચાવ થયો છે. વાપીની KBS કોલેજના 8 વિદ્યાર્થીઓનું ગ્રુપ પાંડવ કુંડ ફરવા ગયું હતું. બનાવ બાદ પોલીસની ટિમ ઘટના સ્થળે પહોંચી હતી. એક સાથે 4ના મોતથી સમગ્ર પંથકમાં ગમગીનીનો માહોલ છવાયો છે.
Trending Photos
ઝી બ્યુરો/વલસાડ: વાપીની કે બી એસ કોલેજના વિદ્યાર્થીઓ કપરાડા તાલુકાના રોહિયાળ તલાટ ગામે આવેલા પાંડવ કુંડ પર ફરવા ગયા હતા. જ્યાં નાહવા પડેલ પાંચ પૈકી ચાર વિદ્યાર્થીઓ ડૂબી જતા મોત ને ભેટ્યા હતા ઘટને લઇ પરિવાર જનો માં શોક ફેલાયો છે દમણના ડાભેલ વિસ્તાર ચારે યુવાનો ના મોત થી કોલેજનો પ્રોગામ પણ રદ કરી દેવામાં આવ્યો છે..
વાપી કે બી એસ કોલેજ થી રીક્ષા કરીને ફરવા માટે આવેલા રીક્ષા ચાલક અને ચાર વિદ્યાર્થી પાંડવ કુંડમાં નાહવા ઉતર્યા હતા. જેમાં એક યુવક ડૂબવા માંડતા તેને બચાવવા જતા અન્ય પણ ડૂબ્યા બૂમાબૂમ થતા આસપાસના લોકો દોડી આવ્યા બાદ તમામને બહાર કાઢવામાં આવ્યા હતા.
વાપી ખાતે આવેલી કે બી એસ કોલેજના છેલ્લા વર્ષમાં અભ્યાસ કરતા આઠ વિદ્યાર્થીઓનું બે ગ્રુપ રીક્ષા કરીને કપરાડા વિસ્તારમાં આવેલા રોહિયાળ તલાટ ગામે જાણીતા પાંડવ કુંડની મુલાકાતે આવ્યા હતા જ્યાં પાંડવકુંડમાં નાહવા ઉતરેલા ચાર યુવકો ડૂબી જતા મોત થયું છે જેને લઇને સમગ્ર પંથકમાં ગમગીની ફેલાય છે સાથે જ કોલેજના વિદ્યાર્થીમાં પણ શોકની લાગણી પ્રવૃત્તિ છે.
તો બીજી તરફ કોલેજમાં મ્યુઝિકલ મોર્નિંગ અને એન્યુઅલ ડે નો કાર્યક્રમ પણ મોકૂફ કરાયો છે. ઘટનાને પગલે મામલતદાર પણ ઘટના સ્થળે પહોંચ્યા હતા. વિદ્યાર્થીઓના તાત્કાલિક PM થાય અને પરિવારને બોડી મળે તેવા પ્રયાસો હાથ ધરાયા હતા. સમગ્ર ઘટના બનતા હોસ્પિટલ પર પરિવાર તેમજ સગા સબંધીઓ ભેગા થયા હતા.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે