Swastik: શું તમે પણ બે લાઈન ક્રોસ કરીને સ્વસ્તિક બનાવો છો ? તો કરો છો સૌથી મોટી ભુલ, જાણો સ્વસ્તિક બનાવવાની સાચી રીત

Power Of Swastik: સ્વસ્તિક અત્યંત શુભ ગણાય છે. સ્વસ્તિકની આકૃતિ સામાન્ય લાગે છે પરંતુ તેને બ્રહ્માંડનું પ્રતિક માનવામાં આવે છે. સ્વસ્તિક દરેક ઘરના મુખ્ય દરવાજા પર જોવા મળે છે પરંતુ 99 ટકા લોકો તેને ખોટી રીતે જ બનાવે છે. સ્વસ્તિક બનાવવાની સાચી રીત કઈ છે ચાલો તમને જણાવીએ. 

Swastik: શું તમે પણ બે લાઈન ક્રોસ કરીને સ્વસ્તિક બનાવો છો ? તો કરો છો સૌથી મોટી ભુલ, જાણો સ્વસ્તિક બનાવવાની સાચી રીત

Power Of Swastik: વેદોમાં સ્વસ્તિકને સંપૂર્ણ જગતનું કલ્યાણ કરનાર અને અમરત્વ પ્રદાન કરનાર કહેવામાં આવે છે. વૈદિક ઋષિઓએ પોતાના આધ્યાત્મિક અનુભવોના આધારે કેટલાક વિશિષ્ટ ચિન્હની રચના કરી છે. આ વિશિષ્ટ ચિન્હોમાંથી એક છે સ્વસ્તિક. સ્વસ્તિકની ચાર રેખાઓ ચાર વેદ, ચાર પુરુષાર્થ ચાર આશ્રમ ચાર લોક અને ચાર દેવ એટલે કે બ્રહ્મા વિષ્ણુ મહેશ અને ગણેશ સાથે તુલના કરેલી છે સ્વસ્તિકને સુખ, સમૃદ્ધિનું પ્રતીક માનવામાં આવે છે. 

ધાર્મિક રીતે સ્વસ્તિક મહત્વપૂર્ણ છે. સ્વસ્તિકનો એક વિશેષ અર્થ થાય છે. સ્વસ્તિકનો અર્થ છે કલ્યાણ કે મંગલ કરનાર. સ્વસ્તિકની આકૃતિ પણ વિશેષ છે તેને કોઈપણ રીતે કે કોઈપણ જગ્યાએ બનાવી શકાતું નથી. જ્યારે કોઈ શુભ કે માંગલિક કાર્ય કરવાનું હોય તે પહેલા સ્વસ્તિક બનાવવામાં આવે છે. સ્વસ્તિક કરવાથી સંપન્નતા, સમૃદ્ધિ અને એકાગ્રતા પ્રાપ્ત થાય છે. 

સ્વસ્તિકના બ્રહ્માંડનું પ્રતિક માનવામાં આવે છે. તેના મધ્ય ભાગમાં વિષ્ણુની નાભિ અને ચાર રેખા બ્રહ્માના ચાર મુખ, ચાર હાથ અને ચાર વેદ છે તેવું માનવામાં આવે છે. સ્વસ્તિકના ચાર બિંદુ ચાર દિશાઓને દર્શાવે છે.. ગ્રંથોમાં સ્વસ્તિકને ભગવાન વિષ્ણુનું આસન અને લક્ષ્મીનું સ્વરૂપ માનવામાં આવે છે. સ્વસ્તિકનું ચિન્હ ભાગ્યવર્ધક વસ્તુ ગણાય છે. સ્વસ્તિક ચંદન, કંકુ અને સિંદૂરથી કરવામાં આવે છે. 

સ્વસ્તિક બનાવવાની સાચી રીત

સ્વસ્તિકની રેખાઓ એકદમ સીધી હોય તે વાતનું ધ્યાન રાખવું જરૂરી હોય છે. સ્વસ્તિક બનાવતી વખતે દરેક રેખાને મધ્યમાં એક કરવી જોઈએ. ક્યારેય ચોકડી મારીને સ્વસ્તિક બનાવવું નહીં. ભૂલથી પણ ઊંધું સ્વસ્તિક કરવું નહીં. ઘર માટે લાલ અને પીળા રંગનું સ્વસ્તિક સર્વશ્રેષ્ઠ ગણાય છે. સામાન્ય રીતે ઘરના મુખ્ય દ્વાર પર કંકુથી સ્વસ્તિક કરવું શુભ ગણાય છે. ઘરના મુખ્ય દ્વારની બંને તરફ કંકુથી સ્વસ્તિકની આકૃતિ કરવી જોઈએ તેનાથી વાસ્તુદોષ અને દિશાદોષ દૂર થાય છે.

(Disclaimer: અહીં આપેલી માહિતી સામાન્ય માહિતી પર આધારિત છે.  ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news