આ છે દેશની સૌથી મોંઘી ટ્રેન.. ટિકિટ એટલી છે કે આ કિંમતમાં તમે ખરીદી શકો છો ફ્લેટ
Most Expensive Train : ભારતમાં દરરોજ હજારો ટ્રેનો દોડે છે. ટ્રેનમાં કોચ પ્રમાણે તેનું ભાડું નક્કી થાય છે. દરેક કોચનું ભાડું અલગ અલગ હોય છે. ત્યારે આ લેખમાં અમે તમને એક એવી ટ્રેન વિશે જણાવીશું, જેની ટિકિટ લાખોમાં છે.
ભારતમાં દરરોજ હજારો ટ્રેનો દોડે છે. ટ્રેનમાં કોચ પ્રમાણે તેનું ભાડું નક્કી થાય છે. દરેક કોચનું ભાડું અલગ અલગ હોય છે. ત્યારે આ લેખમાં અમે તમને એક એવી ટ્રેન વિશે જણાવીશું, જેની ટિકિટ લાખોમાં છે. આ ટ્રેનની ટિકિટ એટલી મોંઘી છે કે આ કિંમતમાં તમે લક્ઝરી કાર કે ફ્લેટ ખરીદી શકો છો.
આ ટ્રેનની ટિકિટ આટલી મોંઘી છે એટલે સ્વભાવિક છે કે તેમાં સુવિધા પણ ખાસ હશે. આ ટ્રેનમાં તમને રાજા-મહારાજા જેવી ફિલિંગ આવશે. આ ટ્રેનમાં મુસાફરોને ખાસ લક્ઝરી સુવિધા આપવામાં આવે છે કે લોકો રાજી ખુશીથી આટલી ટિકિટ આપવા તૈયાર થઈ જાય છે. આ ભારતની સૌથી મોંઘી ટ્રેનમાંથી એક છે.
ભારતની સૌથી મોંઘી ટ્રેનનો ખિતાબ મહારાજા એક્સપ્રેસના નામે છે. તેનું ભાડું હજારોમાં નહીં પણ લાખોમાં છે. આ ટ્રેનની શરૂઆત 2010માં કરવામાં આવી હતી. આ ટ્રેનમાં 23 કોચ છે, પરંતુ માત્ર 88 લોકો જ મુસાફરી કરી શકે છે. જેના પરથી અંદાજ લગાવી શકાય છે કે આ ટ્રેનમાં મુસાફરોનું કેટલું ધ્યાન રાખવામાં આવતું હશે. ટ્રેનને મહેલની જેમ સજાવવામાં આવી છે. રાજવી ઠાઠ જેવી ખુરશીઓ, ટેબલ, બેડ અને ખાવાપીવાની વ્યવસ્થા કરાઈ છે.
મહારાજા એક્સપ્રેસ પાટા પર દોડતી એક શાહી હોટલ છે. જેમાં ઓનબોર્ડ રેસ્ટોરન્ટ, ડીલક્સ કેબિન, જુનિયર સ્યુટ, લોન્જ બાર જેવી તમામ સુવિધાઓ છે. ટ્રેનની અંદર એલસીડી ટીવી, ઈન્ટરનેશનલ કોલિંગ, ઈન્ટરનેટ, ઈલેક્ટ્રોનિક લોકર, તિજોરી, પ્રાઈવેટ બાથરૂમની પણ સુવિધા છે.
આ ટ્રેનમાં બે રેસ્ટોરન્ટ પણ છે, જેનું નામ મોર મહેલ અને રંગ મહેલ છે. આ રેસ્ટોરન્ટમાં શાહી ભોજન સાથે દેશી, વિદેશી અને મેવાડી સહિત તમામ પ્રકારની ફૂડ આઈટમ્સ પીરસવામાં આવે છે, તો ખાવાનું પીરસવા માટે 24 કેરેટ સોનાની વરખ ચડાવેલા વાસણોનો ઉપયોગ થાય છે.
આ ટ્રેન આઠ દિવસોમાં તાજમહેલ, ખજૂરાહોના મંદિર, રણથંભોર અને વારાણસીના સ્નાન ઘાટોની સાથે સાથે દેશના અનેક ખાસ સ્થળોએ જાય છે. વર્તમાનમાં આ ટ્રેન ચાર અલગ અલગ રૂટ પર દોડે છે. તમે તમારી પસંદનો રૂટ સિલેકટ કરી શકો છો. આ ટ્રેનનું સંચાલન IRCTC કરે છે.
ટ્રેનમાં રાજા-મહારાજાઓ જેવી સુવિધા મળતી હોવાથી તેની ટિકિટ પણ વધારે છે. ટિકિટ ટ્રેનનો રૂટ અને કેબિન ક્લાસ પર નિર્ભર છે. દિલ્હી-આગરા-રણથંભારો-જયપુર-દિલ્હી રૂટ માટે મહારાજા એક્સપ્રેસની સૌથી સસ્તી ટિકિટ ડબસ ઓક્યુપન્સી ડીલક્સ કેબિન છે, જેના માટે તમારે 4,13,210 રૂપિયા ચૂકવવા પડશે. આ ઉપરાંત જુનિયર સ્યુટ માટે 4,39,400 રૂપિયા, સ્યુટ માટે 6,74,310 રૂપિયા અને પ્રેસિડેન્શિયલ સ્યુટ માટે 11,44,980 રૂપિયા ચૂકવવા પડશે.
આ જ રીતે દિલ્હી-જયપુર-રણથંભોર-ફતેહપુર સિકરી-આગરા-ખજુરાહો-વારાણસી-દિલ્હી રૂટ પર ડીલક્સ કેબિનની ટિકિટ 6,54,880 રૂપિયા, જુનિયર સ્યુટ માટે 8,39,930 રૂપિયા, સ્યુટ માટે 12,24,410 રૂપિયા અને પ્રેસિડેન્શિયલ સ્યુટ માટે 21,03,210 રૂપિયા સુધી ચૂકવવા પડશે. આ ટ્રેનની ટિકિટ બુકિંગ માટે તમારે મહારાજા એક્સપ્રેસની ઓફિશિયલ વેબસાઈટ પર જવું પડશે.
Trending Photos