40 દિવસ આ 4 રાશિવાળા માટે ખુબ ભારે, શનિ ક્ષીણ થતા મચાવશે હાહાકાર, ભારે નુકસાન કરાવશે, છબી ખરાબ થાય!

Shanidev: શનિદેવ નારાજ થઈ જાય તો તેમનો પ્રકોપ કહેર બનીને તૂટી પડે છે. ફેબ્રુઆરીમાં શનિ અસ્ત થવા જઈ રહ્યા છે અને 4 રાશિવાળાને ખુબ કષ્ટ અને પીડા ભોગવવી પડી શકે છે. 

40 દિવસ આ 4 રાશિવાળા માટે ખુબ ભારે, શનિ ક્ષીણ થતા મચાવશે હાહાકાર, ભારે નુકસાન કરાવશે, છબી ખરાબ થાય!

શનિ એક એવો ગ્રહ છે જે સૌથી ધીમી ગતિથી ચાલે છે આથી શનિની સ્થિતિમાં નાનો અમથો ફેરફાર પણ લાંબા સમય સુધી અને વધુ અસર રહે છે. શનિ અશુભ સ્થિતિમાં હોય તો જીવનમાં ઉથલપાથલ કરી નાખે છે. હાલ શનિ કુંભ રાશિમાં ગોચર કરે છે. ફેબ્રુઆરીના અંતમાં શનિ અસ્ત થઈ રહ્યા છે. શનિ અસ્ત તવાથી તેમનો પ્રભાવ ક્ષીણ થશે અને તેઓ કેટલીક રાશિના જાતકોને ખુબ કષ્ટ આપશે. શનિ 40 દિવસ સુધી અસ્ત રહેશે અને આ રાશિવાળાની આર્થિક સ્થિતિ, સ્વાસ્થ્ય, પરિવાર વગેરે પર નકારાત્મક અસરો પડી શકે છે. આથી આ લોકોએ  ખુબ સતર્કતા વર્તવાની જરૂર છે. 

શનિ અસ્ત એટલે શું?
જ્યારે કોઈ ગ્રહ સૂર્યની ખુબ જ નજીક આવી જાય ત્યારે તે સૂર્યના તેજના કરાણે અસ્ત થઈ જાય છે. એટલે કે તેની શક્તિ ક્ષીણ થઈ જાય છે અને તે અશુભ ફળ આપવા લાગે છે એવું કહેવાય છે.  કેટલીક રાશિઓ પર અસ્ત ગ્રહની અસર વધુ પડી શકે છે. 12 ફેબ્રુઆરીના રોજ સૂર્ય ગોચર કરીને કુંભ રાશિમાં આવશે જ્યાં પહેલેથી શનિ હાજર છે. 14 માર્ચ સુધી સૂર્ય કુંભ રાશિમાં રહેશે. સૂર્ય શનિની ખુબ નજીક રહેવાથી શનિ 28 ફેબ્રુઆરી 2025થી 9 એપ્રિલ 2025 સુધી અસ્ત રહેશે. 

શનિ અસ્ત થવાથી આ રાશિઓ ઝેલી શકે છે અશુભ પ્રભાવ...

1. મેષ રાશિ
મેષ રાશિવાળા માટે શનિનું અસ્ત થવું એ પરિવારમાં કલેશ કરાવશે. તમારી  છબી ખરાબ થઈ શકે છે. બોલતી વખતે ખુબ સાવધાની વર્તજો. ખુબ સમજી વિચારીને રોકાણ કરવું. નહીં તો નુકસાન થઈ શકે છે. 

2. કર્ક રાશિ
કર્ક રાશિવાળાને પણ શનિ પ્રતિકૂળ ફળ આપશે. આ લોકોને કરિયરમાં સમસ્યા થઈ શકે છે. આ સમયે સાવધાની વર્તવી. ઓફિસ પોલીટિક્સનો ભોગ બની શકો છો. આર્થિક  હાનિ થઈ શકે છે. સ્વજનો સાથે મનમોટાવ થઈ શકે છે. 

3. સિંહ રાશિ
સિંહ રાશિનો સ્વામી સૂર્ય છે અને તેઓ પોતાના દુશ્મન ગ્રહ શનિની નજીક રહેશે. આથી શનિ અસ્તની નકારાત્મક અસર સિંહ રાશિ પર જોવા મળી શકે છે. વેપારમાં સમસ્યા થઈ શકે છે. લાઈફ પાર્ટનર સાથે વિવાદ થઈ શકે છે. ધનહાનિના યોગ છે. 

4. મકર રાશિ
મકર રાશિના સ્વામી શનિ છે અને શનિનું અસ્ત થવું એ આ રાશિના જાતકોને તણાવ, હાનિ કરાવશે. આર્થિક સમસ્યાઓ થઈ શકે છે. તમારા દ્વારા બોલાયેલા શબ્દો નુકસાન કરાવશે. લોકો તમારાથી નારાજ થઈ શકે છે. 

 (Disclaimer: અહીં અપાયેલી માહિતી જ્યોતિષ માન્યતાઓ, સામાન્ય માન્યતાઓ અને જાણકારીઓ પર આધારિત છે, ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.)

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news