આજે બન્યો અત્યંત દુર્લભ શક્તિશાળી યોગ, 5 રાશિવાળાના સિતારા થશે બુલંદ, ધડાધડ આવક ડબલ થવાના યોગ

વૈદિક જ્યોતિષ મુજબ તમામ 9 ગ્રહ રાશિઓ અને નક્ષત્રોમાં પોતાના ગોચર દરમિયાન પોતાની સ્થિતિથી અનેક શુભ અને અશુભ યોગ, સંયોગ, યુતિ-પ્રતિયુતિ બનાવે છે. નવપંચમ યોગ, પ્રતિયુતિ યોગ, દ્વિદ્વાદશ યોગ, લાભ દ્રષ્ટિ યોગ વગેરે ગ્રહોના વિવિધ ભાવોમાં સ્થિત રહેવાથી બનનારા કેટલાક મહત્વના યોગ છે. આવો જ એક શુભ યોગ 4 ફેબ્રુઆરીના રોજ બન્યો છે જેને દશાંક યોગ કહે છે. દશાંક યોગને અંગ્રેજીમાં સેમી ક્વિનટાઈલ(Semi Quintile) ના નામથી ઓળખવામાં આવે છે. આ ખુબ જ દુર્લભ યોગ છે. જે જાતકોના જીવનને ખુબ જ બારીકાઈથી સંવારે છે. દશાંક યોગ શું છે અને આ યોગની કઈ રાશિઓ પર સૌથી વધુ સકારાત્મક અસર જોવા મળશે તે ખાસ જાણો. 

શું છે આ દશાંક યોગ

1/8
image

જ્યોતિષ શાસ્ત્રમાં સમગ્ર રાશિ અને નક્ષત્ર મંડળને 360 ડિગ્રીમાં વહેંચવામાં આવ્યા છે. જેને ભચક્ર કહે છે. જેમાં કુલ 12 રાશિઓ અને 27 નક્ષત્ર હોય છે. ભચક્રની કુલ 360 ડિગ્રીનો દસમો અંશ 36 ડિગ્રી હોય છે. જ્યોતિષ શાસ્ત્ર મુજબ જ્યારે કોઈ 2 ગ્રહ એક બીજાથી 36 ડિગ્રી પર રહીને એક બીજાને દ્રષ્ટ કરે છે તો તેને દશાંક યોગ  કહે છે. આ એક વિશેષ પ્રકારનો ગ્રહ યોગ છે. જે વ્યક્તિના જીવનમાં સકારાત્મક કે નકારાત્મક અસર પાડે છે. જે એ વાત પર નિર્ભર કરે છે કે કયા ગ્રહ તેમાં ભાગ લે છે. હવે આ યોગ કોના પર શુભ દ્રષ્ટિ પાડશે તે પણ જાણો. 

રાશિઓ પર અસર

2/8
image

મંગળવારે 4 ફેબ્રુઆરીના રોજ 10.18 વાગે ગ્રહોના રાજકુમાર બુધ અને કર્મફળના સ્વામી શનિ પરસ્પર દશાંક યોગ બનાવી રહ્યા છે. બુધ શનિના દશાંક યોગને જ્યોતિષ શાસ્ત્રમાં ખુબ મહત્વપૂર્ણ ગણવામાં આવે છે. આ દશાંક યોગની અસરથી શિક્ષણ, અનુસંધાન (રિસર્ચ) અને લેખન કાર્યોમાં શાનદાર સફળતા મળે છે. આ યોગ વ્યક્તિને વેપાર, રોકાણ અે નાણાકીય મામલાઓમાં લાભકારી નિર્ણય લેવાની ક્ષમતા અને સ્પષ્ટતા આપે છે. જેનાથી ધનની આવક એક નિશ્ચિત ગતિથી થાય છે. એ પણ જોવા મળ્યું છે કે લોકોઆ યોગના પ્રભાવથી સંઘ્ષ બાદ મોટી ઉપલબ્ધિઓ મેળવે છે. જ્યોતિષાચાર્યો મુજબ 4 ફેબ્રુઆરીના રોજ બનનારા દશાંક યોગની 5 રાશિઓ પર સૌથી વધુ સકારાત્મક અસર જોવા મળશે. 

મિથુન રાશિ

3/8
image

બુધ મિથુન રાશિના સ્વામી છે અને શનિની સ્થિતિ આ યોગમાં મિથુન રાશિના જાતકો માટે અત્યંત શુભ ફળદાયી રહેશે. આ યોગના પ્રભાવથી મિથુન રાશિના જાતકોની આવકમાં અચાનક વધારો થશે. નોકરીયાતોને પ્રમોશન, પગાર વધારો અને નવી જવાબદારીઓ મળશે. વેપારીઓને મોટા ઓર્ડર અને નવા ગ્રાહકો મળશે જેનાથી તેમની આવક બમણી  થઈ શકે છે. આર્થિક સ્થિતિ મજબૂત હોવાથી જીવનની રહેણી કરણી બદલાઈ જશે. નવી સંપત્તિ કે વાહન ખરીદવાના યોગ બનશે. 

કન્યા રાશિ

4/8
image

કન્યા રાશિ માટે પણ બુધનો પ્રભાવ અત્યંત શુભ છે અને શનિની સ્થિતિ તેને વધુ મજબૂત કરશે. આ યોગના પ્રભાવથી કન્યા રાશિના જાતકોને કરિયરમાં આર્થિક લાભ થશે. તમારી આવક ડબલ થશે. નોકરીયાતોને નવી નોકરીની તક મળશે અને પગાર વધારો થઈ શકે છે. વેપારીઓને નવા  ભાગીદાર અને મોટા ઓર્ડર મળશે. રોકાણકારો માટે આ સમય ઉત્તમ છે. પરંતુ સાવધાનીપૂર્વક નિર્ણય લેવો. તમારા કૌશલને નિખારો અને નવી તકોને ઓળખો. 

મકર રાશિ

5/8
image

શનિ મકર રાશિના સ્વામી છે અને બુધની સ્થિતિ આ યોગમાં મકર રાશિના જાતકો માટે અત્યંત શુભ ફળદાયી રહેશે. આ યોગના પ્રભાવથી મકર રાશિના જાતકોની કરિયરમાં અચાનક ઉછાળો આવવાની સંભાવના છે. નોકરીયાતોને પ્રમોશન, પગાર વધારો અને નવી જવાબદારીઓ મળશે. આવકમાં અચાનક વધારો થશે. વેપારીઓને મોટા ઓર્ડર અને નવા ગ્રાહકો મળશે જેનાથી તમારી આવક બમણી  થઈ શકે છે. નવી સંપત્તિ કે વાહન  ખરીદવાના યોગ છે. જીવનશૈલીમાં સુધારો થવાથી કૌટુંબિક સમસ્યાઓ દૂર થશે. 

કુંભ રાશિ

6/8
image

શનિ કુંભ રાશિના પણ સ્વામી છે અને બુધની સ્થિતિ આ યોગમાં કુંભ રાશિના જાતકો માટે અત્યંત શુભ ફળદાયી રહેશે. આ યોગના પ્રભાવથી કુંભ રાશિના જાતકોની આવકમાં અચાનક વધારો થશે. બુધના ગોચરના કારણે વેપારમાં સટ્ટાબાજીથી સારો નફો થઈ શકે છે. વેપારમાં નવા  ભાગીદારો સાથે લાભકારી કરાર થઈ શકે છે. જો કે પૈસાના મામલામાં સાવધાની વર્તવી જરૂરી છે. જીવનસાથી સાથે વિચારોનું આદાન પ્રદાન થશે જેનાથી દાંપત્ય જીવન સુખમય રહેશે. 

તુલા રાશિ

7/8
image

તુલા રાશિના જાતકો માટે બુધ અને શનિનો દશાંક યોગ અત્યંત શુભ છે કારણ કે આ યોગ તેમની કરિયર અને આર્થિક સ્થિતિને મજબૂત કરશે. નોકરીમાં ફેરફારની તકો મળી શકે છે. જે તમારા માટે સંતોષજનક રહેશે. તમારા કૌશલને નિખારો અને નવી તકોને ઓળખો. વેપારના મોટા ઓર્ડર અને નવા ગ્રાહકો મળશે જેનાથી આવક બમણી થઈ શકે છે. આર્થિક સ્થિતિ મજબૂત થવાથી જીવનની રહેણી કરણી બદલાશે. રોકાણ માટે આ સમય ઉત્તમ છે. પરંતુ સાવધાની પૂર્વક નિર્ણય લેજો. 

Disclaimer:

8/8
image

અહીં અપાયેલી માહિતી જ્યોતિષ માન્યતાઓ, સામાન્ય માન્યતાઓ અને જાણકારીઓ પર આધારિત છે, ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.