આજની સૌથી મોટી ખબર : ગુજરાતમાં યુનિફોર્મ સિવિલ કોડ લાગુ થવા અંગે મોટા અપડેટ
UCC In Gujarat : ગુજરાતમાં પણ લાગુ થશે યુનિફોર્મ સિવિલ કોડ... રાજ્ય સરકાર આજે કરશે કમિટીની જાહેરાત... કાયદાના અમલીકરણ સંદર્ભે લોકોના સૂચન પર કામ કરશે આ કમિટી... બપોરે મુખ્યમંત્રી અને ગૃહરાજ્યમંત્રી કરશે પત્રકાર પરિષદ..
Trending Photos
Breaking News : ઉત્તરાખંડ બાદ ગુજરાતમાં પણ યુનિફોર્મ સિવિલ કોડ લાગુ થઈ શકે છે. ગુજરાતમાં યુનિફોર્મ સિવિલ કોડ લાગુ થવા અંગે મોટા અપડેટ આવ્યા છે. આ અંગે રાજ્ય સરકાર આજે કમિટીની જાહેરાત કરશે. કાયદાના અમલીકરણ સંદર્ભે લોકોના સૂચનો માટે આ કમિટી કામ કરશે. મહત્વનું છે કે, આજે બપોરે મુખ્યમંત્રી અને ગૃહરાજ્યમંત્રી પત્રકાર પરિષદ કરવાના છે. જેમાં તેઓ UCC મામલે મોટી જાહેરાત કરી શકે છે. ઉલ્લેખનીય છે કે, ચૂંટણી ઢંઢેરામાં UCC અંગે ભાજપે આ અંગે જાહેરાત કરી હતી. ત્યારે કમિટી UCC અંગેનો નિર્ણય રાજ્ય સરકારને આપશે. કમિટીના નિર્ણયના આધારે UCCનું અમલીકરણ થશે.
મુખ્યમંત્રી યુનિફોર્મ સિવિલ કોડ અંગે આજે જાહેરાત કરી શકે છે. યુનિફોર્મ સિવિલ કોડ અંગે વિધાનસભા ચૂંટણી પહેલા રાજ્ય સરકારે જાહેરાત કરી હતી. ઉત્તરાખંડ અગાઉ યુસીસી લાગુ કરી ચૂક્યું છે. આગામી દિવસોમાં ગુજરાતમાં પણ ucc લાગુ થશે. રાજ્ય સરકાર આજે કમિટીની જાહેરાત કરશે. કાયદાના અમલીકરણ સંદર્ભે લોકોના સૂચનો માટે કમિટી કામ કરશે. ભાજપે ચૂંટણી ઢંઢેરામાં યુસીસી અંગે જાહેરાત કરી હતી. કમિટી યુસીસી અંગેનો નિર્ણય રાજ્ય સરકારને આપશે. એના આધારે UCC નું અમલીકરણ કરાશે. ઉત્તરાખંડ સ્વતંત્ર ભારતમાં પહેલું રાજ્ય બન્યું છે, જેણે બંધારણ ઘડનારાઓના સમાન નાગરિક સંહિતાનું સ્વપ્ન સાકાર કરવાની દિશામાં મજબૂત પગલાં લીધાં છે. રાષ્ટ્રપતિની મંજૂરી મળ્યા બાદ આ બિલ હવે એક્ટ બની ગયું છે.
યુનિફોર્મ સિવિલ કોડ: ક્યારે શું થયું
- ન્યાયમૂર્તિ રંજના પ્રકાશ દેસાઈ નિષ્ણાત સમિતિની રચના- 27 મે, 2022
- નિષ્ણાત સમિતિએ સરકારને અહેવાલ સુપરત કર્યો - 02 ફેબ્રુઆરી, 2024
- યુનિફોર્મ સિવિલ કોડ બિલ એસેમ્બલીમાં પસાર થયું - 07 ફેબ્રુઆરી, 2024
- રાષ્ટ્રપતિ તરફથી બિલની મંજૂરી - 11 માર્ચ, 2024
- યુનિફોર્મ સિવિલ કોડ એક્ટની સૂચના- માર્ચ 12, 2024
- યુનિફોર્મ સિવિલ કોડ એક્ટના નિયમોની મંજૂરી - 20 જાન્યુઆરી, 2025
યુનિફોર્મ સિવિલ કોડનો અહેવાલ ચાર ભાગમાં તૈયાર કરવામાં આવ્યો છે
યુનિફોર્મ સિવિલ કોડનો મુસદ્દો તૈયાર કરવા માટે 27 મે, 2022ના રોજ નિવૃત્ત જસ્ટિસ રંજના પ્રકાશ દેસાઈની અધ્યક્ષતામાં નિષ્ણાત સમિતિની રચના કરવામાં આવી હતી. નિષ્ણાત સમિતિએ ચાર ભાગમાં પોતાનો અહેવાલ આપ્યો હતો. ચાર વોલ્યુમના અહેવાલમાં, વોલ્યુમ બે અને ચાર યુનિફોર્મ સિવિલ કોડ એક્ટના હિન્દી અને અંગ્રેજી અનુવાદો છે. વિભાગ-1 માં, સમાન નાગરિક સંહિતા લાગુ કરવા પાછળની વિભાવના અને તેના સામાજિક, ઐતિહાસિક, સમકાલીન અને બંધારણીય સંદર્ભો અને પાસાઓને આગળ મૂકવામાં આવ્યા છે. તેમાં 180 પૃષ્ઠો અને 11 પ્રકરણો છે. વિભાગ-2 ડ્રાફ્ટ તૈયાર કરવાની પ્રક્રિયા દરમિયાન સમિતિ દ્વારા પ્રાપ્ત પ્રતિસાદ વિશે વિગતવાર માહિતી આપે છે. સમિતિએ 43 જાહેર સંવાદ કાર્યક્રમો અને વિવિધ માધ્યમો દ્વારા 2.33 લાખ વ્યક્તિઓ પાસેથી સૂચનો મેળવ્યા હતા.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે