સાચવજો! આ દિવસે નખ, વાળ કે દાઢી કપાવવાનું ટાળો, ગ્રહદોષ લાગશે
તે જોવા મળે છે કે લોકો વાળ કપાવવા અને દાઢી કરાવવા માટે રવિવારનો દિવસ પસંદ કરે છે.કારણ કે રવિવારના દિવસે રજા હોય છે અને લોકો આ દિવસને યોગ્ય માને છે.
Trending Photos
Nail Cutting Astro Tips: જ્યોતિષના મતે અઠવાડિયાના તમામ દિવસોનો અલગ-અલગ ગ્રહો સાથે સીધો સંબંધ હોય છે. જો આપણે મંગળવાર, ગુરૂવાર અને શનિવારે નખ કાપીએ તો તેનાથી ગ્રહદોષ થાય છે. આ જ કારણ છે કે આ 3 દિવસમાં નખ ન કાપવાનું કહેવામાં આવે છે. તમે ઘરના વડીલો પાસેથી ઘણી વાર સાંભળ્યું હશે કે અઠવાડિયામાં અમુક દિવસોમાં નખ ન કાપવા જોઈએ. આ સાથે આ દિવસે વાળ કાપવાની પણ મનાઈ કરવામાં આવે છે. આખરે બધા ઘરોમાં આવું કેમ બોલાય છે.
મંગળવારે નખ કાપશો નહીં
જ્યોતિષ શાસ્ત્ર અનુસાર મંગળવાર મંગળ ગ્રહ સાથે સંબંધિત માનવામાં આવે છે. કહેવાય છે કે મંગળનો સંબંધ રક્ત સાથે છે. આ જ કારણ છે કે મંગળવારે નખ કાપવાથી લોહી સંબંધિત વિકારો થઈ શકે છે. તેથી આ દિવસે નખ, વાળ અને દાઢી કાપવાનું ટાળવું જોઈએ. જેના કારણે તમે નુક્સાનીમાંથી બચી જશો.
પૈસાની ખોટ સહન કરવી પડશે
ગુરુવારને દેવ ગુરુ બૃહસ્પતિની પૂજાનો દિવસ કહેવામાં આવે છે. તે બુદ્ધિ, જ્ઞાન, શિક્ષણ અને શુભ કાર્યોનો કારક છે. એવી માન્યતા છે કે ગુરુવારના દિવસે ભૂલથી પણ નખ ન કાપવા જોઈએ. આ સાથે વાળ કાપવા અને શેવિંગ કરવાનું પણ ટાળવું જોઈએ. આમ કરવાથી લોકોને ધનનું નુકસાન સહન કરવું પડી શકે છે. ગુરૂવાર હોય તો ભૂલથી પણ આ 3 ક્રિયાઓ ના કરતા.
શનિદોષનો સામનો કરવો પડશે
શનિવારે શનિદેવની પૂજા કરવામાં આવે છે. જ્યોતિષમાં શનિનો સંબંધ માણસના હાડકાં, સ્નાયુઓ અને કફ સાથે જણાવવામાં આવ્યો છે. એવું કહેવાય છે કે જે લોકો શનિવારે નખ, વાળ અને દાઢી કાપે છે, તેમને શનિ દોષનો સામનો કરવો પડે છે. આનાથી તેના જીવનમાં સંકટનો સમયગાળો શરૂ થાય છે.
(Disclaimer: અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને માહિતી પર આધારિત છે. ZEE24KALAK તેની પુષ્ટિ કરતું નથી.)
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે