Mailapur: અનોખું છે આ ગામ, લોકો નથી સુઈ શકતા ખાટલા પર, ગામમાં ન જોવા મળે એક પણ મરઘી, કારણ છે ધાર્મિક

Mailapur: શું તમે એવા ભગવાન વિશે જાણો છો જેની ઊંઘમાં ખલેલ ન પહોંચે તે માટે આખું ગામ પ્રયત્ન કરે છે ? આજે તમને આ અનોખા ગામ વિશે જણાવીએ જ્યાં ભગવાનની ઊંઘમાં ખલેલ ન પહોંચે તે માટે ગામમાં મરઘા પાડવામાં આવતા નથી. 

Mailapur: અનોખું છે આ ગામ, લોકો નથી સુઈ શકતા ખાટલા પર, ગામમાં ન જોવા મળે એક પણ મરઘી, કારણ છે ધાર્મિક

Mailapur: ઘરમાં જ્યારે બાળકો સુતા હોય છે તો માતા-પિતા તેમને વહેલા જગાડવાનું ટાળે છે. સાથે જ બાળકો સુતા હોય ત્યારે માતા પિતા ધ્યાન રાખે છે કે તેમની ઊંઘમાં ખલેલ ન પહોંચે. પરંતુ શું તમે એવા ભગવાન વિશે જાણો છો જેની ઊંઘમાં ખલેલ ન પહોંચે તે માટે આખું ગામ પ્રયત્ન કરે છે ? આજે તમને આ અનોખા ગામ વિશે જણાવીએ જ્યાં ભગવાનની ઊંઘમાં ખલેલ ન પહોંચે તે માટે ગામમાં મરઘા પાડવામાં આવતા નથી. 

આ અનોખા ગામમાં વર્ષોથી આ પ્રથા ચાલી આવે છે. આજના સમયમાં પણ અહીં રહેતા લોકો આ માન્યતાને માને છે અને ગ્રામીણ પરંપરાનું પાલન કરે છે. આ ગામમાં કોઈપણ વ્યક્તિ મરઘી પાડતું નથી. સાથે જ અહીં કોઈ ખાટલા પર સૂતું પણ નથી. આ બંને માન્યતા પાછળ ધાર્મિક કારણ જવાબદાર છે.

જો તમે આખા દેશમાં શોધશો તો પણ તમને આવું ગામ જોવા નહીં મળે. આ એક ધાર્મિક સ્થળ છે. અહીંના સ્થાનિક દેવતાને ઊંઘ ખૂબ જ પ્રિય છે. તેમની ઊંઘમાં કોઈ ખલેલ ન પડે તે માટે અહીંના લોકો ઘણા પ્રોટોકોલ ફોલો કરે છે. આ ગામ છે મૈલાપુર. 

મૈલાપુર બેંગલુરુથી 520 કિમી દૂર આવેલું છે. આ ગામની અંદાજિત વસ્તી 3000 ની છે. અહીં લોકો કપાસ, શેરડી, મરચા, જેવી વસ્તુઓની ખેતી કરીને જીવન ગુજરાન ચલાવે છે. અહીં લોકો પશુપાલન કરે છે પરંતુ એક પણ ઘરમાં મરઘી કે મરઘા પાડવામાં આવતા નથી. સાથે જ અહીં કોઈપણ વ્યક્તિ પલંગ કે ખાટલા પર સૂતા નથી. 

આ ગામના લોકોના આરાધ્યા દેવ મૈલારિલિંગય્યા મલ્લય્યા છે જેને ભગવાન શિવનો અવતાર કહેવામાં આવે છે. આ દેવતા એવા છે જેમને તેની ઊંઘમાં ખલેલ પહોંચે તો તે ક્રોધિત થઈ જાય છે. ખાસ કરીને સવારના સમયે મરઘા અને મરઘીના અવાજો આવે તે તેમને પસંદ નથી. આ વાતને ધ્યાનમાં રાખીને અહીંના લોકો ભગવાનની ઊંઘમાં ખલેલ ન પહોંચે તે માટે મરઘા કે મરઘી પાડતા નથી. જેથી ભગવાનની ઊંઘમાં ખલેલ ન પડે. 

લોકોનું માનવું છે કે અહીં જો ભગવાનની ઊંઘમાં ખલેલ પહોંચે તો લોકોને ભગવાનના ક્રોધનો સામનો કરવો પડે છે. સાથે જ અહીં ખાટલા પર સુવા પર પણ પ્રતિબંધ છે. મલ્લય્યા ભગવાન તેમના પત્ની ખાટ પર બિરાજે છે તેથી તેમના ભક્તો તેમના સન્માનમાં ખાટલા પર સૂવાનું ટાળે છે. આ ગામની દરેક વ્યક્તિ  જમીન પર સૂવાનું જ પસંદ કરે છે.

(Disclaimer: અહીં આપેલી માહિતી સામાન્ય માહિતી પર આધારિત છે.  ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news