અત્યંત કપરી 'અંગતોડ પ્રક્રિયા' બાદ બની શકાય નાગા સાધુ, ગુપ્તાંગની ખેંચવામાં આવે છે નસ, વિગતો જાણી હલી જશો
મોટાભાગે કુંભમેળા વખતે જ જોવા મળતા હોય છે અને પછી ક્યાં જતા રહે છે તે લોકો માટે અચરજ બની જાય છે એવા નાગા સાધુઓ વિશે જાણવામાં લોકોને ખુબ ઉત્સુકતા રહે છે. નાગા સાધુ બનવા માટે જે અંગતોડ પ્રક્રિયા કરવામાં આવે છે તેના વિશે ખાસ જાણો.
Trending Photos
આ વખતે મહાકુંભમાં 800ની આસપાસ સન્યાસીઓ નાગા સાધુ બનશે. કુંભ ટાણે જ સન્યાસીઓને નાગા સાધુ બનાવવામાં આવે છે. નાગા સાધુ બનાવવાની છેલ્લી પ્રક્રિયા અંગતોડ હોય છે. આ ખુબ જ કપરી અને ખાસ પ્રકારની પ્રક્રિયા છે. જેને નાગા સાધુ બનવાની દિશામાં એક મહત્વપૂર્ણ ચરણ ગણવામાં આવે છે. આ પ્રક્રિયા વ્યક્તિના જીવનમાં ખુબ જ મોટો ત્યાગ અને તપસ્યા માંગે છે. ત્યારે એ જાણવું જરૂરી છે આખરે આ અંગતોડ પ્રક્રિયા શું છે જે કર્યા બાદ જ કોઈ સન્યાસી નાગા સાધુ બની શકે છે.
શું છે આ 'અંગતોડ'નો અર્થ?
અંગતોડ શું છે જે કર્યા બાદ જ કોઈ વ્યક્તિ નાગા સાધુ બની શકે છે. આ એક ખુબ જ કપરી અને વિશેષ પ્રક્રિયા છે. જેને નાગા સાધુ બનવાની દિશામાં મહત્વનું પગલું ગણવામાં આવે છે. અંગતોડનો શાબ્દિક અર્થ જોઈએ તો 'અંગોને તોડવા' એમ થાય પરંતુ નાગા સાધુ બનવાની સ્થિતિમાં આ કઈક અલગ હોય છે. આમ તો અહીં અંગતોડ પ્રક્રિયાનો અર્થ અંગ તોડવો એમ નથી થતો. પરંતુ અહીં તેનો અર્થ સંસારિક બંધનોથી પોતાને સંપૂર્ણ રીતે મુક્ત કરવાનો છે. આ પ્રક્રિયાના માધ્યમથી વ્યક્તિ સાંસારિક સુખ-સુવિધાઓ, પરિવાર અને ભૌતિક વસ્તુઓથી સંપૂર્ણ રીતે અલગ થઈ જાય છે. પોતાનું સંપૂર્ણ જીવન આધ્યાત્મિક સાધના અને તપસ્યા માટે સમર્પિત કરે છે.
અંગતોડ પ્રક્રિયાના મુખ્ય તબક્કાઓ
સંપૂર્ણ ત્યાગ- સાધુ બનવાની પ્રક્રિયામાં વ્યક્તિએ પોતાના પરિવાર, સંપત્તિ, અને તમામ સંસારિક બંધનોથી મુક્ત થવું પડે છે. આ એક પ્રકારનો આધ્યાત્મિક ત્યાગ છે.
દીક્ષા- નાગા સાધુ બનવા માટે ગુરુ પાસેથી દીક્ષા લેવી પડે છે. દીક્ષા દરમિયાન વ્યક્તિને કેટલીક ખાસ પ્રકારની વિધિઓ અને મંત્રોનું જ્ઞાન આપવામાં આવે છે.
તપસ્યા અને કઠિન સાધના- અંગતોડ બાદ સાધુએ કપરી તપસ્યા કરવાની હોય છે. જેમાં કઠિન યોગ, ધ્યાન અને સાધના સામેલ હોય છે. જેનાથી વ્યક્તિ પોતાના આત્માને વધુ શુદ્ધ અને શક્તિશાળી બનાવી શકે છે.
અખંડ બ્રહ્મચર્ય- નાગા સાધુ બનવા માટે આજીવન બ્રહ્મચર્યનું પાલન કરવું જરૂરી છે. આ તેમની સાધનાનો એક મહત્વપૂર્ણ ભાગ છે.
નગ્નતાનું પાલન- નાગા સાધુ બન્યા બાદ સાધુ પોતાના શરીર પર કોઈ વસ્ત્ર ધારણ કરતા નથી. સંપૂર્ણ નગ્નતાનું પાલન કરે છે. આ સંસારિક બંધનો અને ભૌતિક વસ્ત્રોથી મુક્ત થવાનું પ્રતિક છે.
બીજી એક મહત્વની વાત એ છે કે અંગતોડ સંસ્કારમાં નાગા સાધુ બનનાર વ્યક્તિના જનનાંગની એક નસ ખેંચવામાં આવે છે. સાધક નપુંસક બની જાય છે. ત્યારબાદ તમામ શાહી સ્નાન માટે જાય છે. ડુબકી લગાવતા જ તેઓ નાગા સાધુ બની જાય છે. અંગતોડ પ્રક્રિયાના માધ્યમથી વ્યક્તિ એક ઉચ્ચ આધ્યાત્મિક અવસ્થા પ્રાપ્ત કરે છે. નાગા સાધુ તરીકે પોતાની સાધના ચાલુ રાખે છે. આ પ્રક્રિયા ખુબ અઘરી હોય છે. ફક્ત એ જ વ્યક્તિ તેને સફળતાપૂર્વક પૂરી કરી શકે છે જે ગાઢ આસ્થા અને દ્રઢ નિશ્ચયી હોય.
નાગા સાધુઓની ઉત્પતિનો સંબંધ આમ તો આદિ શંકરાચાર્ય સાથે જોડવામાં આવે છે. આદિ શંકરાચાર્ય (8મી શતાબ્દી)એ સનાતન ધર્મને સંગઠિત કરવા માટે તથા વૈદિક ધર્મની પુર્નસ્થાપના માટે ચાર પ્રમુખ મઠોની સ્થાપના કરી હતી. તેમણે ધર્મની રક્ષા માટે વિવિધ સાધુ સંપ્રદાયોની રચના કરી. જેમાંથી એક નાગા સાધુઓ પણ હતા. નાગા સાધુઓને ધર્મ અને સંસ્કૃતિની રક્ષા માટે એક યોદ્ધા સાધુ તરીકે તૈયાર કરાયા. જો કે નાગા સાધુઓની પરંપરાનો ઉલ્લેખ વેદો, પુરાણો અને મહાકાવ્યોમાં પણ મળે છે. જેનાથી એ સ્પષ્ટ થાય છે કે આ પરંપરા શંકરાચાર્ય કરતા પણ પહેલા રહી હશે.
કુંભ દરમિયાન બને નાગા સાધુ
નાગા સાધુઓને કુંભ મેળા દરમિયાન દીક્ષા આપવાની અને બનાવવાની પરંપરા પાછળ અને ઐતિહાસિક, ધાર્મિક અને આધ્યાત્મિક તબક્કાઓ છે. કુંભ મેળા દરમિયાન લાખો સાધુ સંતો અને શ્રદધાળુઓ ભેગા થાય છે. આ સાધુઓ અને વિવિધ અખાડાઓ માટે એક મહત્વપૂર્ણ સમય હોય છે. જ્યારે તેઓ પોતાના અનુયાયીઓને દીક્ષા આપે છે. નાગા સાધુઓની દીક્ષા માટે આ એક આદર્શ સમય ગણાય છે. કારણ કે મોટા પાયે સાધુ સંતો અને ગુરુઓનો સંગમ થાય છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે