Foot Reading: પગનો આકાર અને તેના પરના નિશાન જણાવે છે કે વ્યક્તિ ભાગ્યશાળી છે કે ભાગ્યહીન

Foot Reading: વ્યક્તિના પગનો રંગ, તેની બનાવટ, તેનો આકાર અને તળિયામાં રહેલી રેખાઓ પરથી પણ તેના ભવિષ્ય અને સ્વભાવ વિશે જાણી શકાય છે. તો ચાલો આજે તમને પણ જણાવીએ કે વ્યક્તિના પગનો શેપ અને તેના પરના નિશાન પરથી કેવી રીતે જાણવું કે વ્યક્તિનો સ્વભાવ અને ભવિષ્ય કેવું છે ? 

Foot Reading: પગનો આકાર અને તેના પરના નિશાન જણાવે છે કે વ્યક્તિ ભાગ્યશાળી છે કે ભાગ્યહીન

Foot Reading: હસ્તરેખા શાસ્ત્રની વાતમાં મોટાભાગના લોકો હાથની રેખાઓને જ વધારે મહત્વપૂર્ણ માને છે. પરંતુ શું તમને ખબર છે કે હસ્તરેખા જ નહીં પરંતુ શરીરના અન્ય અંગોની બનાવટ અને તેના પરના ચિન્હો પરથી પણ વ્યક્તિના ભવિષ્ય વિશે જાણી શકાય છે ? તેમાંથી જ એક છે વ્યક્તિના પગ. વ્યક્તિના પગનો રંગ, તેની બનાવટ, તેનો આકાર અને તળિયામાં રહેલી રેખાઓ પરથી પણ તેના ભવિષ્ય અને સ્વભાવ વિશે જાણી શકાય છે. તો ચાલો આજે તમને પણ જણાવીએ કે વ્યક્તિના પગનો શેપ અને તેના પરના નિશાન પરથી કેવી રીતે જાણવું કે વ્યક્તિનો સ્વભાવ અને ભવિષ્ય કેવું છે ? 

હસ્તરેખા શાસ્ત્રમાં જણાવાયું છે કે એવા લોકો ભાગ્યશાળી હોય છે જેમના પગના તળિયામાં કેટલાક ખાસ પ્રકારના નિશાન હોય છે. સાથે જ વ્યક્તિના પગ નો આકાર પણ તેના વિશે ઘણું બધું જણાવે છે. તો ચાલો તમને પણ આ અંગે વિગતવાર જાણકારી આપીએ.

પગના આકાર પરથી જાણો વ્યક્તિના ભાગ્ય વિશે

1. જો કોઈ વ્યક્તિના પગના તળિયા પિંક કલરના હોય અથવા તો રક્તના કારણે લાલ રહેતા હોય તો તમને જીવનમાં દરેક પ્રકારના સુખ અને સુવિધાઓ ભોગવવાની તક મળે છે. આવા વ્યક્તિ તેમના જીવનમાં ઊંચા પદ સુધી પહોંચે છે.

2. જે વ્યક્તિના પગના તળિયામાં કમળ, શંખ, ધનુષ, રથ, ચંદ્ર, સૂર્ય, ગદા, બાણ, પંખો, ધજા જેવા ચિન્હ બનેલા હોય તે ખૂબ જ ભાગ્યશાળી હોય છે.

3. જે વ્યક્તિના પગની આંગળીઓ જમણી તરફ ઝૂકેલી રહેતી હોય અને આગળથી ગોળ તેમજ મુલાયમ હોય તો આવી વ્યક્તિ ઐશ્વર્યવાન બને છે.

4. જે સ્ત્રીના પગના તળિયા કમળ જેવા હોય અને જમીન પર સંપૂર્ણ રીતે સ્પર્શ કરતા હોય તે સ્ત્રી ધનવાન હોય છે. આવી સ્ત્રીને જીવનમાં કોઈપણ પ્રકારની ખામી રહેતી નથી.

5. જે લોકોની પગની એડી કોમળ સુંદર અને ગોળાકાર હોય છે તે વ્યક્તિ જીવનમાં બધા જ સુખ પ્રાપ્ત કરે છે અને તે લાંબુ જીવન જીવે છે.

6. જે લોકોનો પગનો અંગૂઠો વાંકોચુકો અથવા તો ચપટો હોય તે વ્યક્તિ ભાગ્યહીન હોય છે.

7. જે પુરુષોના પગ પાછળથી સાંકડા અને આગળથી પકડા હોય અને આંગળીઓ એકબીજાથી દૂર દૂર રહેતી હોય તો તે અશુભ માનવામાં આવે છે આવા વ્યક્તિને જીવનમાં કષ્ટ ભોગવવા પડે છે.

8. જો કોઈ વ્યક્તિના પગના તળિયા પર વાળ આવતા હોય અથવા તો પગના તળિયામાં વધારે પરસેવો થતો હોય તો તે પણ અશુભ ગણાય છે.

(Disclaimer: અહીં આપેલી માહિતી સામાન્ય માહિતી પર આધારિત છે.  ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news