ઘરમાં છે આર્થિક સમસ્યા? તો રાખી દો આ વસ્તુ, લક્ષ્મીજી સામેથી આવશે

Haldi ke totke: જ્યોતિષશાસ્ત્રમાં કિચનમાં રહેલી એવી અનેક વસ્તુઓ વિશે જણાવવામાં આવ્યું છે, જેના ઉપયોગથી જીવનમાં ભાગ્યોદય થાય છે. આવી જ એક વસ્તું એટલે હળદર. હળદરનો ઉપયોગ માત્ર રસોડામાં જ નહીં પરંતુ આરોગ્ય માટે પણ થાય છે. પરંતુ હિન્દુ ધર્મમાં હળદરનો ઉપયોગ અનેક શુભકાર્યોમાં કરવામાં આવે છે. તો ભગવાન વિષ્ણુને હળદર કે ચંદનનું તિલક કરવામાં આવે છે. એવું કહેવાય છે કે ભગવાન વિષ્ણુને હળદર ખુબ જ પ્રિય છે. 

જો તમે આર્થિક પરેશાનીમાંથી પસાર થઈ રહ્યા છો. તો ભગવાન વિષ્ણુને હળદર નાંખેલું જળ અર્પણ કરવાથી વિશેષ લાભ થાય છે. સાથે અન્ય પણ અનેક એવા ઉપાયો છે જે ગુરુવારના દિવસે કરવાથી આર્થિક તંગીમાંથી બહાર નીકળી શકાય છે. ત્યારે આવો જાણીએ હળદરના અલગ અલગ ધાર્મિક ઉપાયો વિશે.  

રોકાયેલું ધન આવી જશે પરત
જો લાંબા સમયથી તમારા પૈસા ક્યાંક ફસાયેલા હોય તો જ્યોતિષશાત્રથી તેને પરત મેળવી શકાય છે. ચોખાના થોડા દાણા લો અને તેને હળદરમાં ભેળવી દો, ત્યારબાદ આ ચોખા તમારા પર્સમાં અથવા તિજોરીમાં રાખો. આ ઉપાય કરવાથી અટવાયેલા પૈસા જલદી પરત આવવાના યોગ બનશે.

કોઈ પણ કાર્યમાં મળશે સફળતા 
ઘણીવાર લાખો પ્રયાસો કરીએ છતાં પણ વ્યક્તિને સફળતા નથી મળતી. ત્યારે તે વ્યક્તિ નિરાશ થઈ જાય છે. પરંતુ હવે નિરાશ થવાની જરૂર નથી. હળદર સંબંધિત આ ઉપાય તમારા માટે ફાયદાકારક સાબિત થઈ શકે છે. આ માટે હળદરની 11 કે 21 ગાંઠની માળા બનાવો. હવે આ માળા ગણેશજીને અર્પણ કરો. તેનાથી ગણપતિ દાદાના આશીર્વાદ મળશે અને સફળતા મળશે.

આશીર્વાદ મેળવવા માટે
જો તમે ઘણી કમાણી કરતા હોવ પરંતુ કોઈ બચત થતી ન હોય તો હળદરના ઉપયોગથી વિશેષ લાભ થશે. લાલ રંગના કપડામાં હળદર રાખી તેને ગાંઠ મારી તિજોરીમાં રાખવામાં આવે તો પૈસા બચશે. 

(Disclaimer:- અહીં આપવામાં આવેલી જાણકારી સામાન્ય માન્યતાઓ અને માહિતી પર આધારિત છે. ZEE24કલાક તેની પુષ્ટિ કરતું નથી.)

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news