Eye Twitching: ડાબી કે જમણી ? સ્ત્રીઓ માટે કઈ આંખ ફરકવી શુભ ? જાણો આંખ ફરકવાના સંકેતો વિશે

Eye Twitching Astrology: ઘણીવાર એવું થાય છે કે અચાનક જ આંખ ફરકવા લાગે. ક્યારેક ડાબી તો ક્યારેક જમણી આંખમાં આવો અનુભવ થાય છે. સામુદ્રીક શાસ્ત્ર અનુસાર આંખ ફરકવીએ શુભ અને અશુભ ઘટનાઓ તરફનો સંકેત હોય શકે છે. જે સ્ત્રીઓ અને પુરુષો માટે અલગ અલગ હોય છે.

Eye Twitching: ડાબી કે જમણી ? સ્ત્રીઓ માટે કઈ આંખ ફરકવી શુભ ? જાણો આંખ ફરકવાના સંકેતો વિશે

Eye Twitching Astrology: આંખ જોઈને કોઈપણ વ્યક્તિના વ્યક્તિત્વ અને ભવિષ્ય વિશે જાણી શકાય છે. આ સાથે જ સામુદ્રિક શાસ્ત્રમાં આંખ ફરકવાને લઈને પણ કેટલીક ભવિષ્યવાણી કરવામાં આવી છે. ઘણી વખત એવું થાય છે કે આંખ અચાનક જ ફરકવા લાગે. આવો અનુભવ તમને પણ અનેક વખત થયો હશે. 

સામુદ્રિક શાસ્ત્ર અનુસાર આંખ ફરક રીતે ભવિષ્યમાં થનાર શુભ અશુભ ઘટનાઓનો સંકેત પણ હોઈ શકે છે. આ સંકેત સ્ત્રીઓ અને પુરુષો માટે અલગ અલગ હોય છે. આજે તમને કઈ આંખ ફરકવાથી લાભ થાય અને કઈ આંખ ફરકવી અશુભ ઘટનાનો સંકેત ગણાય છે તે જણાવીએ. 

પુરુષોની જમણી આંખ ફરકવી

પુરુષોની જમણી આંખ ફરકે તો તેને શુભ ગણાય છે. તેનો અર્થ છે કે જીવનમાં કંઈક સારું થવાનું છે અથવા તો સારા સમાચાર સાંભળવા મળશે. પુરુષોની જમણી આંખ ફરકવાને ધન લાભ સાથે જોડીને પણ જોવામાં આવે છે. 

મહિલાઓની જમણી આંખ ફરકવી

પુરુષો માટે જમણી આંખ શુભ છે પરંતુ મહિલાઓ માટે જમણી આંખ ફરકવી અશુભ ગણાય છે. મહિલાઓની જમણી આંખ ફરકે તો સંકેત છે કે તેની સાથે અપ્રિય ઘટના બની શકે છે. અથવા તો તેને નુકસાન થઈ શકે છે. જો બંને આંખ ફડકે તો કોઈ જૂના મિત્ર કે સંબંધી સાથે મુલાકાત થઈ શકે છે 

ડાબી આંખ ફરકવી 

કોઈપણ પુરુષની જો ડાબી આંખ ફરકતી હોય તો તેને અશુભ માનવામાં આવે છે. પુરુષની ડાબી આંખ ફરકે તેનો સંકેત હોય છે કે તેની સાથે કોઈ અપ્રિય ઘટના ઘટી શકે છે. કોઈ સાથે તેનો ઝઘડો થઈ શકે છે અથવા તો તેના માનસન્માનને હાની થઈ શકે છે. 

સ્ત્રીની ડાબી આંખ ફરકવી

જો કોઈ સ્ત્રીની ડાબી આંખનો કોઈપણ ભાગ ફરકે તો તે શુભ ગણાય છે. પુરુષોથી વિરુદ્ધ મહિલાઓ માટે ડાબી આંખ ફરકવી અત્યંત શુભ ગણાય છે. ડાબી આંખ ફરકવીએ ભવિષ્યમાં થનાર શુભ ઘટનાનો સંકેત ગણાય છે. સ્ત્રીની ડાબી આંખ ફરકે તો તેને ધન લાભ પણ થઈ શકે છે.

(Disclaimer: અહીં આપેલી માહિતી સામાન્ય માહિતી પર આધારિત છે. ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news