Akshaya Tritiya 2023: આ તિથિએ કરવામાં આવતા કર્મનો નથી થતો નાશ, ખાસ જાણો અક્ષય તૃતિયા વિશે
Akshaya Tritiya 2023: વૈશાખ સુદ ત્રીજ એ અક્ષય તૃતીયા કે આખા ત્રીજ તરીકે ઓળખાય છે , આ તિથિ યુગાદિ કહેવાય છે કેમકે ત્રેતાયુગની આદિ તિથિ છે, વૈશાખ સુદ ત્રીજની રાત્રિના પ્રથમ પ્રહરમાં પરશુરામનો જન્મ થયો તેથી પરશુરામ જયંતિ તરીકે પણ ઓળખાય છે.
Trending Photos
જેનો ક્ષય થતો નથી તે અક્ષય તરીકે ઓળખાય છે વૈશાખ સુદ ત્રીજ યુગાદિ તિથિ છે એક ગણતરી મુજબ મેષ સંક્રાંતિ દરમિયાન આવતી હોય છે એટલે સૂર્ય મેષ રાશિમા હોય જે તેની ઉચ્ચ રાશિ છે અને સુદ ત્રીજ તિથી હોવાથી ચંદ્ર વૃષભમાં તેની ઉચ્ચ રાશિમાં હોય છે, આ યોગ વિશિષ્ટ હોય છે જેમાં સૂર્ય અને ચંદ્ર પોતપોતાની ઉચ્ચ રાશિમાં હોય, સૂર્ય અને ચંદ્રને આપણે પ્રત્યક્ષ દેવ તરીકે ઓળખીએ છીએ, જો આ દિવસે ઉપવાસ કરી દાન ધર્મ કરવામાં આવેતો ઉત્તમલોકની પ્રાપ્તિ થાય છે. આ દિવસે લક્ષ્મીનારાયણનું પૂજન કરવામાં આવે તો ઉત્તમ ફળની પ્રાપ્તિ થાય છે. ગંગા સ્નાન કરવાથી પણ પાપનો નાશ થાય છે.
આ તિથિ ત્રેતાયુગની આદિ તિથિ હોવાથી યુગાદિ કહેવાય છે. સર્વ પાપનો નાશ કરનાર અને સર્વ સુખ આપનાર છે, આ તિથિ એ કરવામાં આવતા કર્મનો નાશ થતો નથી માટે તે કર્મ અક્ષય બને છે જેથી અક્ષય તૃતીયા તરીકે પણ ઓળખાય છે, આ તિથિએ પુણ્ય સ્નાન, જપ, હોમ, મંત્ર, સિદ્ધિ વગેરે કાર્ય કરવાથી તેનું ફળ પણ અક્ષય બને છે.
આજે કલિયુગમાં પણ આ તિથિનો ભાવ ખૂબ જ રહેલો છે જેમાં મનુષ્ય યંત્ર સિદ્ધિ, સોનુ, જમીન, વાહન ખરીદી ઉપરાંત લગ્ન કરવા જેવી બાબત ને ખૂબ જ પ્રાધાન્ય આપે છે કેમકે આ કાર્ય દીર્ઘ બને. હાલમાં પણ આ દિવસ લગ્ન માટે કેટલાક પ્રાંતમાં કે પરિવારમાં વધુ પ્રધાન્યરૂપ જોવા મળે છે કેમકે તેઓની માન્યતા મુજબ આ દિવસે કરેલા લગ્ન ઘણા દોષને દૂર કરે છે એટલે આ દિવસે લગ્ન પણ વધુ જોવા મળે છે. કેટલીક જગ્યાએ વિદ્વાનોના માર્ગદર્શન પ્રમાણે વિશિષ્ટ કાર્યના આયોજન પણ થતા હોય છે.
ધર્મ ધ્યાન માં માનનાર આ દિવસે યંત્ર જેવાકે શ્રી યંત્ર, કનકધારા યંત્ર, લક્ષ્મી નારાયણ યંત્ર વગેરે ની સિદ્ધિ કે વિશેષ પૂજા કરતા હોય છે યંત્ર પર મંત્રનો પ્રભાવ ઉપજાવી તેના ફલને અક્ષય પ્રાપ્તિની ભાવના રાખવામાં આવે છે. વિદ્વાનો પાસેથી કે ધર્મ ગ્રંથમાં અક્ષય તૃતીયાની વિસ્તૃત માહિતી, વ્રત, પૂજાની જાણકારી મેળવી શકાય છે આપણને ઈશ્વરની કૃપાથી વર્ષમાં કેટલાક વિશિષ્ટ દિવસ, સમય વરદાનરૂપી મળેલા છે જેનો સદુપયોગ જીવન અને સમાજ ને શ્રેષ્ઠ બનાવવા માટેનો હોય છે.
(ડો. હેમીલ પી લાઠીયા, જ્યોતિષાચાર્ય)
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે