ગુજરાતની બાગડોર હવે આ સચિવ સંભાળશે, પંકજ જોશી બન્યા નવા ચીફ સેક્રેટરી

Gujarat CMO New Chief Secretary : ગુજરાતના નવા ચીફ સેક્રેટરી તરીકે પંકજ જોશીની નિમણૂંક, વર્તમાન CS રાજકુમારની નિવૃતિ બાદ 31 જાન્યુઆરીએ ચાર્જ લેશે
 

ગુજરાતની બાગડોર હવે આ સચિવ સંભાળશે, પંકજ જોશી બન્યા નવા ચીફ સેક્રેટરી

Gandhinagar News : ગુજરાતના મુખ્યમંત્રી કાર્યાલયના એસીએસ પંકજ જોશી નવા મુખ્ય સચિવ બનશે. સામાન્ય વહીવટ વિભાગે તેમની નિમણૂંક અંગેનું સત્તાવાર નોટિફિકેશન બહાર પાડ્યું છે. મુખ્ય સચિવ રાજ કુમાર જાન્યુઆરીના અંતમાં નિવૃત્ત થઈ રહ્યાં છે. ત્યારે પંકજ જોશીની તેઓની બદલી અને બઢતી સાથે ગુજરાત સરકારના મુખ્ય સચિવ તરીકે નિમણૂક કરવામાં આવી છે. 

કોણ છે પંકજ જોશી
પંકજ જોશી 1989 બેચના આઈએએસ ઓફિસર છે. તેઓ મૂળ ઉત્તરાખંડના રહેવાસી છે. હાલમાં સી.એમ.ઓ.માં કાર્યરત છે. અગાઉ પણ તેઓ સી.એમ.ઓ.માં એ.સી.એસ તરીકે ફરજ બજાવી ચૂક્યા છે. પંકજ જોશી અગાઉ નાણાં વિભાગ, એનર્જી અને પેટ્રોકેમિકલ વિભાગના પણ એ.સી.એસ રહી ચૂક્યા છે. . પંકજ જોશી વર્ષ 1989 બેચના આઈએએસ છે. તેઓ હાલ મુખ્યમંત્રી કાર્યાલયમાં એસીએસ તરીકે ફરજ બજાવી રહ્યા છે. પંકજ જોશી અગાઉ નાણાં વિભાગ, એનર્જી અને પેટ્રોકેમિકલ વિભાગના પણ એસીએસ રહી ચૂક્યા છે.

અધિક ગૃહ સચિવની રેસમાં પંકજ જોશી પહેલેથી જ મોખરે હતા. તો IAS શ્રીનિવાસ અને ACS એ.કે. રાકેશ પણ રેસમાં હતા. જેમાં પંકજ જોશીની નિમણૂંક કરવામાં આવી છે. 

આ પણ વાંચો : 

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news