અમૂલે દૂધના ભાવમાં કર્યો ઘટાડો, નવા વર્ષે ગુજરાતના નાગરિકોને રાહત આપતા સમાચાર
Amul Milk Price Hike : ગુજરાતીઓને મોંઘવારી વચ્ચે રાહત આપતા સમાચાર... અમૂલ ડેરી દ્વારા અમુલ ગોલ્ડ, તાજા અને ટી સ્પેશિયલના એક લીટર પાઉચના ભાવમાં ઘટાડો કરાયો
Trending Photos
Milk Price Hike : નવા વર્ષની શરૂઆતમાં અમુલે ગુજરાતની પ્રજાને આનંદના સમાચાર આપ્યા હતા. અમૂલ દૂધના જુદી જુદી ત્રણ પ્રોડક્ટસના ભાવમાં ઘટાડો થયો છે. અમુલ દૂધના 1 લીટરના પાઉચના ભાવમાં એક રૂપિયાનો ઘટાડો થયો છે. અમુલ ગોલ્ડ, તાજા અને ટી સ્પેશિયલના એક લીટર પાઉચના ભાવમાં ઘટાડો કરાયો છે. ત્યારે અમૂલે કઈ પ્રોડક્ટમાં કેટલા રૂપિયા ઓછા કર્યા અને હેવથી કેટલા રૂપિયા ઓછા ચૂકવવા પડશે તે જાણી લો.
- અમુલ ગોલ્ડ 1 લીટર પાઉચનો જૂનો ભાવ 66 રૂપિયા, અમુલ ગોલ્ડ 1 લીટર પાઉચનો નવો ભાવ 65 રૂપિયા
- અમુલ ટી સ્પેશિયલ 1 લીટર પાઉચનો જૂનો ભાવ 62 રૂપિયા, અમુલ ટી સ્પેશિયલ 1 લીટર પાઉચનો નવો ભાવ 61 રૂપિયા
- અમુલ તાજા 1 લીટર પાઉચનો જૂનો ભાવ 54 રૂપિયા, અમુલ તાજા 1 લીટર પાઉચનો નવો ભાવ 53 રૂપિયા
અમુલ દ્વારા છેલ્લા કેટલાક સમયથી દૂધના ભાવમાં સતત વધારો કરવામાં આવી રહ્યો છે. ત્યારે દૂધના ભાવ વધારા બાદ પ્રથમ વાર ઘટાડો જાહેર કરવામાં આવ્યો છે. નવા વર્ષની શરૂઆતમાં નાગરિકોને મોંઘવારી સામે રાહત આપતા સમાચાર છે.
આમ અમૂલે પહેલીવાર ભાવ વધાર્યા પછી ઘટાડો જાહેર કર્યો છે. પરિપત્ર અનુસાર ડિસ્ટ્રીબ્યુર્સ તથા રિટેલર્સ માર્જીન યથાવત રહેશે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે