Weird Wedding Rules: ભારતની એવી જગ્યા જ્યાં લગ્ન પછી પુરુષ જાય સાસરે, યુવતીઓ કરે યુવકને પ્રપોઝ

Weird Wedding Rules: ભારત વિવિધતાઓનો દેશ છે. અહીં દરેક સમાજમાં લગ્નના રીત રીવાજો પણ અલગ અલગ હોય છે. પરંતુ એક રાજ્ય એવું છે જ્યાં લગ્નનો રિવાજ દુનિયાથી અલગ છે. આજે તમને લગ્નના આ વિચિત્ર રિવાજ વિશે જણાવીએ.

Weird Wedding Rules: ભારતની એવી જગ્યા જ્યાં લગ્ન પછી પુરુષ જાય સાસરે, યુવતીઓ કરે યુવકને પ્રપોઝ

Weird Wedding Rules: ભારત વિવિધતાઓનો દેશ છે. અહીંના દરેક રાજ્યની સંસ્કૃતિ અને પરંપરાઓ અલગ અલગ હોય છે. પરંતુ વાત લગ્નની હોય તો મોટાભાગે એવું જ હોય છે કે યુવતી લગ્ન કરી પોતાના ઘરેથી સાસરે સ્થાયી થવા જાય છે. પણ ભારતનું એક રાજ્ય છે જ્યાં ઊંધો રિવાજ છે. એટલે કે અહીં લગ્ન પછી યુવક સાસરે છે.

સ્ત્રી ચલાવે ખાનદાન

નોર્થ ઈસ્ટર્ન સ્ટેટ મેઘાલયની ખાસી જનજાતિમાં લગ્નને લઈને આ રિત રિવાજ છે. આ જનજાતિમાં વંશ પિતા નહીં પરંતુ માતા ચલાવે છે. એટલે કે તેઓ માતૃવંશીય વ્યવસ્થા અનુસાર ઘર ચલાવે છે.

દીકરીને મળે સંપત્તિ

ઘરેલુ સંપત્તિ પણ માતા પછી દીકરીને ટ્રાંસફર કરવામાં આવે છે. સંતાન તેની માતાની સરનેમ રાખે છે. લગ્ન પછી યુવક તેનું ઘર છોડી સાસુ માંના ઘરે રહેવા આવે છે. આ સમાજમાં મહિલાઓને ભરપુર સમ્માન આપવામાં આવે છે.

પાર્ટનર પસંદ કરવાનો હક
મેઘાલયમાં એક જ ગોત્રના લોકો વચ્ચે લગ્ન થતા નથી. અહીં યુવતીઓ યુવકને પ્રપોઝ અને પસંદ કરે છે. તેમને જીવનસાથી પસંદ કરવાનો અધિકાર હોય છે. લગ્ન પહેલા તેઓ એકબીજાને સારી રીતે જાણી લેતા હોય છે.

પરિવારની સહમતિ જરૂરી
જો કે અહીં પારંપારિક લગ્ન જટિલ હોય છે. અહીં યુવક અને યુવતી એકબીજાને પસંદ કરી લે તો પણ લગ્ન ત્યારે જ થાય છે જ્યારે બંનેના પરિવારની સહમતિ મળે. 

દહેજ પ્રથા નથી

મેઘાલયના લગ્નની ખાસ વાત એ છે કે અહીં દહેજ પ્રથા નથી. અહીંના લગ્નમાં યુવતી ટ્રેડિશનલ જ્વેલરી પહેરે છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news