પાટણના ચાણસ્મામાં સર્જાઈ કરૂણાંતિકા; એક જ પરિવારના 5 લોકો તળાવમાં મોતને ભેટ્યાં, ગામમાં શોકનું મોજુ

Chansma Lake Accident: પાટણ જિલ્લાના ચાણસ્મા તાલુકાના વડાવલી ગામે એક અત્યંત ગોઝારી અને હૃદયદ્રાવક ઘટના બની છે. ગામના તળાવમાં ડૂબી જવાથી એક જ પરિવારના સભ્યો સહિત કુલ પાંચ લોકોના કરૂણ મોત નીપજ્યા છે.

પાટણના ચાણસ્મામાં સર્જાઈ કરૂણાંતિકા; એક જ પરિવારના 5 લોકો તળાવમાં મોતને ભેટ્યાં, ગામમાં શોકનું મોજુ

ઝી બ્યુરો/પાટણ: ચાણસ્મામાં ગોઝારો અકસ્માત થયો છે. ચાણસ્મા તાલુકાના વડાવલી ગામે તળાવમાં ડૂબી જવાથી માતા-પુત્ર સહિત 5ના કમકમાટીભર્યા મોત નિપજ્યા છે. એક વ્યક્તિનો પગ લપસતા ડૂબવા લગતા બચાવવા જતા અન્ય લોકો પણ ડૂબ્યા હોવાની માહિતી મળી છે. ઘટનાને લઈ ગામમાં શોકનો માહોલ જોવા મળી રહ્યો છે.

આ વિશે મળતી માહિતી પ્રમાણે, વડાવલી ગામમાં થયેલા એક દુ:ખદ ઘટનાએ સમગ્ર પંથકમાં ખળભળાટ મચાવી દીધો છે. આ ઘટના ત્યારે બની જ્યારે એક વ્યક્તિ લપસી ગયો અને તેને બચાવવાનો પ્રયાસ કરતી વખતે અન્ય ચાર લોકો પણ તળાવમાં ડૂબી ગયા હતા. ગામ લોકોએ તમામને તાત્કાલિક બહાર કાઢ્યા હતા અને સારવાર માટે ચાણસ્મા સરકારી હોસ્પિટલ ખસેડ્યા હતા.

ડૂબવાથી મોતને ભેટેલા લોકોના નામ

  • સોહેલ રહીમભાઈ કુરેશી (ઉં.વ. 14)
  • સિમરન સલીમભાઈ સિપાહી (ઉં.વ.12
  • ફિરોઝા કાલુભાઈ મલેક (ઉં.વ.32)
  • અબ્દુલ કાદિર કાલુભાઈ મલેક (ઉં.વ.10)
  • મેહરા કાલુભાઈ મલેક (ઉં.વ.8)

મૃતકોમાં એક જ પરિવારની માતા અને 2 બાળકોનો સમાવેશ થાય છે. આ ઘટનાને કારણે સમગ્ર ગામમાં શોકનો માહોલ છે. પોસ્ટમોર્ટમ બાદ મૃતદેહો પરિવારને સોંપવામાં આવશે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news