ઈંગ્લેન્ડ પર ભારી પડી રોહિત શર્માની વિસ્ફોટક સદી, બીજી વનડે જીતીને ટીમ ઈન્ડિયાએ સિરીઝ પર કર્યો કબજો
IND vs ENG: કેપ્ટન રોહિત શર્મા (119 રન)ની વિસ્ફોટક સદી અને શુભમન ગિલ (60 રન) સાથે પ્રથમ વિકેટ માટે 136 રનની પાર્ટનરશિપથી ભારતે બીજી વનડેમાં ઈંગ્લેન્ડને ચાર વિકેટે હરાવ્યું હતું. આ સાથે જ ટીમ ઈન્ડિયાએ ત્રણ મેચની સિરીઝમાં 2-0થી અજેય સરસાઈ મેળવી લીધી છે.
Trending Photos
IND vs ENG: કેપ્ટન રોહિત શર્મા (119 રન)ની વિસ્ફોટક સદી અને શુભમન ગિલ (60 રન) સાથે પ્રથમ વિકેટ માટે 136 રનની પાર્ટનરશિપથી ભારતે બીજી વનડેમાં ઈંગ્લેન્ડને ચાર વિકેટે હરાવ્યું હતું. આ સાથે જ ટીમ ઈન્ડિયાએ ત્રણ મેચની સિરીઝમાં 2-0થી અજેય સરસાઈ મેળવી લીધી છે. ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવા ઉતરેલી ઈંગ્લેન્ડની ટીમ 50 ઓવર પણ રમી શકી ન હતી અને 304 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. જવાબમાં ટીમ ઈન્ડિયાના કેપ્ટન રોહિત શર્માની તોફાની સદી અને ગીલની વિસ્ફોટક ઇનિંગની મદદથી 44.3 ઓવરમાં 308 રન બનાવીને જીત મેળવી હતી.
રોહિતની શાનદાર સદી
છેલ્લા લાંબા સમયથી રન બનાવવા માટે સંઘર્ષ કરી રહેલા રોહિતે બેટિંગ માટે યોગ્ય પીચ પર 26મી ઓવરમાં આદિલ રશીદની બોલ પર લોંગ ઓફ પર સિક્સર ફટકારીને ODIમાં પોતાની 32મી સદી પૂરી કરીને રાહતનો શ્વાસ લીધો હતો, જે તેના ચહેરા પર સ્પષ્ટ દેખાતી હતી. આ માટે તેમણે 76 બોલ રમ્યા જેમાં 7 સિક્સ અને 9 ફોર ફટકારી હતી. રોહિતની 90 બોલમાં 12 ચોગ્ગા અને સાત સિક્સરની મદદથી 44.3 ઓવરમાં છ વિકેટે 308 રન બનાવીને આ લક્ષ્યાંક હાંસલ કર્યો હતો.
જાડેજાની સ્પિન ચાલ્યો જાદુ
બારાબતી સ્ટેડિયમમાં ડાબોડી સ્પિનર રવિન્દ્ર જાડેજાએ શાનદાર બોલિંગ કરી અને 35 રન આપીને ત્રણ વિકેટ લીધી, જેના કારણે ભારતે મધ્ય ઓવરોમાં પોતાની પકડ મજબૂત કરી અને ઇંગ્લેન્ડને 49.5 ઓવરમાં 304 રનમાં ઓલઆઉટ કરી દીધી હતી. આ જીત ચેમ્પિયન્સ ટ્રોફી પહેલા ભારત માટે મનોબળ વધારનારી હશે. રોહિતે શ્રેયસ અય્યર (44 રન) સાથે ત્રીજી વિકેટ માટે 70 રનની પાર્ટનરશિપ કરી હતી. ભારતીય કેપ્ટનની પારી 30મી ઓવરમાં સમાપ્ત થઈ હતી, જ્યારે તે લિયામ લિવિંગસ્ટોનના બોલને ઊંચો રમવાનો પ્રયાસ કરતી વખતે મિડવિકેટ પર આદિલ રશીદના હાથે કેચ આઉટ થયો. ત્યારે ટીમનો સ્કોર ત્રણ વિકેટે 220 રન હતો. આ પછી અક્ષર પટેલ (અણનમ 41 રન) અને રવિન્દ્ર જાડેજા (અણનમ 11 રન)એ ટીમને આસાનીથી જીત સુધી પહોંચાડી હતી.
ગત મેચમાં સસ્તામાં આઉટ થયેલા રોહિતે મેચની શરૂઆતથી જ આક્રમક રીતે રમવાની રણનીતિ બનાવી હતી. બીજી જ ઓવરમાં તેમણે ગુસ એટિકન્સનની બોલને ફ્લિક કર્યો અને તેને મિડવિકેટ પર ઊંચક્યો, જે સીધો સિક્સર માટે ગયો, જેનું દર્શકોએ હર્ષનાદ સાથે સ્વાગત કર્યું. ભારતીય કપ્તાન ફોર્મમાં વાપસી કરી અને આગલી ઓવરમાં સાકિબ મહમૂદના બોલને કવરની ઉપર સિક્સર ફટકાર્યો, ત્યારબાદ પાંચમી ઓવરમાં પણ રોહિતે મહમૂદના બોલને સિક્સર ફટકાર્યો હતો, પોતાનો ઈરાદો સ્પષ્ટ કરી દીધો હતો. તેમણે માત્ર 30 બોલમાં ચાર ચોગ્ગા અને ચાર સિક્સરની મદદથી અડધી સદી ફટકારી હતી.
ગિલે પણ તાકાત બતાવી
ગિલ 14મી ઓવરમાં માર્ક વુડના બોલ પર એક રન લઈને બન્ને વચ્ચે 100 રનની પાર્ટનરશિપ પૂરી કરી હતી. જો કે, વુડ તેની ગતિથી બેટ્સમેનોને પરેશાન કરતો હતો, રોહિત અને ગીલે સંપૂર્ણ વર્ચસ્વ જાળવી રાખ્યું હતું. ગિલે આગલી ઓવરમાં આદિલ રાશિદની બોલ પર એક રન લઈને પોતાની અડધી સદી પૂરી કરી હતી. રોહિત ફરીથી તેની જૂની લયમાં જોવા મળી રહ્યો હતો અને ઝડપથી રન બનાવી રહ્યો હતો, ઈંગ્લેન્ડના કેપ્ટન જોસ બટલરે બોલિંગમાં ફેરફારો કર્યા અને જેમી ઓવરટોન (5 ઓવરમાં 27 રન આપીને 2 વિકેટ)નો સમાવેશ કર્યો, જેમણે આવતાની સાથે જ ગિલને એક ઉત્તમ યોર્કર સાથે બોલ્ડ કર્યો. આનાથી તેની 52 બોલની ઇનિંગ્સનો અંત આવ્યો જેમાં નવ ચોગ્ગા અને એક સિક્સરનો સમાવેશ થાય છે.
ઈંગ્લેન્ડ 304 રન જ બનાવી શકી
ટોસ જીતીને બેટિંગ કરવાનો નિર્ણય લીધા પછી, ઇંગ્લેન્ડના ડકેટ, રૂટ અને કેપ્ટન જોસ બટલર (34 રન)ના યોગદાનથી સારો પાયો નાખ્યો હતો. ઈંગ્લેન્ડનો સ્કોર 35 ઓવરમાં ત્રણ વિકેટે 200 રન હતો, જેના કારણે એવું લાગી રહ્યું હતું કે, ટીમ 330થી વધુ રન બનાવવામાં સફળ રહેશે. જાડેજાએ ક્રીઝ પર સેટ થયેલા આક્રમક બેન ડકેટ (65 રન) અને જો રૂટ (69 રન)ને આઉટ કર્યા, જેના કારણે ઈંગ્લેન્ડ મજબૂત શરૂઆતના મોટા સ્કોર સુધી લંબાવી શકી નહીં. જાડેજાની બોલિંગે તેનો રન રેટ અંકુશમાં રાખ્યો હતો. લિયામ લિવિંગસ્ટોને 32 બોલમાં બે ચોગ્ગા અને બે સિક્સર સાથે 41 રન અને આદિલ રાશિદે પાંચ બોલમાં 14 રન ન બનાવ્યા હોત તો સ્કોર અહીં સુધી ન પહોંચ્યો હોત.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે