Pookie: કોઈ છોકરી છોકરાને 'પૂકી' ક્યારે કહે છે ખબર છે તમને ? મજેદાર છે આ વિચિત્ર શબ્દનો અર્થ

Pookie word Meaning: નવી નજરેશન માટે પ્રેમ અને સંબંધોની વ્યાખ્યા બદલી ગઈ છે તે રીતે પ્રેમ વ્યક્ત કરવાની રીતો પણ બદલી ગઈ છે. સોશિયલ મીડિયાના આ સમયમાં વિચિત્ર શબ્દો દ્વારા પ્રેમ વ્યક્ત કરવામાં આવે છે. આવો જ એક શબ્દ છે પૂકી જે આજકાલ પોપ્યુલર છે. આજે તમને આ શબ્દનો અર્થ શું થાય છે તે જણાવીએ

Pookie: કોઈ છોકરી છોકરાને 'પૂકી' ક્યારે કહે છે ખબર છે તમને ? મજેદાર છે આ વિચિત્ર શબ્દનો અર્થ

Pookie word Meaning: નવી જનરેશનના પ્રેમી કપલ વચ્ચે કેટલાક શબ્દો ખૂબ જ પોપ્યુલર થયા છે. યુવાનોમાં પ્રેમની વ્યાખ્યા બદલી છે તેની સાથે જ પ્રેમ વ્યક્ત કરવાની રીત પણ બદલી છે. આજના સમયમાં કપલ બેબી, સ્વીટી, હની, ડાર્લિંગ જેવા સામાન્ય શબ્દો વાપરીને પ્રેમ વ્યક્ત કરતા નથી. પ્રેમ વ્યક્ત કરવા માટે અલગ અલગ સ્લેંગનો ઉપયોગ કરે છે. રિલેશનશિપમાં કપલ એકબીજાને એવા વિચિત્ર નામોથી બોલાવે છે કે તમને પણ વિચાર આવે કે આ શબ્દનો અર્થ શું થાય? આવો જ એક શબ્દ છે પૂકી જે ખૂબ જ ફેમસ થયો છે. આજે તમને જણાવીએ આ શબ્દનો અર્થ ખરેખર શું થાય?

પૂકી શબ્દનો અર્થ 

પૂકી એક ક્યુટ નિકનેમ છે. જેનો ઉપયોગ પાર્ટનર પોતાના પ્રિયજન, મિત્ર કે પરિવારના સભ્યોને બોલાવવા માટે કરે છે. આ શબ્દનો ઉપયોગ પ્રેમ, દિલની લાગણીને વ્યક્ત કરવા માટે કરવામાં આવે છે. જોકે આ શબ્દ ક્યાંનો છે તે તો ક્લિયર નથી પરંતુ લવ્ડ વન્સ પોતાના પ્રિયજન માટે આ મજેદાર શબ્દને આજના સમયમાં વધારે ઉપયોગમાં લે છે. 

પૂકી શબ્દનો ઉપયોગ અમેરિકા અને યુરોપમાં સૌથી વધુ પોપ્યુલર છે. સોશિયલ મીડિયાના પ્રભાવના કારણે ભારતમાં પણ આ શબ્દ હવે લોકપ્રિય થવા લાગ્યો છે. 

કોઈને પૂકી કહો તો તેનો અર્થ શું થાય ?

- જ્યારે કોઈ વ્યક્તિને પૂકી કહીને બોલાવવામાં આવે છે તો તે દર્શાવે છે કે તે વ્યક્તિને તમે પ્રેમ કરો છો અને સ્પેશિયલ ફિલ કરાવવા માંગો છો. 

- આ શબ્દ ક્યુટ અને મજેદાર છે જે સંબંધોમાં ચંચળતા વધારે છે. જ્યારે ક્યુટલી રોમેન્સ કરવાનો મૂડ હોય ત્યારે પણ આ શબ્દનો ઉપયોગ કરવામાં આવે છે. 

- દરેક કપલની અલગ અલગ સ્ટાઇલ હોય છે તેઓ પૂકી શબ્દનો ઉપયોગ કરીને એકબીજાને ખાસ ફીલ કરાવવા માટે પણ આ શબ્દને વાપરે છે 

- Instagram સહિતના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર પૂકી શબ્દ ટ્રેન્ડ કરે છે જેના કારણે યુવાનો તેનો ઉપયોગ વધારે કરતા હોય છે.

(Disclaimer: અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારી પર આધારિત છે. ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.)
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news