મહિલાઓના અભદ્ર અને નગ્ન Video વાયરલ કરવાના કેસમાં મોટો ખુલાસો, 60-70 હોસ્પિટલના CCTV પણ હેક કરાયા

Women Shocking Video Viral : મહિલાઓના ચેકઅપના વીડિયો વાઇરલ કેસમાં મોટો ખુલાસો... પ્રયાગરાજના યુટ્યૂબરે કુંભમાં નહાતી મહિલાઓના વીડિયો પણ અપલોડ કર્યા... દેશના 60-70 હોસ્પિટલના CCTV હેક થયાની શક્યતા

મહિલાઓના અભદ્ર અને નગ્ન Video વાયરલ કરવાના કેસમાં મોટો ખુલાસો, 60-70 હોસ્પિટલના CCTV પણ હેક કરાયા

Hospital Medical Check Up Video Viral : મહિલાઓના અભદ્ર વીડિયો વાયરલ કરવાના કિસ્સામાં ચોંકાવનારા ખુલાસા થઈ રહ્યાં છે. રાજકોટની હોસ્પિટલના વાયરલ વીડિયોનો મામલે ત્રણ આરોપીઓની સાયબર ક્રાઇમે ધરપકડ કરી છે. પ્રજ્વલ તૈલી, પ્રજ પાટીલ અને ચંદ્રપ્રકાશ ભીંસની ધરપકડ કરાઈ છે. સાયબર ક્રાઇમની ટીમે એક આરોપી ઉત્તરપ્રદેશ અને બે આરોપી મહારાષ્ટ્રથી ધરપકડ કરી છે. ત્યારે આ આરોપીઓની પૂછપરછમાં મોટો ખુલાસો થયો છે કે, આ હેકર્સે માત્ર રાજકોટ જ નહિ, દેશની 60-70 જેટલી હોસ્પિટલના વીડિયો પણ હેક કર્યા છે. 

પ્રયાગરાજના યુટ્યૂબરના મોબાઈલમાંથી કુંભમાં નાહતી મહિલાઓના વીડિયો અપલોડ થયા છે. તપાસમાં ત્રણેયે મહાકુંભમાં સ્નાન કરતી મહિલાઓના પણ વીડિયો વેચ્યા હોવાનો ખુલાસો થયો છે. જોકે, આ ઉપરાંત જે બીજા ખુલાસા થયા છે તે વધુ ચોંકાવનારા છે. તપાસમાં સામે આવ્યું કે, મહારાષ્ટ્રનો પ્રજ્વલ તૈલી મુખ્ય આરોપી છે. 8 મહિનામાં આરોપી પ્રજવલ તેલીએ વીડિયો થકી 1 લાખની કમાણી કરી હતી. 800 થી 2000 રૂપિયામાં તે વીડિયો વેચતો હતો. ઉત્તરપ્રદેશના પ્રયાગરાજનો ચંદ્રપ્રકાશ પણ વીડિયો અને ફોટા ઓનલાઈન વેચતો હતો.

હેકરના Ip એડ્રેસ રોમાનીયા અને એન્ટાલિયાના છે. માત્ર રાજકોટની જ નહિ, દેશની 60-70 હોસ્પિટલના વીડિયો હેક કરાયા છે. આરોપીના ટેલિગ્રામમાં 100 થી વધુ સબક્રાઇબર છે. હોસ્પિટલ ઉપરાંત થેટર, મોલ સહિતની મહિલાના વીડિયો મળી આવ્યા છે. પાયલ હોસ્પિટલના ડેટા હેક કરાયા હતા. 2 અલગ અલગ થીયરી પર પોલીસ કામ કરી રહી છે. પ્રથમ થિયરી એ છે કે, પાયલ હોસ્પિટલના cctv ફૂટેજ હેકરે કેવી રીતે હેક કર્યા. બીજી થીયરીમાં ત્રણ આરોપી પાસે વીડિઓ ક્યાંથી અને કેવી રીતે આવ્યા તેની તપાસ ચાલી રહી છે. પાયલ હોસ્પિટલના cctv વીડિયો વર્ષ 2024 માં ફેબ્રુઆરી-માર્ચ માસમાં હેક થયા હતા. હોસ્પિટલમાં દર્દી દ્વારા સારવાર સમયે આક્ષેપ થતા cctv લગાડવામાં આવ્યા હતા. 

 

— Zee 24 Kalak (@Zee24Kalak) February 17, 2025

 

 

આખી ઘટનાના સમગ્ર ગુજરાતમાં પડઘા પડ્યા
રાજકોટની પાયલ મેટરનિટી હોસ્પિટલના લેબર રૂમમાં ગર્ભવતી મહિલાઓની ચકાસણીના CCTV વાયરલ થવા મુદ્દે રાજકારણ ગરમાયું છે. સાયબર ક્રાઇમ દ્વારા સતત બીજા દિવસે હોસ્પિટલના સંચાલકો અને ડોક્ટરોના નિવેદનો લેવામાં આવ્યા છે. આ ઘટનાના પડઘા સમગ્ર ગુજરાતમાં પડ્યા છે. હજુ પણ યુ ટ્યુબ અને ટેલિગ્રામના ગ્રુપમાં અનેક હોસ્પિટલોના સીસીટીવી સબ્સ્ક્રાઇબ કરી જોઈ શકાય છે. જોકે આ મુદ્દે હવે કોંગ્રેસ મેદાને આવી છે અને આજે પાયલ હોસ્પિટલ ખાતે વિરોધ કર્યો હતો. તો બીજી તરફ હોસ્પિટલના સંચાલકોએ પોતાનો બચાવ કરતા કહ્યું હતું કે, કેમેરાનો કન્ટ્રોલ હેક થયો હોવાની શંકા છે જો હોસ્પિટલના સ્ટાફની આ ઘટનામાં સંડોવણી ખુલશે તો કાયદેસર કાર્યવાહી કરવામાં આવશે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news