છપ્પનની છાતીવાળા ખેડૂતની અનોખી સેવા! સમૂહલગ્ન માટે જમીન આપવા 25 વીઘા ઘઉંનો પાક ગાયોને ખવડાવી દીધો
Patidar Samaj : બનાસકાંઠાના રાનેરમાં એક દિલદાર ખેડૂતે 211 દીકરીઓના સમૂહલગ્ન માટે 50 વીઘા ઘઉંનો પાક ગાયોને ખવડાવી દીધો... એટલું જ નહિ 25 વીઘામાં એરંડાના પાક પર કટર મરાવી દીધું
Trending Photos
Banaskantha New બનાસકાંઠા : બનાસકાંઠાના એક ખેડૂતની અનોખી દિલદારી સામે આવી છે. આ ખેડૂતે પોતાના સમાજના સમુહલગ્ન પ્રસંગ માટે જમીન આપવા એવું કામ કર્યું કે, ભલભલા ચોંકી ગયા. ખેડૂતે 211 દીકરીઓના સમૂહલગ્ન માટે 50 વીઘા ઘઉંનો પાક ગાયોને ખવડાવી દીધો. એટલું જ નહિ 25 વીઘામાં એરંડાના પાક પર કટર મરાવી દીધું.
હાલ ગુજરાતના આ ખેડૂતની દરિયાદિલીનો કિસ્સો ચર્ચામાં આવ્યો છે. કાંકરેજ તાલુકાના રાનેર ગામે ખેડૂતે પોતાના ઘઉંના ખેતરમાં ગાયો ચરાવી દીધી. જેનું કારણ પણ અજીબ છે. ખેડૂતે સમૂહલગ્ન માટે 50 વીઘા ઘઉંનો પાક ગાયોને ખવડાવી દીધો. સમૂહ લગ્ન માટે મુખ્ય આયોજક કનુભા જાદવે પોતાની 50 વીઘા જમીન ઉપયોગમાં લેવા આવું કર્યું હતું. તેમણે ઘઉં અને દિવેલાનાં પાકો નષ્ટ કરી 15 લાખ જેટલું નુકસાન વ્હોરી લીધું ઠે અને આ જમીન દીકરીઓના સમૂહ લગ્ન માટે આપી છે.
રાનેર ગામે 22 ફેબ્રુઆરી ગુજરાતમાંથી 211 દીકરીઓના સમુહ લગ્ન પ્રસંગનું આયોજન કરવામા આવ્યું છે. જેમાં કદમ સેવા સમિતિ ટ્રસ્ટ દ્વારા 211 દીકરીઓના સમૂહ લગ્નમા દીકરીઓ પાસેથી ફક્ત એક રૂપિયો લઈ લગ્ન કરાવશે. આ સમુહલગ્નમાં પોતાનું યોગદાન આપવા માટે કનુભા જાદવે જમીન આપી. પરંતું તેમાં ખેતી થયેલી હોવાથી તેમણે આ રીત અપનાવીને પોતાની જમીન પ્રસંગ માટે આપી.
આ અંગે પ્રમુખ મેલાજી ઠાકોર અને મંત્રી નરેન્દ્રસિંહ રાજપુતે જણાવ્યું હતુ કે, પ્રસંગ યોજવા માટે મુખ્ય આયોજક કનુભા વી. જાદવે તેમના 25 વીઘા જમીનમાં વાવેલો ઘઉંનો પાક ગાયોને ખવડાવી હતો. તેમજ 25 વીધા એરંડાના પાકમાં કટર મરાવી દીધું હતું.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે