Guru Margi: વૃષભ રાશિમાં માર્ગી થશે ગુરુ, 5 રાશિઓને કરાવશે જોરદાર ફાયદા, ધાર્યું નહીં હોય એવી-એવી જગ્યાએથી મળશે ધન
Jupiter margi in Taurus Rashifal: સુખ, સૌભાગ્યના દાતા ગુરુ 4 ફેબ્રુઆરી 2025 થી પોતાની ચાલ બદલશે. ગુરુ ગ્રહ હવે વૃષભ રાશિમાં માર્ગી થશે. માર્ગી ગુરુ 5 રાશિના લોકોનું નસીબ ચમકાવી દેશે.
4 ફેબ્રુઆરી 2025 થી ગુરુ માર્ગી
જ્યોતિષ શાસ્ત્ર અનુસાર ઓક્ટોબર 2024 થી ગુરુ વૃષભ રાશિમાં વક્રી છે. વક્રી ગુરુ કેટલીક રાશિના લોકો માટે અશુભ હતો પરંતુ હવે આ સમય બદલવાનો છે. 4 ફેબ્રુઆરી 2025 થી ગુરુ માર્ગી થશે. ગુરુની સીધી ચાલ 5 રાશિના લોકોના ખરાબ સમયને દુર કરશે અને સારા દિવસોની શરુઆત કરાવી દેશે.
મેષ રાશિ
માર્ગી ગુરુ મેષ રાશિના લોકોને અપાર ધનલાભ કરાવશે. આર્થિક સમસ્યાઓ દુર થશે. ઘર-પરિવારમાં ખુશીઓનું વાતાવરણ રહેશે. વેપારમાં તેજી આવશે.
વૃષભ રાશિ
ગુરુ વૃષભ રાશિમાં જ માર્ગી થશે. તેથી આ રાશિના લોકોને અનેક લાભ થશે. અવિવાહિતોના લગ્ન નક્કી થઈ શકે છે. પરિણીત લોકોના જીવનમાં ખુશીઓ આવશે. શુભ સમાચાર મળશે.
કન્યા રાશિ
ગુરુની સીધી ચાલ કન્યા રાશિના અટકેલા કામ પુરા કરાવશે. ધન મળશે. કરિયરમાં સારી તકો મળશે. ધર્મ કર્મમાં રુચિ વધશે.
ધન રાશિ
ધન રાશિના લોકોને ગુરુ સમસ્યાઓથી મુક્તિ અપાવશે. માનસિક શાંતિ મળશે. આવકના નવા સ્ત્રોત બનશે. વૈવાહિક જીવન ખુશહાલ થશે.
મીન રાશિ
માર્ગી ગુરુ મીન રાશિના લોકોને બંપર લાભ કરાવશે. ઘર-પરિવારમાં માહોલ સારો રહેશે. ઉન્નતિ થશે. ધન લાભ થશે. પરિજનોનો સહયોગ મળશે.
Trending Photos