Valentine Day Trip: પાર્ટનર સાથે ખાસ સમય પસાર કરવો છે ? આ 5 જગ્યાએ ફરવા જવાનો બનાવો પ્લાન, ટ્રીપ યાદગાર બની જશે

Places For Valentine Day Trip: ફેબ્રુઆરી મહિનો પ્રેમનો મહિનો છે અને આ મહિનામાં જો તમે તમારા પાર્ટનર સાથે ખાસ જગ્યાએ ફરવા જવાનો પ્લાન કરી રહ્યા છો તો તમને 5 જગ્યાઓ વિશે જણાવીએ જે કપલ માટે બેસ્ટ ઓપ્શન છે.

Valentine Day Trip: પાર્ટનર સાથે ખાસ સમય પસાર કરવો છે ? આ 5 જગ્યાએ ફરવા જવાનો બનાવો પ્લાન, ટ્રીપ યાદગાર બની જશે

Places For Valentine Day Trip: ફેબ્રુઆરી મહિનાને પ્રેમનો મહિનો કહેવાય છે કારણ કે આ મહિનામાં વેલેન્ટાઈન વીકની ઉજવણી થાય છે. વેલેન્ટાઈન વીથ ઉજવવા માટે અને ખાસ તો વેલેન્ટાઈન ડે સેલિબ્રેટ કરવા માટે કપલ ફરવા પણ જતા હોય છે. વેલેન્ટાઈન ડે દરમિયાન બહાર જવાથી કપલને એકબીજા સાથે ક્વોલિટી ટાઈમ પસાર કરવાનો મોકો મળે છે. જો તમે પણ ગરબા ફરવાના શોખીન હોય અને આ વેલેન્ટાઈન ડે પર તમારા પાર્ટનર સાથે રોમેન્ટિક ટ્રીપ પર જવાનું પ્લાન કરી રહ્યા છો તો આજે તમને પાંચ એવી જગ્યા વિશે જણાવીએ જે કપલ માટે બેસ્ટ છે. વેલેન્ટાઈન ડે પર આ જગ્યાએ ફરવા જવાથી તમને જીવનભર યાદ રહે તેઓ અનુભવ મળશે. 

આ પણ વાંચો:

વેલેન્ટાઇન્સ ડે પર પાર્ટનર સાથે ફરવાની જગ્યાઓ 

આગ્રા

આગ્રામાં આવેલો તાજમહેલ પ્રેમનું પ્રતીક છે. જો આ વેલેન્ટાઈન ડે પર તમે તમારા પાર્ટનર સાથે રોમેન્ટિક ટ્રીપ પ્લાન કરો છો તો આગ્રા જઈ શકો છો. દિલ્હી નજીક ફરવાની આ બેસ્ટ જગ્યા છે. 

આ પણ વાંચો:

મનાલી 

વેલેન્ટાઈન ડે પર જો તમે કોઈ ઠંડી જગ્યાને મુલાકાત લેવા માંગો છો તો કપલ્સ માટે મનાલી પરફેક્ટ સ્પોટ છે. મનાલીની સુંદરતા તમારું દિલ જીતી લેશે અને સાથે જ તમારો પ્રેમ પણ સાતમા આસમાને પહોંચી જશે. વેલેન્ટાઈન ડે મનાલીમાં ઉજવવો યાદગાર બની જશે. 

નૈનીતાલ 

ભારતના સૌથી સુંદર હિલ સ્ટેશનમાં નૈનીતાલનો સમાવેશ થાય છે કપલ્સ માટે તો આ પરફેક્ટ જગ્યા છે. અહીં તમે તમારા પાર્ટનર સાથે રોમેન્ટિક મોમેન્ટની સાથે એડવેન્ચર સ્પોર્ટ્સ પણ કરી શકો છો. 

આ પણ વાંચો:

મસુરી 

વેલેન્ટાઈન ડે ની ઉજવણી માટે મસુરી પણ સારી જગ્યા છે. જો તમને એડવેન્ચરની ઈચ્છા હોય તો મસુરી ફરવા જાવ. મસુરીની સુંદરતા તમારા વેલેન્ટાઈન ડે ને યાદગાર બનાવી દેશે. અહીં તમે તમારા પાર્ટનર સાથે ક્વોલિટી ટાઈમ સારી રીતે પસાર કરી શકો છો. 

લેન્ડોર 

મસુરીથી થોડું દૂર લેન્ડોર આવેલું છે. આ એક ઓફબીટ જગ્યા છે. અહીં તમે તમારા પાર્ટનર સાથે શાંતિથી સમય પસાર કરી શકો છો. આ એવી જગ્યા છે જ્યાં તમે પાર્ટનર સાથે એકાંતમાં સમય પસાર કરી શકો છો અને તમને ડિસ્ટર્બ કરનાર વધારે લોકો નહીં હોય.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news