Oily Skin માટે બેસ્ટ છે આ હોમમેડ ફેસ સ્ક્રબ, ચહેરા પર લાવે છે Instant Glow
Homemade Face Scrub For Oily Skin: તૈલીય ત્વચાની સંભાળ રાખવા માટે બજારમાંથી મોંઘી પ્રોડક્ટ લેવાની બદલે તમે ઘરે કેટલાક સ્ક્રબ તૈયાર કરી શકો છો. ઘરે બનાવેલા આ સ્ક્રબ તમારી ત્વચાની સંભાળ પણ રાખશે અને સાથે જ સ્કીનને હેલ્ધી બનાવશે.
Trending Photos
Homemade Face Scrub For Oily Skin: ઓઇલી સ્કીનની સંભાળી રાખવી ખૂબ જ મુશ્કેલ હોય છે. તૈલીય ત્વચા હોય તો તેની સંભાળ રાખવા માટે ખાસ વસ્તુઓનો ઉપયોગ કરવો પણ જરૂરી છે. ત્વચાની જરૂરિયાતો પૂરી ન થાય તો ત્વચાને નુકસાન થઈ શકે છે. તૈલીય ત્વચાની સંભાળ રાખવા માટે બજારમાંથી મોંઘી પ્રોડક્ટ લેવાની બદલે તમે ઘરે કેટલાક સ્ક્રબ તૈયાર કરી શકો છો. ઘરે બનાવેલા આ સ્ક્રબ તમારી ત્વચાની સંભાળ પણ રાખશે અને સાથે જ સ્કીનને હેલ્ધી બનાવશે. આ સ્ક્રબ ચેહરા પર ઇન્સ્ટન્ટ ગ્લો લાવે છે.
આ પણ વાંચો:
કોફી સ્ક્રબ
કોફીમાં રહેલું કેફીન ત્વચા પર નેચરલ ગ્લો લાવવામાં મદદ કરે છે. તેને સ્ક્રબ તરીકે ઉપયોગમાં લેવા માટે એક મોટી ચમચી દહીં લેવું અને તેમાં એક ચમચી કોફી ઉમેરી સારી રીતે મિક્સ કરો. હવે તેની મદદથી ચહેરા પર બે થી ત્રણ મિનિટ માટે મસાજ કરો. ત્યાર પછી પાંચ મિનિટ તેને ચહેરા પર લગાવી રાખો. અઠવાડિયામાં બે વખત આ સ્ક્રબ નો ઉપયોગ કરવાથી તમારી ત્વચા પર ગ્લો દેખાવા લાગશે.
કાકડીનું સ્ક્રબ
કાકડી પણ ઓઇલી ત્વચા માટે બેસ્ટ છે. તેના માટે કાકડી ને ખમણી લેવી અને તેને ચહેરા પર લગાડી હળવા હાથે મસાજ કરો. પાંચ મિનિટ મસાજ કરી અને ચહેરાને ઠંડા પાણીથી ધોઈ લેવો.
કીવી સ્ક્રબ
કીવી ત્વચાના ટેક્સચર ને સુધારવામાં મદદ કરે છે. તેનું સ્ક્રબ બનાવવા માટે કીવીનો ગર કાઢી અને તેમાં બે ચમચી ખાંડ ઉમેરી મિક્સ કરો. હવે આ મિશ્રણને ચહેરા પર અપ્લાય કરો અને ત્રણ મિનિટ માટે મસાજ કરો. અઠવાડિયામાં બે વખત આ સ્ક્રબ કરવાથી ચહેરા પર ગ્લો વધશે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે