ખાવા-પીવાની આ વસ્તુઓને ફ્રીજમાં ન કરવી જોઈએ સ્ટોર, તેને ખાવાથી શરીરને થાય છે ગંભીર નુકસાન

Kitchen Tips: સામાન્ય રીતે દરેક ઘરના ફ્રીજમાં દૂધ, દહીં, છાશ, ફળ, શાકભાજી, ચોકલેટ જેવી અલગ અલગ વસ્તુઓ રાખવામાં આવે છે. પરંતુ શું તમે જાણો છો કે કેટલીક વસ્તુઓ એવી પણ છે જેને ફ્રીજમાં રાખવી જોઈએ નહીં. ? 

ખાવા-પીવાની આ વસ્તુઓને ફ્રીજમાં ન કરવી જોઈએ સ્ટોર, તેને ખાવાથી શરીરને થાય છે ગંભીર નુકસાન

Kitchen Tips: આજના સમયમાં ફ્રિજ જરૂરી સંસાધનોમાંથી એક બની ગયું છે. દૈનિક જરૂરીયાતની મોટાભાગની વસ્તુઓને ફ્રીજમાં રાખવામાં આવે છે જેથી તેને ખરાબ થતી અટકાવી શકાય. સામાન્ય રીતે દરેક ઘરના ફ્રીજમાં દૂધ, દહીં, છાશ, ફળ, શાકભાજી, ચોકલેટ જેવી અલગ અલગ વસ્તુઓ રાખવામાં આવે છે. પરંતુ શું તમે જાણો છો કે કેટલીક વસ્તુઓ એવી પણ છે જેને ફ્રીજમાં રાખવી જોઈએ નહીં. ?  આ વસ્તુઓને ફ્રીજમાં સ્ટોર કરી તેનો ખાવાપીવામાં ઉપયોગ કરવામાં આવે તો તેનાથી સ્વાસ્થ્યને ગંભીર નુકસાન થાય છે. તો ચાલો જાણીએ કઈ કઈ છે આ વસ્તુઓ. 

આ પણ વાંચો:
 
બ્રેડ - ઘરમાં બ્રેડ આવે અને તેનો ઉપયોગ કર્યા બાદ બ્રેડ વધે તો તેને ફ્રીજમાં રાખવામાં આવે છે. પરંતુ આમ કરવું જોઈએ નહીં. ફ્રીજમાં રાખેલી બ્રેડથી પાચન સંબંધી સમસ્યાઓ થઈ શકે છે.
 
કેળા- ઘણી વખત લોકો કેળાને વધારે દિવસ સુધી તાજા રાખવા માટે ફ્રીઝમાં મુકે છે. પરંતુ આમ કરવું નુકસાનકારક સાબિત થઈ શકે છે. કારણ કે ફ્રીઝમાં રાખવામાં આવેલા કેળામાંથી ઇથિલિન ગેસ નીકળે છે જેના કારણે તે અન્ય વસ્તુને પણ ખરાબ અસર કરે છે.
 
તરબૂચ- તરબૂચને ફ્રીજમાં રાખવાથી પણ નુકસાન થઈ શકે છે. તેને ફ્રીઝમાં રાખવાથી તેમાં રહેલા એન્ટીઓક્સિડન્ટનો નાશ થઈ જાય છે અને તેનો સ્વાદ પણ બદલી જાય છે.
 
મધ - મધને પણ ક્યારેય ફ્રિજમાં સ્ટોર ન કરવું.  આમ કરવાથી મધમાં ક્રિસ્ટલ બનવા લાગે છે અને તેને ખાવાથી સ્વાસ્થ્યને નુકસાન થઈ શકે છે.
 
બટેટા - બટેટાને પણ ફ્રીજમાં રાખવાથી તેમાં રહેલું સ્ટાર્ચ સડી જાય છે જેના કારણે તેનો સ્વાદ બગડે છે અને તે નુકસાન પણ કરે છે..
 
ટમેટા - ટમેટાને ફ્રીજમાં રાખવાથી તેની બહારની છાલ તો તાજી દેખાય છે પરંતુ ટમેટા અંદરથી પોચા પડી જાય છે અને ઝડપથી સડી જાય છે. આ ટામેટા ખાવાથી સ્વાસ્થ્યને નુકસાન થાય છે.

 

(Disclaimer: અહીં આપેલી માહિતી સામાન્ય માહિતી પર આધારિત છે. ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news