Dating Tips: પહેલી વાર ડેટ પર જતા હોય તો રાખો આ વાતનું ધ્યાન, અભ્યાસમાં ચોંકાવનારો ખુલાસો
સર્વેમાં સામે આવ્યું છે કે લગભગ 63 ટકા પુરુષો પહેલી ડેટ પર જૂઠું બોલે છે. આ જૂઠ્ઠાણું પગારથી લઈને આદતો સુધીનું હોઈ શકે. તો ચાલો જાણીએ કે, એવા કયા જૂઠ્ઠાણા છે જે પુરૂષો પહેલી જ ડેટ પર બોલે છે.
Trending Photos
નવી દિલ્હી: ફર્સ્ટ ડેટ પર જવું દરેક લોકો માટે ખૂબ જ ખાસ હોય છે. છોકરો હોય કે છોકરી, બંને ઈચ્છે છે કે તેઓ કંઈક એવું કરે જેથી તેમની ડેટ રિલેશનશીપમાં ફેરવાઈ જાય. આ માટે તેઓ પૂરતા પ્રયાસ પણ કરે છે કે, જેથી તેમનો ક્રશ ઈમ્પ્રેસ થઈ જાય. આ માટે ઘણા છોકરાઓ જૂઠું બોલવાની ટેવ છોડી શકતા નથી. આ વાત એક સ્ટડીમાં સામે આવી છે. જર્નલ ઓફ પર્સનાલિટી એન્ડ સોશિયલ સાયકોલોજીની એક સ્ટડીમાં જણાયુ કે મોટાભાગના પુરુષો પહેલી ડેટમાં જૂઠું બોલે છે.
સર્વેમાં સામે આવ્યું છે કે લગભગ 63 ટકા પુરુષો પહેલી ડેટ પર જૂઠું બોલે છે. આ જૂઠ્ઠાણું પગારથી લઈને આદતો સુધીનું હોઈ શકે. તો ચાલો જાણીએ કે, એવા કયા જૂઠ્ઠાણા છે જે પુરૂષો પહેલી જ ડેટ પર બોલે છે.
મોટાભાગના છોકરાઓ તેમની નોકરી વિશે છોકરીઓ સાથે જૂઠ્ઠું બોલે છે. કંપનીની પ્રોફાઈલ વિશે ઘણું વધારી-ચઢાવીને વાત કરે છે. જેથી છોકરીઓ બરાબર ઈમ્પ્રેસ થઈ જાય.
પોતાના પરિવારના સભ્યો અંગે જૂઠું બોલવું. મોટાભાગના છોકરાઓ વિચારે છે કે તેઓ પરિવાર વિશે સારી વાતો કહીને છોકરીને ઈમ્પ્રેસ કરી શકે છે. તેથી જ તેઓ માતા અને પરિવાર સાથે જોડાયેલી વાતો, કિસ્સાઓ વધારી-ચઢાવીને કહે છે. આ સાથે તેઓ પરિવારના સભ્યો પ્રત્યે પોતાનો પ્રેમ કેટલો છે તેની પણ વાત કરે છે. જેથી સ્પષ્ટ થઈ જાય કે તે પૂરી રીતે ફેમિલી મેન છે.
મોટાભાગના પુરૂષો પહેલી ડેટ પર શાંત અને કૂલ દેખાવાનો પ્રયત્ન કરે છે. જેથી છોકરીઓ પર સારી ઈમ્પ્રેશન પડી શકે. આ માટે તેઓ સારી-સારી વાતો કરીને છોકરીઓને રિલેક્સ ફીલ કરાવે છે. જોકે, છોકરીઓને હદથી વધુ બોલવાવાળા છોકરાઓ ઓછા પસંદ પડે છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે