Clear Skin Tips: અનઈવન સ્કિન ટોન, ટેનિંગ અને ગંદકી કાયમી દૂર કરવા માટે અજમાવી જુઓ આ નેચરલ ઉપાય
Tomato For Clear Skin: ટામેટા એક રસદાર શાક છે, જેનો ઉપયોગ લોકો સામાન્ય રીતે શાકભાજીમાં, રસ અથવા સલાડ તરીકે કરે છે. પરંતુ ટામેટા વિટામિન સી અને વિટામિન ઇ જેવા ગુણોથી સમૃદ્ધ છે જે તમારી ત્વચાને સુધારવામાં પણ મદદ કરે છે.
Trending Photos
Tomato For Clear Skin: ટામેટા એક રસદાર શાક છે, જેનો ઉપયોગ લોકો સામાન્ય રીતે શાકભાજીમાં મસાલા, રસ અથવા સલાડ તરીકે કરે છે. પરંતુ ટામેટા વિટામિન સી અને વિટામિન ઇ જેવા ગુણોથી સમૃદ્ધ હોય છે જે તમારી ત્વચાને સુધારવામાં મદદ કરે છે. આ સિવાય ટામેટામાં લાઇકોપીન નામનું તત્વ હોય છે, જે તમારી ત્વચાની તમામ સમસ્યાઓને દૂર કરવામાં મદદરૂપ સાબિત થાય છે. આજે અમે તમારા માટે ટામેટાને ત્વચા પર લગાવવાની કેટલીક રીતો લઈને આવ્યા છીએ. જે તમને ટેનિંગ અને ડેડ સ્કિનને દૂર કરવામાં મદદ કરશે. તો ચાલો જાણીએ કે ત્વચા પર ટામેટાં કેવી રીતે લગાવવા જોઈએ..
આ પણ વાંચો:
Jioની ધુંઆધાર ઓફર! આ પ્લાન્સ સાથે Free મળી રહ્યો છે 40GB ડેટા
આ 4 રાશિના જાતકો ચેતી જજો! 2 મહિના ખુબ જ સાચવજો, બની રહ્યો છે અશુભ 'ષડાષ્ટક યોગ'
2 દિવસ બાદ 'મૃત્યુ પંચક'નો યોગ, ભૂલથી પણ 5 દિવસ સુધી ન કરતા આ કામ; નહીંતર પસ્તાશો!
ત્વચા પર ટામેટાંનો ઉપયોગ કેવી રીતે કરવો-
1. ટેનિંગ દૂર કરવા માટે-
આ માટે એક બાઉલમાં ટામેટાંનો રસ કાઢી લો. ત્યારબાદ તેમાં 2 ચપટી હળદર અને અડધી ચમચી ચંદન પાવડર નાખીને મિક્સ કરો. આ પછી, આ પેસ્ટને ચહેરા પર લગાવો, તેને સારી રીતે સૂકવી લો અને ધોઈ લો. અઠવાડિયામાં એકવાર આ ફેસ પેક જરૂર લગાવવું જોઈએ.
2. ડેડ સ્કિન સેલ્સને હટાવવા માટે-
ટોમેટો સ્ક્રબ બનાવવા માટે એક બાઉલમાં ટામેટાંનો રસ અને ખાંડ મિક્સ કરો. પછી આ સ્ક્રબને તમારી આંગળીઓમાં લો અને તેને તમારા ચહેરા પર લગાવો. આ પછી તમારા ચહેરાનો હળવા હાથે મસાજ કરો.તેને લગભગ 2 થી 3 મિનિટ સુધી ચહેરા પર લગાવો અને પાણીથી ચહેરો ધોઈ લો. આ તમારી ત્વચાને એક્સ્ફોલિયેટ કરશે જેથી તમારી ડેડ સ્કિન સરળતાથી નીકળી જશે.
3. ચહેરા પરથી ગંદકી સાફ કરો-
આ માટે અડધું ટામેટુ લો અને તેને કાપી લો. પછી તમે તેને હળવા હાથે ચહેરા પર ઘસો. આ સિવાય જો તમે ઈચ્છો તો ટામેટાંનો રસ કાઢીને ચહેરા પર વાપરી શકો છો. આનાથી સ્કિન ડીપલી ક્લીન થશે અને ફેસ પરથી એક્સ્ટ્રા ઓઇલ દૂર થશે. ટામેટા તમારા ચહેરા પર કુદરતી ચમક લાવવામાં પણ મદદ કરે છે.
(Disclaimer:અહીં આપેલી માહિતી ઘરગથ્થુ ઉપચાર અને સામાન્ય માહિતી પર આધારિત છે. તેને અપનાવતા પહેલા તબીબી સલાહ લેવી જોઈએ. ZEE24KALAK તેની પુષ્ટિ કરતું નથી.)
આ પણ વાંચો:
જો તમે ટ્રેનમાં મિડલ બર્થ બુક કરાવી હોય તો ચોક્કસ જાણી લેજો આ નિયમ
બેગ પેક કરો અને નીકળી પડો! ભારતના આ પ્રવાસન સ્થળો નથી ફર્યા તો તમે કંઈ નથી ફર્યા
Lucky Stones: હાથમાં રત્નો કેમ પહેરવા જોઈએ? જાણો તેના ખાસ નિયમો અને ફાયદા
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે