Assam Rifles કરી રહ્યું છે ભરતી, સેનામાં જોડાવવાનું સપનું હોય તો ચુકતા નહીં આ મોકો

કોરોનાની અસર ગુજરાત અને સમગ્ર દેશમાં થઈ રહી છે. જેના પગલે જરૂરિયાત મુજબ લોકડાઉનને લાગૂ કરવામાં આવ્યું હતું. અને આ સમયમાં ઘણા લોકોની નોકરી પણ છીનવાઈ ગઈ હતી. સાથે જ લોકોના રોજગાર-ધંધા પર માઠી અસર પડી હતી. આ સમયમાં નોકરી (jobs) શોધતા યુવાનો માટે આ એક સારા સમાચાર આવ્યા છે.

Assam Rifles કરી રહ્યું છે ભરતી, સેનામાં જોડાવવાનું સપનું હોય તો ચુકતા નહીં આ મોકો

નવી દિલ્હીઃ આસામ રાઈફલ્સ માં વિવિધ જગ્યાઓ માટે ભરતી કરવામાં આવી છે. અલગ- અલગ રાજ્યોમાં કુલ 1230 જગ્યાઓ માટે ભરતી કરવામાં આવી છે. કોરોનાની અસર ગુજરાત અને સમગ્ર દેશમાં થઈ રહી છે. જેના પગલે જરૂરિયાત મુજબ લોકડાઉનને લાગૂ કરવામાં આવ્યું હતું. અને આ સમયમાં ઘણા લોકોની નોકરી પણ છીનવાઈ ગઈ હતી. સાથે જ લોકોના રોજગાર-ધંધા પર માઠી અસર પડી હતી. આ સમયમાં નોકરી (jobs) શોધતા યુવાનો માટે આ એક સારા સમાચાર આવ્યા છે.

આ રીતે કરી શકાશે અરજી:
આસામ રાઈફલ્સમાં જોડાવવા માગતા યુવાનો http://www.assamrifles.gov.in/ પરથી અરજી કરી શકશે.  ઉમેદવાર તારીખ 11-09-2021 થી 25-10-2021 સુધી અરજી કરી શકશે. જ્યારે રેલીમાં જોડાવાની તારીખ 01-12-2021 એ જોડાવવાનું રહેશે.

વય મર્યાદા:
આ પદ માટે જોડાવવા માટે ઉમેદવારોની વય 18થી 23 વર્ષની વચ્ચે હોવી જોઈએ. તથા કેટેગરીના અનુસાર વયમાં છૂટ આપવામાં આવશે.

પરીક્ષા ફી:
આ પદ માટે જોડાવવા માટે ઉમેદવારે ગ્રૂપ- B માં 200 , જ્યારે ગ્રૂપ- C માં 100 રૂપિયા ફી ભરવાની રહેશે. અને આ ફી ઓનલાઇન ભરી શકાશે.

સમગ્ર ભરતી પ્રક્રિયા સરકારે નક્કી કરેલાં ધારા-ધોરણો અને સેનાના નિતિ-નિયમો અનુસાર કરવામાં આવશે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news