આગ્રા-લખનઉ એક્સપ્રેસ વે પર ટેંકર અને બોલેરો વચ્ચે ટક્કર, 8ના મોત

બોલેરો ગાડી એક ટેંકરની સામે જઇને ટકરાઇ હતી, જેમાં 8 લોકોના મોત નિપજ્યા છે. આ અકસ્માતમાં ત્રણ લોકોને ઇજા પહોંચી છે. 

આગ્રા-લખનઉ એક્સપ્રેસ વે પર ટેંકર અને બોલેરો વચ્ચે ટક્કર, 8ના મોત

લખનઉ: ઉત્તર પ્રદેશના કન્નૌજમાં બુધવારે સવારે એક મોટો રોડ અકસ્માત સર્જાયો છે. અહીં લખનઉ-આગરા એક્સપ્રેસ વે નજીક બોલેરો ગાડી ટેંકર સાથે ટકરાતા 8 લોકોના મોત નિપજ્યા છે. કહેવામાં આવી રહ્યું છે કે બોલેરો ગાડી એક ટેંકરની સામે જઇને ટકરાઇ હતી, જેમાં 8 લોકોના મોત નિપજ્યા છે. આ અકસ્માતમાં ત્રણ લોકોને ઇજા પહોંચી છે. 

તમને જણાવી દઇએ કે આ પહેલાં પણ ગત 11 જૂનના રોજ અહીં મોટો રોડ અકસ્માત સજાર્યો હતો જેમાં 7 લોકોના મોત નિપજ્યા હતા. આ દરમિયાન એક રોડવેઝની બસે 7 લોકોને કચડી નાખ્યા હતા. જેમાં મોટાભાગના વિદ્યાર્થીઓ હતા. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news