Greater Noida Fire: ગ્રેટર નોઈડાના ગેલેક્સી પ્લાઝામાં ભીષણ આગ, જીવ બચાવવા લોકો 5માં માળેથી કૂદ્યા

ગ્રેટર નોઈડાના બિસરખ પોલીસ મથક ક્ષેત્રમાં આવેલા ગેલેક્સી પ્લાઝામાં ગુરુવારે ભયાનક આગ લાગી. આગ એટલી ભીષણ હતી કે ભાગદોડ મચી ગઈ. લોકો જીવ બચાવવા માટે 5માં માળેથી કૂદવા લાગ્યા. આ ઘટનાના વીડિયોમાં જોવા મળી રહ્યું છે કે કાચની દીવાલોવાળી ઈમારતમાંથી ભયંકર ધૂમાડો નીકળી રહ્યો છે અને ત્યાં કેટલાક લોકો લટકેલા છે. ઘણીવાર સુધી કોઈ મદદ ન મળતા લોકો કૂદવા લાગે છે. આ ઘટનામાં અનેક લોકોને ઈજા થઈ છે. 
Greater Noida Fire: ગ્રેટર નોઈડાના ગેલેક્સી પ્લાઝામાં ભીષણ આગ, જીવ બચાવવા લોકો 5માં માળેથી કૂદ્યા

Greater Noida Fire: ગ્રેટર નોઈડાના બિસરખ પોલીસ મથક ક્ષેત્રમાં આવેલા ગેલેક્સી પ્લાઝામાં ગુરુવારે ભયાનક આગ લાગી. આગ એટલી ભીષણ હતી કે ભાગદોડ મચી ગઈ. લોકો જીવ બચાવવા માટે 5માં માળેથી કૂદવા લાગ્યા. આ ઘટનાના વીડિયોમાં જોવા મળી રહ્યું છે કે કાચની દીવાલોવાળી ઈમારતમાંથી ભયંકર ધૂમાડો નીકળી રહ્યો છે અને ત્યાં કેટલાક લોકો લટકેલા છે. ઘણીવાર સુધી કોઈ મદદ ન મળતા લોકો કૂદવા લાગે છે. આ ઘટનામાં અનેક લોકોને ઈજા થઈ છે. 

આ ઘટના બપોરના સમયે ગૌર સિટી 1માં એવન્યૂ 1ના ત્રીજા માળે ઘટી. મળતી માહિતી મુજબ અગ્નિકાંડની સૂચના મળ્યા બાદ ફાયરના કર્મચારીઓ ઘટનાસ્થળે પહોંચી ગયા છે. આગ પર હાલ કાબૂ મેળવવામાં આવી રહ્યો છે. લોકોને ત્યાંથી બહાર કાઢવામાં આવી રહ્યા છે. 

ग्रेटर नोएडा के गैलेक्सी प्लाजा में लगी आग
शार्ट सर्किट से आग लगने की आशंका
कई लोग गैलेक्सी प्लाजा की तीसरी मंजिल से कूदे
आग से बचने के लिए लोग तीसरी मंजिल से कूदे#Fire #GalaxyPlaza @noidapolice@shilparawat_sr pic.twitter.com/hGUcsSKWaK

— Zee Uttar Pradesh Uttarakhand (@ZEEUPUK) July 13, 2023

એવું કહેવામાં આવી રહ્યું છે કે ગેલેક્સી પ્લાઝામાં શોર્ટ સર્કિટના કારણે આગ લાગી. પરંતુ આ આગ ખુબ જ ઝડપથી ફેલાઈ ગઈ. આગમાં ઘેરાયા બાદ જ્યારે બહાર નીકળવાનો કોઈ રસ્તો ન મળ્યો તો અનેક લોકોએ ભેગા થઈને કાચ તોડવામાં સમજદારી સમજી. ગભરાયેલા લોકો મોલના ત્રીજા અને પાંચમા માળેથી લટકતા જોવા મળ્યા. રાહતની વાત એ રહી કે કૂદનારા લોકો માટે નીચે ગાદલા પાથરવામાં આવ્યા હતા. 

મીડિયા રિપોર્ટમાં એવી પણ વાત સામે આવી છે કે બિલ્ડર પાસે સુરક્ષાની કોઈ વ્યવસ્થા નહતી. ઘટના બાદ ફાયર ડિપાર્ટમેન્ટની પણ ઊંઘ ઉડી છે અને તપાસમાં લાગી છે. અત્રે જણાવવાનું કે આ જ વર્ષે એપ્રિલ મહિનામાં પણ ગૌર સિટી 14 એવન્યૂમાં પણ ભીષણ આગ લાગી હતી. 

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news