UGC એ આ 20 યુનિવર્સિટીને ફેક જાહેર કરી, ડિગ્રીઓને કોઈ માન્યતા નથી, આ રાજ્યમાં સૌથી વધુ

Fake university: યુજીસી સચિવ મનિષ જોશીએ કહ્યું કે યુજીસીના ધ્યાનમાં આવ્યું છે કે અનેક સંસ્થાઓ યુજીસી અધિનિયમની જોગવાઈઓ વિરુદ્ધ ડિગ્રી આપી રહી છે. આવી યુનિવર્સિટીઓ તરફથી અપાયેલી ડિગ્રીની કોઈ માન્યતા નહીં હોય કે ઉચ્ચ શિક્ષણ અથવા તો રોજગારી માટે પણ માન્ય નહીં ગણાય.

UGC એ આ 20 યુનિવર્સિટીને ફેક જાહેર કરી, ડિગ્રીઓને કોઈ માન્યતા નથી, આ રાજ્યમાં સૌથી વધુ

યુજીસી સચિવ મનિષ જોશીએ કહ્યું કે યુજીસીના ધ્યાનમાં આવ્યું છે કે અનેક સંસ્થાઓ યુજીસી અધિનિયમની જોગવાઈઓ વિરુદ્ધ ડિગ્રી આપી રહી છે. આવી યુનિવર્સિટીઓ તરફથી અપાયેલી ડિગ્રીની કોઈ માન્યતા નહીં હોય કે ઉચ્ચ શિક્ષણ અથવા તો રોજગારી માટે પણ માન્ય નહીં ગણાય. આ યુનિવર્સિટીઓને કોઈ ડિગ્રી આપવાનો હક નથી. 

આ રાજ્યની સૌથી વધુ યુનિ
દેશની રાજધાની દિલ્હીમાં સૌથી વધુ 8 ફેક યુનિવર્સિટી છે. જેમાં અખિલ ભારતીય સાર્વજનિક અને શારીરિક સ્વાસ્થ્ય વિજ્ઞાન સંસ્થાન, વ્યવસાયિક વિશ્વવિદ્યાલય, એડીઆર-સેન્ટ્રિક જ્યુરિડિકલ યુનિવર્સિટી, કોમર્શિયલ યુનિવર્સિટી લિમિટેડ, દરિયાગંજ, સંયુક્ત રાષ્ટ્ર વિશ્વવિદ્યાલય, ભારતીય વિજ્ઞાન અને એન્જિનિયરિંગ સંસ્થાન, સ્વ રોજગાર માટે વિશ્વકર્મા મુક્ત વિશ્વવિદ્યાલય તથા આધ્યાત્મિક વિશ્વવિદ્યાલય સામેલ છે. 

યુપીમાં 4 ફેક યુનિવર્સિટી
ઉત્તર પ્રદેશમાં 4 ફેક યુનિવર્સિટી છે. જેમાં ગાંધી હિન્દી વિદ્યાપીઠ, નેશનલ યુનિવર્સિટી ઓફ ઈલેક્ટ્રો કોમ્પલેક્સ હોમિયોપેથી, નેતાજી સુભાષચંદ્ર બોસ વિશ્વવિદ્યાલય (મુક્ત વિશ્વિવિદ્યાલય) અને ભારતીય શિક્ષા પરિષદ સામેલ છે. આ ઉપરાંત કર્ણાટક, મહારાષ્ટ્ર, પુડુચેરી, આંધ્ર પ્રદેશ , પશ્ચિમ બંગાળ અને કેરળમાં પણ ફેક યુનિવર્સિટી છે. 

આ રાજ્યોમાં પણ ફેક યુનિ
આંધ્ર પ્રદેશમાં ક્રાઈસ્ટ ન્યૂ ટેસ્ટામેન્ટ ડીમ્ડ યુનિવર્સિટી, બાઈબિલ ઓપન યુનિવર્સિટી ઓફ ઈન્ડિયાને ફેક જાહેર કરવામાં આવી છે. પશ્ચિમ બંગાળમાં ઈન્ડિયન ઈન્સ્ટિટ્યૂટ ઓફ ઓલ્ટરનેટિવ મેડિસિન, ઈન્સ્ટિટ્યૂટ ઓફ ઓલ્ટરનેટિવ મેડિસિન એન્ડ રિસર્ચને ફેક જાહેર કરાઈ છે. જ્યારે કર્ણાટકમાં બદગાનવી સરકાર વર્લ્ડ ઓપન યુનિવર્સિટી એજ્યુકેશન સોસાયટી, કેરળની સેન્ટ જોન્સ યુનિવર્સિટીને ફેક જાહેર કરાઈ છે. મહારાષ્ટ્રની રાજા અરબી યુનિવર્સિટી, પુડુચેરીની શ્રી બોધી એકેડેમી ઓફ હાયર એજ્યુકેશન પણ આ યાદીમાં સામેલ છે. 

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news