ચાર ધામમાં ભક્તો સારી રીતે દર્શન કરી શકે તે માટે સંખ્યા મર્યાદિત કરાઈ, પોલીસ અને પ્રવાસન વિભાગ સજ્જ

ચાર ધામ યાત્રા શરૂ થઈ રહી છે. દર વર્ષે મોટી સંખ્યામાં ભક્તો દર્શન કરવા પહોંચતા હોય છે. પરંતુ આ વર્ષે ભક્તોને મુશ્કેલી ન પડે તે માટે સંખ્યા મર્યાદિત કરી દેવામાં આવી છે. 
 

ચાર ધામમાં ભક્તો સારી રીતે દર્શન કરી શકે તે માટે સંખ્યા મર્યાદિત કરાઈ, પોલીસ અને પ્રવાસન વિભાગ સજ્જ

નવી દિલ્હીઃ 10 મેથી ઉત્તરાખંડમાં ચાર ધામની યાત્રા શરૂ થઈ રહી છે... જેમાં અત્યાર સુધી 19 લાખથી વધારે ભક્તોએ રજિસ્ટ્રેશન કરાવ્યું છે.... જોકે આ વર્ષે ગત વર્ષની સરખામણીમાં ઓછા ભક્તો ચાર ધામની યાત્રા કરી શકશે... કેમ કે વધુ પડતા ભક્તોના ધસારાના કારણે વ્યવસ્થા ખોરવાઈ જવાની આશંકા રહેલી છે... ત્યારે કેટલાં ભક્તો દરરોજ ચારેય ધામના દર્શન કરી શકશે?...  તંત્ર તરફથી કેવી વ્યવસ્થા કરવામાં આવી છે?.. જોઈશું આ અહેવાલમાં...

હિંદુ ધર્મમાં ચારધામની યાત્રા ખૂબ જ મહત્વપૂ્ર્ણ માનવામાં આવે છે... એવું કહેવામાં આવે છે કે ચારેય ધામના દર્શન કરવાથી વ્યક્તિ મોક્ષની પ્રાપ્તિ કરે છે.... એટલે દર વર્ષે મોટી સંખ્યામાં માત્ર ભારતના જ નહીં પરંતુ વિદેશના અનેક ભક્તો ચાર ધામની યાત્રા કરે છે.

આ વર્ષે ઉત્તરાખંડમાં 10 મેથી યાર ધામની યાત્રા શરૂ થઈ રહી છે... જેમાં અત્યાર સુધીમાં 19 લાખથી વધુ ભક્તોએ રજીસ્ટ્રેશન કરાવ્યું છે.... અને હજુ પણ રજીસ્ટ્રેશન માટે ભક્તોનો ધસારો ચાલુ જ છે... જોકે ભક્તોને કોઈપણ જાતની મુશ્કેલી ન પડે તે માટે ઉત્તરાખંડ પોલીસ અને પ્રવાસન વિભાગે શ્રદ્ધાળુઓની દૈનિક સંખ્યા મર્યાદિત કરી છે... પ્રવાસન સચિવ સચિન કુર્વેએ જણાવ્યું કે....

  1. કેદારનાથ ધામમાં 1 દિવસમાં 15,000 શ્રદ્ધાળુઓ દર્શન કરી શકશે..
  2. બદ્રીનાથ ધામમાં 16,000 ભક્તો દર્શન કરી શકશે....
  3. ગંગોત્રી ધામમાં 11,000 યાત્રાળુઓ દર્શન કરી શકશે...
  4. યમુનોત્રી ધામમાં દૈનિક 9000 ભક્તો દર્શન કરી શકશે...
  5. એટલે કે દરરોજ 51,000 લોકો ચારેય ધામના દર્શન કરી શકશે...
  6. ગત વર્ષે રોજના 60,000થી વધુ શ્રદ્ધાળુઓ દર્શન કરતા હતા.. 

ગયા વર્ષે 55 લાખથી વધારે ભક્તોએ ચાર ધામના દર્શન કર્યા હતા... જેના કારણે કેટલીક અવ્યવસ્થાઓ સર્જાઈ હતી... જેના કારણે આ વર્ષે કોઈ અવ્યવસ્થા ન સર્જાય તે માટે પ્રવાસન વિભાગે ખાસ પ્લાન બનાવ્યો છે.

ઋષિકેશ બાદ પ્રવાસીઓને રોકવા બેરિયર છાવણીઓ નક્કી કરવામાં આવી છે.. બદ્રીનાથ જવા માગતા પ્રવાસીને શ્રીનગરમાં રોકવામાં આવશે... દૈનિક 15,000ની મર્યાદા પૂરી થઈ જશે તો રાત્રિ રોકાણ ત્યાં કરવું પડશે... કેદારનાથ જવા માગતા ભક્તો શ્રીનગર, રૂદ્રપ્રયાગ, ઉખીમઠ, ગૌરીકુંડ પછી આગળ જશે. ગંગોત્રી-યમુનોત્રી જતાં ભક્તોને ટિહરી, ચંબા, ઉત્તરકાશીમાં રોકવામાં આવશે. છાવણીમાં એકસમયે 20થી 30 હજાર લોકો જ રહી શકશે...

આ વખતે ભલે મર્યાદિત સંખ્યામાં ભક્તોને દર્શન કરવાની તક મળશે... પરંતુ ચાર ધામની યાત્રા કરવા માગતા ભક્તોની ભક્તિમાં લેશ માત્ર પણ ફરક પડ્યો નથી... ત્યારે આશા રાખીએ કે યાત્રાળુઓ સારી રીતે ચારેય ધામના દર્શન કરે અને તેમની દરેક મનોકામના પૂરી થાય...

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news