Cyclone Tauktae Live Updates: મુંબઈના અનેક વિસ્તારોમાં પાણી ભરાવવાનું જોખમ, ગોવામાં તબાહી, ગુજરાતમાં હાઈ અલર્ટ

: કોરોના વિરુદ્ધ જંગ વચ્ચે દેશ હાલ એક નવા પડકારનો સામનો કરી રહ્યો છે. વાવાઝોડા તૌકતેએ ગોવામાં તબાહી મચાવ્યા બાદ હવે ગુજરાત તરફ વળી ચૂક્યું છે અને હવામાન ખાતાના જણાવ્યાં મુજબ વિનાશકારી વાવાઝોડામાં ફેરવાયેલું આ તૌકતે આજે રાત્રે ગુજરાતના કાંઠા વિસ્તારમાં ટકરાય તેવી પૂરેપૂરી શક્યતા છે.

Cyclone Tauktae Live Updates: મુંબઈના અનેક વિસ્તારોમાં પાણી ભરાવવાનું જોખમ, ગોવામાં તબાહી, ગુજરાતમાં હાઈ અલર્ટ

નવી દિલ્હી: કોરોના વિરુદ્ધ જંગ વચ્ચે દેશ હાલ એક નવા પડકારનો સામનો કરી રહ્યો છે. વાવાઝોડા તૌકતેએ ગોવામાં તબાહી મચાવ્યા બાદ હવે ગુજરાત તરફ વળી ચૂક્યું છે અને હવામાન ખાતાના જણાવ્યાં મુજબ વિનાશકારી વાવાઝોડામાં ફેરવાયેલું આ તૌકતે આજે સાંજે ગુજરાતના કાંઠા વિસ્તારમાં ટકરાય તેવી પૂરેપૂરી શક્યતા છે. આ સાથે જ તે 18મી મેના રોજ સવારે પોરબંદર અને ભાવનગર જિલ્લાના મહુઆ વચ્ચેથી પસાર થશે. આ બાજુ મહારાષ્ટ્રમાં આ વાવાઝોડાના પગલે અલર્ટ છે. MIAL ના જણાવ્યાં મુજબ વાવાઝોડાની અલર્ટના પગલે મુંબઈ એરપોર્ટનું ઓપરેશન સવારે 11 વાગ્યાથી બપોરે 2 વાગ્યા સુધી બંધ રહેશે. 

મહારાષ્ટ્રના કાંઠા વિસ્તારોમાંથી 12420 લોકોને રેસ્ક્યુ કરાયા
તૌકતે તોફાનને કારણે મહારાષ્ટ્રના કાંઠા વિસ્તારોમાં 12420 લોકોને રેસ્ક્યુ કરાયા છે. મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે સતત સ્થિતિ પર નજર રાખી રહ્યા છે. મુંબઈ, થાણે, પાલઘર જિલ્લાઓમાં ઓરેન્જ અલર્ટ જાહેર છે. જ્યારે રાયગઢમાં રેડ અલર્ટ છે. આ બાજુ બીએમસીએ જણાવ્યું કે તોફાનના જોખમને પગલે બાંદ્રા-વર્લી સી લિંકને આગામી આદેશ સુધી બંધ કરાયો છે. હાલ આ વાવાઝોડું મુંબઈથી 120 કિમી દૂર છે. 

હવામાન ખાતાની આગાહી
હવામાન ખાતાના જણાવ્યાં મુજબ વાવાઝોડું તૌકતે વિનાશકારી વાવાઝોડામાં ફેરવાયું છે અને ગુજરાત તરફ વળ્યું છે. હાલ તે મુંબઈથી 160 કિમી દૂર, વેરાવળથી 290 કિમી દૂર અને દિવથી 260 કિમી દૂર છે. પૂરેપૂરી શક્યતા છે કે આ વાવાઝોડુ આજે રાત્રે ગુજરાતના કાંઠા વિસ્તારોમાં પહોંચે અને ગુજરાતના પોરબંદર અને મહુવા વચ્ચે રાતના લગભગ 8થી 11 વાગ્યા સુધીમાં ટકરાય. વાવાઝોડું ત્રાટકશે તે વખતે 155થી 165ની પ્રતિ કલાકની સ્પીડ પર પવન ફૂંકાય તેવી શકયતા છે જે 185ની સ્પીડ ઉપર પણ પહોંચી શકે છે. 

તોફાનને લઈને સરકારની તૈયારીઓ પૂરેપૂરી છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીથી લઈને કેન્દ્રીય ગૃહમંત્રી અને રાજ્યોના મુખ્યમંત્રી સતત આ તૈયારીઓની સમીક્ષા કરી રહ્યા છે. હવામાન ખાતું આ વાવાઝોડું વિનાશક રૂપ ધારણ કરી ચૂક્યું છે તેવું જણાવી ચૂક્યું છે. જેને લઈને ગુજરાત સહિત અનેક રાજ્યો હાઈ અલર્ટ પર છે અને એનડીઆરએફ, કોસ્ટગાર્ડ સહિત અન્ય રાહત દળોએ મોરચો સંભાળી લીધો છે. 

Visuals from Ojal Machhiwad village pic.twitter.com/f35g2c7Rh3

— ANI (@ANI) May 17, 2021

ગુજરાતમાં તબાહી સર્જી શકે છે વાવાઝોડું
IMD એ ગુજરાત અને દમણ દિવ માટે યલો અલર્ટ જાહેર કરી છે. IMD ના વાવાઝોડા ચેતવણી વિભાગના જણાવ્યાં મુજબ 18 મે સુધી 150થી 160 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાશે. ગુજરાતના નીચાણવાળા વિસ્તારોમાંથી દોઢ લાખ લોકોને સુરક્ષિત સ્થળોએ પહોંચાડવામાં આવી રહ્યા છે. જેને પહોંચી વળવા માટે એનડીઆરએફ અને એસડીઆરએફની 54 ટીમો તૈનાત કરાઈ છે. 

સરકારે કોવિડ-19 દર્દીઓના ઉપચાર કરી રહેલી હોસ્પિટલોને વીજળી બેકઅપ સુનિશ્ચિત કરવા જણાવ્યું છે. આઠ વિનિર્માણ શાખાઓમાં મેડિકલ ઓક્સિજનનું ઉત્પાદન અને તેની આપૂર્તિ સુનિશ્ચિત કરવા માટે  પણ વ્યવસ્થા થઈ રહી છે. કોઈ પણ ઈમરજન્સી સ્થિતિને પહોંચી વળવા માટે સશસ્ત્ર દળોને તૈયાર રહેવાનું કહેવાયું છે. 

વેક્સિનેશન બે દિવસ માટે બંધ
સમીક્ષા બેઠક બાદ સીએમ વિજય રૂપાણીએ કહ્યું કે રાજ્ય સરકારે નિર્ણય લીધો છે કે તોફાનના કારણે કોઈનો જીવ નહીં જાય. અમારી પાસે પૂરેપૂરો સમય છે. આથી નીચાણવાળા વિસ્તારોમાં તથા કાંઠાના ગામડાઓમાં રહેતા લોકોને સુરક્ષિત સ્થળોએ પહોંચાડવામાં આવ્યા છે. અનુમાન છે કે લગભગ દોઢ લાખ લોકોને સુરક્ષિત  કાઢવામાં આવશે. આ સાથે જ રાજ્યમાં સોમવારે અને મંગળવારે રસીકરણ રોકવાનો નિર્ણય લેવાયો છે. 

— ANI (@ANI) May 17, 2021

ચક્રવાતનું વિકરાળ સ્વરૂપ જોતા બંદરો, જહાજરાની અને જળમાર્ગ મંત્રી મનસુખ માંડવિયાએ રવિવારે દેશના પશ્ચિમ કાઠા વિસ્તારોના તમામ રાજ્યોમાં બંદરો અને સમુદ્રી ક્ષેત્રના બોર્ડની તૈયારીની સમીક્ષા કરી હતી. ત્યારબાદ તેમણે કહ્યું કે નુકસાનને ઓછામાં ઓછું રાખવાની સંભાવના સાથે લોકોની સુરક્ષા માટે દરેક શક્ય પગલા લેવાના નિર્દેશ આપવામાં આવ્યા છે. બંદરોને પરિસ્થિતિનો મુકાબલો કરવા માટે તૈયાર રહેવાનું આશ્વાસન અપાયું. 

મહારાષ્ટ્રમાં ભારે વરસાદની આગાહી
હવામાન ખાતાએ તૌકતે તોફાનના પગલે આજે મહારાષ્ટ્રના મુંબઈ, ઉત્તર કોંકણ, થાણા અને પાલઘરના ભાગોમાં મૂસળધાર વરસાદની સંભાવના જતાવી છે. માછીમારોને સમુદ્ર કેનારે ન જવાની સલાહ અપાઈ છે. ત્યારબાદ મહારાષ્ટ્રની તમામ 4526 નૌકાઓ અને ગુજરાતની 2258 નોકાઓ સુરક્ષિત રીતે બંદરો સુધી પહોંચી ગઈ છે. મુંબઈ સહિત મહારાષ્ટ્રના અનેક વિસ્તારોમાં આજે ભારે વરસાદની આગાહી છે. આ બાજુ મળતી માહિતી મુજબ મુંબઈમાં તો વરસાદ શરૂ થઈ ગયો છે. મુંબઈમાં વડાલામાં તોફાનનો પ્રભાવ જોવા મળી રહ્યો છે. ખુબ પવન ફૂંકાઈ રહ્યો છે અને રિમઝિમ વરસાદ ચાલુ છે. તોફાનના જોખમ વચ્ચે મુંબઈમાં 5 જગ્યાએ હંગામી શેલ્ટર બનાવવામાં આવ્યા છે. 

— ANI (@ANI) May 17, 2021

અત્યાર સુધીમાં આટલા લોકોએ જીવ ગુમાવ્યા
આ વાવાઝોડાના કારણે અત્યાર સુધીમાં 8 લોકોએ જીવ ગુમાવ્યા છે. કર્ણાટકમાં 4 લોકોએ, ગોવામાં 2 અને કેરળમાં પણ 2 લોકોએ જીવ ગુમાવ્યા છે. આ સાથે અનેક ઝાડ ઉખડી ગયા છે અને ઘરોને પણ નુકસાન થયું છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube 

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news