સુપ્રીમ કોર્ટની આકરી ટિપ્પણી, 'દિલ્હી રહેવા લાયક રહ્યું નથી, નર્ક કરતા પણ ખરાબ'

સુપ્રીમ કોર્ટે આજે રાજધાની દિલ્હીમાં પ્રદૂષણને લઈને કેન્દ્ર અને દિલ્હી સરકાર બંનેને જોરદાર ફટકાર લગાવી છે. કોર્ટે પ્રદૂષણના મામલાને ખુબ ગંભીરતાથી લેતા કહ્યું કે દિલ્હીના હાલત નર્ક કરતા પણ ખરાબ છે. સુપ્રીમ કોર્ટે આ મામલે આકરું વલણ અપનાવતા એટલે સુધી કહી દીધુ કે દમ ઘોંટીને મારવા કરતા તો 15 બેગ વિસ્ફોટકો લાવીને બધાને એક જ વારમાં ઉડાવી દો જસ્ટિસ અરુણ મિશ્રાએ કહ્યું કે ભારતમાં હવે જીવન એટલુ સસ્તુ નથી અને તમારે ચૂકવવું પડશે. 

સુપ્રીમ કોર્ટની આકરી ટિપ્પણી, 'દિલ્હી રહેવા લાયક રહ્યું નથી, નર્ક કરતા પણ ખરાબ'

નવી દિલ્હી: સુપ્રીમ કોર્ટે આજે રાજધાની દિલ્હીમાં પ્રદૂષણને લઈને કેન્દ્ર અને દિલ્હી સરકાર બંનેને જોરદાર ફટકાર લગાવી છે. કોર્ટે પ્રદૂષણના મામલાને ખુબ ગંભીરતાથી લેતા કહ્યું કે દિલ્હીના હાલત નર્ક કરતા પણ ખરાબ છે. સુપ્રીમ કોર્ટે આ મામલે આકરું વલણ અપનાવતા એટલે સુધી કહી દીધુ કે દમ ઘોંટીને મારવા કરતા તો 15 બેગ વિસ્ફોટકો લાવીને બધાને એક જ વારમાં ઉડાવી દો જસ્ટિસ અરુણ મિશ્રાએ કહ્યું કે ભારતમાં હવે જીવન એટલુ સસ્તુ નથી અને તમારે ચૂકવવું પડશે. 

કોર્ટે પંજાબ, હરિયાણા, અને દિલ્હીના ચીફ સેક્રેટરીને કહ્યું કે તમાને ખુરશી પર બેસવાનો કોઈ અધિકાર નથી. દિલ્હીની જનતાએ જીવવા માટે કેટલું ભોગવવું પડશે? પ્રત્યેક વ્યક્તિને કેટલા લાખની ચૂકવણી કરવી જોઈએ.? તમે કોઈ વ્યક્તિના જીવનને કેટલું મહત્વ આપો છો? સુપ્રીમ કોર્ટે દિલ્હી સરકાર અને કેન્દ્ર સરકારને નિર્દેશ આપ્યા છે કે તેઓ પોતાના મતભેદ એકબાજૂ મૂકે અને શહેરના વિભિન્ન ભાગોમાં એર પ્યુરિફાઈંગ ટાવર સ્થાપવા માટે 10 દિવસની અંદર એક બેઠક કરે અને યોજનાને અંતિમ સ્વરૂપ આપે. આ ઉપરાંત સુપ્રીમ કોર્ટે પ્રદૂષણ પર પડનારી અસર અંગે રિપોર્ટ આપવાનું કહ્યું. સુપ્રીમ કોર્ટે સીપીસીબીને દિલ્હીની ફેક્ટરી અંગે વિસ્તારથી જાણકારી આપવા જણાવ્યું. 

15 બોરી વિસ્ફોટકો લાવીને બધાને ઉડાવી દો: સુપ્રીમ કોર્ટ
સુપ્રીમ કોર્ટે આકરી ટિપ્પણી કરતા સોલિસિટર જનરલ તુષાર મહેતાને કહ્યું કે લોકોને ગેસ ચેમ્બરમાં રહેવા માટે કેમ મજબુર કરવામાં આવી રહ્યાં છે? આના કરતા તો સારું એ છે કે બધાને 15 બોરી વિસ્ફોટકો લાવીને ઉડાવી દો. લોકોએ આ રીતે કેમ રૂંધાઈને રહેવું પડે? જે પ્રકારે અહીં બ્લેમ ગેમ રમાઈ રહી છે તેનાથી આશ્ચર્ય છે મને. કોર્ટે જળ પ્રદૂષણ મામલાને પણ ગંભીરતાથી લીધો છે. કોર્ટે કહ્યું કે કેન્દ્ર અને રાજ્ય બંને તપાસ કરે કે દિલ્હીનું પાણી પીવા યોગ્ય છે કે નહીં અને ત્યારબાદ બધા આંકડા કોર્ટ સમક્ષ રજુ કરવામાં આવે. 

પંજાબ અને હરિયાણાને જોરદાર ફટકાર લાવી
સુપ્રીમ કોર્ટે પંજાબના ચીફ સેક્રેટરીને કહ્યું કે આપણે લોકો સાથે આવો વ્યવહાર કેવી રીતે કરી શકીએ અને લોકોને મરવા માટે કેવી રીતે છોડી મૂકાય. અમારા આદેશ બાદ પણ પરાળી બાળવામાં વધારો કેમ થયો તે જણાવો? શું આ તમારી નિષ્ફળતા નથી? કોર્ટે કડકાઈથી કહ્યું કે 'પંજાબના ચીફ સેક્રેટરી મહોદય, અમે રાજ્યમાં પ્રદૂષણ માટે જવાબદાર તમામ કામગીરી અટકાવી દઈશું. તમે લોકોને આ રીતે મરવા દઈ શકો નહીં. દિલ્હીના શ્વાસ ફૂલી રહ્યાં છે. તમે લોકો નિયમોને લાગુ કરવામાં સક્ષમ નથી. તેનો અર્થ એ નથી કે દિલ્હીના લોકો કેન્સરથી મરી જાય.'

જુઓ LIVE TV

સુપ્રીમ કોર્ટે હરિયાણા સરકારને પણ કહ્યું કે પરાળી બાળવાના મામલા અચાનક કેવી રીતે વધી ગયા. એસસીએ કહ્યું કે તમે પરાળી બાળતી રોકવા માટે સારું કામ કર્યું તો તેના કેસ વધી  કેવી રીતે ગયા? પંજાબ અને હરિયાણા બંને કશું કરતા નથી. 

યુપીના ચીફ સેક્રેટરી ઉપર લાલઘૂમ
ખુબ જ કોપાયમાન જોવા મળી રહેલી સુપ્રીમ કોર્ટે યુપીના ચીફ સેક્રેટરીને પૂછ્યું કે પરાળી બાળવાની કેટલી ઘટનાઓ વધી છે? તમને અને તમારી મશીનરીઓને દંડિત કરવામાં આવે? અમે તમને છોડીશું નહીં. બધાએ સમજી લેવું જોઈએ કે અમે કોઈને છોડવાના નથી. જેના પર યુપીના ચીફ સેક્રેટરીએ કહ્યું કે પરાળી બાળનારાઓ વિરુદ્ધ લગભગ 1000 એફઆઈઆર દાખલ કરવામાં આવી છે અને લગભ એક કરોડ રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો છે. સુપ્રીમ કોર્ટે યુપીના ચીફ સેક્રેટરીને સકારાત્મક કાર્યવાહી કરવા જણાવ્યું. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

 

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news