Same-Sex Marriage: સમલૈંગિક લગ્નને કાનૂની માન્યતા મળશે? સુપ્રીમમાં ચાલી રહી છે સુનવણી
Same-Sex Marriage: દેશમાં ગે લગ્નને લઈને સુનાવણી ચાલી રહી છે. વરિષ્ઠ વકીલ મુકુલ રોહતગી આ મામલે અરજદાર વતી પોતાની દલીલો રજૂ કરી રહ્યા છે.
Trending Photos
Supreme Court Hearing Same-Sex Marriage: દેશમાં સમલૈંગિક લગ્નને માન્યતા આપવાના મુદ્દે સુપ્રીમ કોર્ટની બંધારણીય બેંચે સુનાવણી શરૂ કરી દીધી છે. આ મુદ્દે તમામ પક્ષકારો કોર્ટમાં પોતાની દલીલો આપી રહ્યા છે. સુનાવણીની શરૂઆત પહેલા, જમિયત ઉલેમા-એ-હિંદના વકીલ કપિલ સિબ્બલે સૂચન કર્યું હતું કે આ મામલે રાજ્યોને પણ સાંભળવામાં આવે.
કેન્દ્ર સરકારનું પ્રતિનિધિત્વ કરતા સોલિસિટર જનરલ તુષાર મહેતાએ કહ્યું કે, અમે સુનાવણીનો વિરોધ કરી રહ્યા છીએ, પહેલા અમારા વાંધાઓ પર વિચાર થવો જોઈએ. આ વિષય સંસદના અધિકારક્ષેત્રમાં આવે છે, કોર્ટ લગ્નની નવી વ્યવસ્થા ન બનાવી શકે.
ચીફ જસ્ટિસે જવાબ આપ્યો- પહેલા અરજદારોને સાંભળીએ. તમે તમારી વાત પછીથી રાખી શકો છો.
Buying Property: ઘર ખરીદવું કે ભાડે રહેવું સારું? જાણી લો તમારા ફાયદાનું ગણિત
કોમર્શિયલ કે રેસિડેન્શિયલ પ્રોપર્ટી? જાણી લો કઈ ખરીદવાથી તમને મળશે અધધ... વળતર
ગરમીમાં કારનું રાખો ખાસ ધ્યાન, નહીં તો લક્ઝુરિયસ કાર બની જશે ખટારો
તુષાર મહેતા- પહેલા અમારા વાંધાને ધ્યાનમાં લેવું સારું રહેશે, મુસ્લિમ પર્સનલ લો બોર્ડ વતી સુનાવણીમાં હાજર કપિલ સિબ્બલે પણ તુષાર મહેતાની વાતને સમર્થન આપ્યું હતું અને કહ્યું હતું કે, આ મામલો પર્સનલ લો સાથે પણ જોડાયેલો છે. આનાથી પર્સનલ લો સંબંધિત વ્યવસ્થાઓને અસર થશે.
તુષાર મહેતા- કોઈપણ અરજદારને સાંભળતા પહેલા મારા શરૂઆતમાં વાંધાઓને સાંભળો. હું કેસના મેરિટ પર અત્યારે કંઈ કહીશ નહીં. હું માત્ર એ વિશે વાત કરીશ કે સુનાવણી થવી જોઈએ કે નહીં.
મહારાષ્ટ્રમાં રાજકીય ભૂકંપ આવશે : સસ્પેન્સ વચ્ચે બધાની નજર અજિત પવાર પર
મર્ડરની 1 મિનિટ પહેલાં અતીકને મળવા આવ્યો હતો અજાણ્યો શખ્સ, માફિયાએ કર્યો હતો ઇશારો
સરકારી કર્મચારીઓ માટે ડબલ બોનાંઝા, DA હાઇક સાથે મળી આ ખુશખબરી
CJI- અમને નક્કી કરવા દો કે સુનાવણી કેવી રીતે થશે. શરૂઆતમાં અમે થોડા સમય માટે અરજદાર પક્ષને સાંભળવા માંગીએ છીએ.
તુષાર મહેતા- તો પછી મને સમય આપો. સરકાર નક્કી કરશે કે તેણે કેટલો હિસ્સો લેવો છે અને શું કહેવું છે?
CJI- અમે સુનાવણી ટાળીશું નહીં
તુષાર મહેતા- 5 લોકો ભલે ગમે તેટલા ભણેલા હોય, તેઓ એકસાથે નક્કી નથી કરી શકતા કે દક્ષિણ ભારતનો ખેડૂત, પૂર્વ ભારતના વેપારી આ અંગે શું વિચારે છે?
અરજીકર્તાના વકીલ મુકુલ રોહતગીએ કહ્યું કે, અમને કોર્ટનો દરવાજો ખટખટાવવાથી રોકી શકાય નહીં. મને મારી વાત મૂકવા દો. અરજદાર પક્ષના બીજા એડવોકેટ વિશ્વનાથને દલીલ કરી હતી કે, અમે તેને સંસદ પર છોડી શકીએ નહીં, તે મૂળભૂત અધિકારોનો મામલો છે.
આ મામલે હજુ સુનાવણી ચાલી રહી છે...
Beauty Parlour માં મહિલા પાસે મસાજ કરાવતો હતો પતિ, અચાનક પહોંચી ગઇ પત્ની, પછી જે થયુ
પુત્રી ફોન પર બોલી હેલો..સાંભળીને ધ્રૂજી ઉઠ્યા મમ્મી પપ્પા, હકિકત જાણીને દંગ રહી જશો
શું તમે ભોજપુરી ફિલ્મ Raazનું ટ્રેલર જોયું! પત્નીનું ભૂત નથી મનાવવા દેતું હનીમૂન
7th Pay Commission: કર્મચારીઓને મળશે DA ની ભેટ, આ વખતે 8000 ₹ વધીને આવશે પગાર
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે