Shraddha Murder Case: શ્રદ્ધાનો 2 વર્ષ જૂનો ફોટો સામે આવ્યો, આફતાબની અત્યંત ચોંકાવનારી હરકતનો થયો ખુલાસો

Aftab Shraddha Delhi Case:  આફતાબે તેના લિવ ઈન પાર્ટનર શ્રદ્ધાની હત્યા કરી નાખી અને પછી મૃતદેહના 35 ટુકડાં કરી મેહરોલીના જંગલમાં ફેંકી દીધા. એવી આશંકા છે કે શ્રદ્ધાના મૃતદેહના ટુકડાં અન્ય જગ્યાઓ ઉપર પણ ફેંકવામાં આવ્યા છે. આ બધા વચ્ચે શ્રદ્ધાનો 2 વર્ષ જૂનો ફોટો સામે આવ્યો છે. 

Shraddha Murder Case: શ્રદ્ધાનો 2 વર્ષ જૂનો ફોટો સામે આવ્યો, આફતાબની અત્યંત ચોંકાવનારી હરકતનો થયો ખુલાસો

Aftab Shraddha Delhi Case: દેશની રાજધાની દિલ્હીમાં થયેલા શ્રદ્ધા હત્યાકાંડની તપાસમાં પોલીસ આકાશ પાતાળ એક કરી રહી છે. દિલ્હી પોલીસ આજે તપાસ માટે ગુરુગ્રામ પણ પહોંચી. આરોપી આફતાબે તેના લિવ ઈન પાર્ટનર શ્રદ્ધાની હત્યા કરી નાખી અને પછી મૃતદેહના 35 ટુકડાં કરી મેહરોલીના જંગલમાં ફેંકી દીધા. એવી આશંકા છે કે શ્રદ્ધાના મૃતદેહના ટુકડાં અન્ય જગ્યાઓ ઉપર પણ ફેંકવામાં આવ્યા છે. આ બધા વચ્ચે શ્રદ્ધાનો 2 વર્ષ જૂનો ફોટો સામે આવ્યો છે. જેમાં તેના ચહેરા પર ઈજાના નિશાન સ્પષ્ટપણે જોવા મળી રહ્યા છે. આફતાબે તેની ખુબ મારી હતી અને ત્યારબાદ શ્રદ્ધાએ 3 દિવસ સુધી હોસ્પિટલમાં દાખલ થવું પડ્યું હતું. 

શું હતો વિવાદ?
દિલ્હી પોલીસના સૂત્રોના જણાવ્યાં મુજબ શ્રદ્ધા આફતાબ સાથે દિલ્હી શિફ્ટ થવા માંગતી હતી. પરંતુ આફતાબ દિલ્હી શિફ્ટ થવાની વિરુદ્ધમાં હતો. તેના માટે તે રાજી નહતો. આફતાબ મોટાભાગે પોતાના ફોન પર ચેટિંગ કરતો રહેતો હતો. શ્રદ્ધા જ્યારે પૂછે કે તે કોની સાથે ચેટિંગ કરે છે તો તેના સવાલનો તે ગોળગોળ જવાબ આપતો હતો. આ કારણે બંને વચ્ચે ઝઘડા પણ થતા રહેતા હતા. 

Shraddha की 2 साल पुरानी फोटो आई सामने, आफताब के पीटने के बाद 3 दिन तक अस्पताल में रही थी भर्ती

હિમાચલ-ઉત્તરાખંડ ગયા હતા શ્રદ્ધા અને આફતાબ
નોંધનીય છે કે શ્રદ્ધાની હત્યા થઈ તે પહેલા આફતાબ શ્રદ્ધાને લઈને હિમાચલ પ્રદેશ અને ઉત્તરાખંડ ગયો હતો જેથી કરીને બંને વચ્ચે જે અંતર ઊભું થયું હતું તે દૂર થઈ શકે.

દિલ્હી પોલીસને છે આ શક
દિલ્હીની સાઉથ ડિસ્ટ્રિક્ટ પોલીસે કહ્યું કે દિલ્હીના બીજા જિલ્લાઓમાં જો છેલ્લા કેટલાક મહિનાઓમાં કોઈ મૃતદેહના ટુકડાંઓ મળ્યા હોય તો તેની જાણકારી શેર કરો. 

આ વીડિયો પણ ખાસ જુઓ...

આરોપો મુજબ શ્રદ્ધાની નિર્દયતાથી હત્યા કર્યા બાદ આફતાબે લગભગ ત્રણ અઠવાડિયા સુધી તેના મૃતદેહના ટુકડાં ઘરની અંદર ફ્રિજમાં રાખ્યા હતા. આ માટે તેણે નવું મોટું ફ્રિજ પણ ખરીદ્યું હતું. 18મી મે 2022ના રોજ આફતાબે કથિત રીતે શ્રદ્ધાની હત્યા કરી હતી. ઘટનાના લગભગ 6 મહિના બાદ પોલીસે હત્યાના આરોપમાં આફતાબની ધરપકડ કરી. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news