મહારાષ્ટ્રની નવી સરકાર પર સંજય રાઉતનો કટાક્ષ, 'એક્સીડેંટલ શપથગ્રહણ'
શિવસેના (Shiv Sena) નેતા અને રાજ્યસભાના સાંસદ સંજય રાઉત (Sanjay Raut)એ ફરી એકવાર મહારાષ્ટ્ર (Maharashtra)ની નવી સરકાર પર તંજ કટાક્ષ કર્યો છે. શનિવારે થયેલા શપથગ્રહણ સમારોહને એક્સીડેન્ટલ શપથગ્રહણ ગણાવ્યો છે.
Trending Photos
મુંબઇ: શિવસેના (Shiv Sena) નેતા અને રાજ્યસભાના સાંસદ સંજય રાઉત (Sanjay Raut)એ ફરી એકવાર મહારાષ્ટ્ર (Maharashtra)ની નવી સરકાર પર તંજ કટાક્ષ કર્યો છે. શનિવારે થયેલા શપથગ્રહણ સમારોહને એક્સીડેન્ટલ શપથગ્રહણ ગણાવ્યો છે.
સંજય રાઉતે રવિવારે એક ટ્વિટ કર્યું હતું જેમાં તેમણે કહ્યું કે, 'એક્સીડેન્ટલ શપથગ્રહણ'. સંજય રાઉતે શનિવારે પણ દેવેંદ્વ ફડણવીસ (Devendra Fadnavis) અને ઉપમુખ્યમંત્રી અજિત પવાર (Ajit Pawar)ના શપથ ગ્રહણ સમારોહ પર કટાક્ષ કરતાં મરાઠી ભાષામાં ટ્વિટ કરીને પૂછ્યું કે કે શપથ સમારોહ હતો કે સવારે અંતિમ સંસ્કારની ક્રિયા.
તો બીજી તરફ શિવસેના મુખપત્ર સામનામાં રવિવારે સંજય રાઉતનો એડિટોરિયલ તો છપાયો નહી પરંતુ બધી હેડ લાઇનો શનિવારે થયેલા રાજનૈતિક ઉલટફેર પર નિશાન સાધતાં લખવામાં આવ્યું છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાવો : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે