Ram Mandir: જાણો ક્યારે રામ લલાની મૂર્તિ સ્થાપિત કરશે પીએમ મોદી? 70 ટકા કામ પૂર્ણ

Shri Ram Janmabhoomi Teerth Kshetra Trust: દાન પેટીમાંથી નીકળતી ચલણી નોટો ગણવા અને જમા કરવા માટે નિયુક્ત કરાયેલા બેંક અધિકારીઓએ ટ્રસ્ટને માહિતી આપી છે કે રામ મંદિરના નિર્માણ માટે આપવામાં આવેલા દાનમાં અગાઉની સરખામણીમાં ત્રણ ગણો વધારો થયો છે.

Ram Mandir: જાણો ક્યારે રામ લલાની મૂર્તિ સ્થાપિત કરશે પીએમ મોદી? 70 ટકા કામ પૂર્ણ

Ram Mandir News: વડાપ્રધાન નરેન્દ્ર મોદી (Narendra Modi) જાન્યુઆરી 2024ના ત્રીજા સપ્તાહમાં અયોધ્યામાં નિર્માણાધીન મંદિરમાં ભગવાન રામ લલ્લા (Ram Lalla) ની મૂર્તિને તેના મૂળ સ્થાને સ્થાપિત કરશે. રામ મંદિર (Ram Mandir) ના નિર્માણ અને સંચાલન માટે સ્થાપિત 'શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર'ના ખજાનચી સ્વામી ગોવિંદ દેવ ગિરી મહારાજે બુધવારે આ માહિતી આપી હતી.

ખજાનચીએ એમ પણ જણાવ્યું કે મંદિરનું નિર્માણ કાર્ય પૂરજોશમાં ચાલી રહ્યું છે. તેમણે મહારાષ્ટ્રના થાણે જિલ્લાના ડોમ્બિવલીમાં એક કાર્યક્રમ પછી પત્રકારોને કહ્યું, "જાન્યુઆરી 2024ના ત્રીજા સપ્તાહમાં, વડાપ્રધાન નરેન્દ્ર મોદીની મદદથી રામ લલ્લાની મૂર્તિને તેના મૂળ સ્થાને સ્થાપિત કરવામાં આવશે."

આ દિવસે મંદિરના દ્વાર ખુલશે
શ્રી મણિરામ દાસ છાવણી (અયોધ્યા)ના ટ્રસ્ટ સભ્ય મહંત કમલ નયન દાસે જણાવ્યું કે 14-15 જાન્યુઆરી, 2024ના રોજ મકરસંક્રાંતિના અવસરે મંદિરના દરવાજા ભક્તો માટે ભગવાનની પૂજા માટે ખોલવામાં આવશે. વિશ્વ હિંદુ પરિષદ (VHP), અયોધ્યાના પ્રાદેશિક પ્રવક્તા શરદ શર્માએ કહ્યું કે ભક્તો રામ મંદિરના ઉદ્ઘાટનની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે.

CM શિંદે ક્યારે આવશે અયોધ્યા?
આ દરમિયાન, મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન એકનાથ શિંદેના નજીકના સહયોગીએ બુધવારે જણાવ્યું હતું કે રાજ્ય વિધાનસભાના આ મહિનાના બજેટ સત્રના અંત પછી મુખ્ય પ્રધાન અયોધ્યાની મુલાકાત લેશે. તેમણે જણાવ્યું કે 25 માર્ચે પૂરા થતા બજેટ સત્ર બાદ શિંદે ભગવાન રામની પૂજા કરવા અયોધ્યા જશે.

રામ મંદિરના નિર્માણ માટે આપવામાં આવતા રોકડ દાનમાં પણ વધારો થયો છે. શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્રના એક અધિકારીએ જણાવ્યું કે રામ મંદિર માટે આપવામાં આવતા રોકડ દાનમાં ત્રણ ગણો વધારો થયો છે. તેમણે કહ્યું કે રામજન્મભૂમિ પર આવતા ભક્તો મોટી માત્રામાં રોકડ દાન કરી રહ્યા છે. શ્રી રામ જન્મભૂમિ ટ્રસ્ટના કાર્યાલય પ્રભારી પ્રકાશ ગુપ્તાએ આ અંગે માહિતી આપી હતી.

તેમણે કહ્યું કે દાન પેટીમાંથી નીકળતી ચલણી નોટો ગણવા અને જમા કરવા માટે નિયુક્ત કરાયેલા બેંક અધિકારીઓએ ટ્રસ્ટને માહિતી આપી છે કે રામ મંદિરના નિર્માણ માટે આપવામાં આવેલા દાનમાં અગાઉની સરખામણીમાં ત્રણ ગણો વધારો થયો છે. હવે દાન પેટીમાંથી એક જ સમયે ઉપાડવાની રકમની ગણતરી કરવામાં 15 દિવસ લાગે છે. માત્ર 15 દિવસમાં દાનની રકમ એક કરોડ રૂપિયા સુધી પહોંચી ગઈ છે.

ડિસેમ્બર 2023થી અયોધ્યામાં ઉજવણી શરૂ થશે
તો બીજી તરફ  બુધવારે (15 માર્ચ) ટ્રસ્ટના ખજાનચી, સ્વામી ગોવિંદ દેવ ગિરીએ કહ્યું કે રામ મંદિર જાન્યુઆરી 2024 ના ત્રીજા અઠવાડિયા સુધીમાં ભક્તો માટે ખોલવામાં આવશે. અયોધ્યામાં રામ મંદિરના ભવ્ય ઉદઘાટનની ઉજવણી ડિસેમ્બર 2023માં જ શરૂ થશે. તમને જણાવી દઈએ કે ઓગસ્ટ 2020માં રામ મંદિરનું નિર્માણ શરૂ થયા બાદ પ્રથમ વખત મંદિર ટ્રસ્ટ અને રાજ્ય સરકાર અયોધ્યા શહેરમાં ભવ્ય રામનવમીની ઉજવણીનું આયોજન કરી રહી છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news