જાણો કેમ રાહુલ ગાંધીએ તેમની પાર્ટીના વરિષ્ઠ નેતાને કહ્યું, ‘મને માફ કરી દો’

કોંગ્રેસ પાર્ટીમાં રાહુલ ગાંધીની તાજપોશી બાદથી જ પાર્ટીમાં ફેરફારોનો દોર શરૂ થઇ ગયો છે. ઘણા જૂના લોકોને સંગઠનથી બહાર કાઢવામાં આવ્યા છે તો કેટલાક નવા લોકોને પાર્ટી સાથે કામ કરવાની તક આપવામાં આવી છે.

જાણો કેમ રાહુલ ગાંધીએ તેમની પાર્ટીના વરિષ્ઠ નેતાને કહ્યું, ‘મને માફ કરી દો’

રવિ ત્રિપાઠી, કોલકાતા/ નવી દિલ્હી: કોંગ્રેસ પાર્ટીમાં રાહુલ ગાંધીની તાજપોશી બાદથી જ પાર્ટીમાં ફેરફારોનો દોર શરૂ થઇ ગયો છે. ઘણા જૂના લોકોને સંગઠનથી બહાર કાઢવામાં આવ્યા છે તો કેટલાક નવા લોકોને પાર્ટી સાથે કામ કરવાની તક આપવામાં આવી છે. પરંતુ હાલમાં જ પાર્ટીમાં કરવામાં આવેલા એક ફેરફારની પદ્ધતિ પર રાહુલ ગાંધી માફી માંગવા પર મજબૂર થયો હતો. કારણ કે ફેરફારની આ પદ્ધતિ તે નેતા પર લાગી આવ્યું હતું અને જેવો તે નેતા અને રાહુલ ગાંધી સામસામે આવ્યા, ત્યારે તેમણે રાહુલ ગાંધીને તેમના મનની વાત કરી હતી. ત્યારબાદ રાહુલ ગાંધીને તેમની પાર્ટીના એક નેતાની ત્રણથી ચાર વખત માફી માંગવી પડી હતી. રાહુલ ગાંધીએ કહ્યું - ‘મને માફ કરી દો’

હાલમાં જ પુનર્સ્થાપિત પશ્ચિમ બંગાળના કોંગ્રેસ કમિટીના નેતા રાહુલ ગાંધીને મળવા પહોચ્યા હતા. આ મીટિંગમાં પશ્ચિમ બંગાળના કોંગ્રેસ અધ્યક્ષ સોમેન મિત્રા, કોંગ્રેસ સંસદ અને પૂર્વ પ્રદેશ અને નવનિયુક્ત ચૂંટણી અભિયાન સમિતિના અધ્યક્ષ અધીર રંજન ચૌધરી, પશ્ચિમ બંગાળ કોંગ્રેસના પ્રભારી ગૌરવ ગોગોઇ સહિત કુલ 17 લોકો હાજર હતા.

બેઠક લોકસભા ચૂંટણીની તૈયારી માટે બલાવવામાં આવી હતી. પરંતુ પૂર્વ પ્રદેશ અધ્યક્ષ રહેલા અધીર રંજન ચૌધરીએ રાહુલ ગાંધીને પાર્ટીમાં કરેલા ફેરફારની પદ્ધતિ પર સવાલ ઉઠાવ્યો હતો. અધીરનો સલાવ સીધો હતો, કે તેમને પ્રદેશ અધ્યક્ષ પદથી હટાવવાની જાણકારી પણ આપવામાં આવી ન હતી કેમ? મને મીડિયા દ્વારા આ વાતની જાણકારી મળી, મને આ વાતથી ખુબ જ દુ:ખ પહોંચ્યું છે.

adhir ranjan chowdhury

(વરિષ્ઠ કોંગ્રેસ નેતા અધીર રંજન ચૌધરી)

અધીર રંજન ચૌધરીએ રાહુલ ગાંધીને કહ્યું કે તેમણે પ્રદેશ અધ્યક્ષના સ્થાન પર પશ્ચિમ બંગાળમાં કોંગ્રેસને મજબુત કરવાનો પ્રયત્ન કર્યો હતો, પરંતુ થઇ શકે છે કે કોંગ્રેસ અધ્યક્ષની આશાઓ મુજબ કામ ન થયું હોય. અધીરે રાહુલ ગાંધીને કહ્યું કે મેં ઘણી વાર કહ્યું હતું કે મારી જગ્યાએ અન્ય કોઇને પશ્ચિમ બંગાળના અધ્યક્ષ બનાવવા હોય તો બનાવી શકો છો. છંતા મને જાણ કર્યા વગર હટાવવામાં આવ્યો છે.

અધર રંજને રાહુલ ગાંધીને સ્પષ્ટપણે કહ્યું હતું કે આવા વર્તનથી તેમની પ્રતિષ્ઠા અને માન-સમ્માનનું હનન થયું છે અને આ ખોટું છે. અધીરની ફરિયાદ બાદ ત્યાં હાજર બધા નેતા અસ્તિત્વમાં આવ્યા હતા, પરંતુ રાહુલ ગાંધીએ તાત્કાલીક આ મામલાની ગંભીરતા સમજીને કહ્યું કે આ ખોટું થયું છે.

રાહુલ ગાંધીએ આ ભૂલ પર બેઠકમાં હાજર પશ્ચિમ બંગાળના પ્રભારી ગૌરવ ગોગોઇને પૂછ્યું હતું કે આવું કેમ થયું. ગૌરવ ગોગોઇએ કંઇક કહ્યું, પરંતુ વાસ્તવિક કારણ જાણવા મળ્યુ નહીં કે આવું કેમ થયું હતું. ત્યારબાદ રાહુલ ગાંધીએ તાત્કાલીક અધીર રંજન ચૌધરીને કહ્યું કે આ ખોટું થયું છે અને તેના માટે હું માફી માંગું છું.

MP: राहुल गांधी के दौरे का दूसरा दिन, नुक्कड़ जनसभा को करेंगे संबोधित

સામાન્ય રીતે આ પ્રકારની ફરિયાદ કોઇ કોંગ્રેસ અધ્યક્ષને કરતું નથી, પરંતુ અધીર રંજન ચૌધરી સ્પષ્ટ વક્તા માનવામાં આવે છે અને તેમની આ ફરિયાદ પર ભૂલ સ્વિકારી અને માફી માંગ્યા બાદ રાહુલ ગાંધીએ ભવિષ્યમાં આવું ન કરવાનો આદેશ પાર્ટીના જવાબદાર નેતાઓને આપ્યો છે.

અધીર રંજન ચૌધરી પશ્ચિમ બંગાળમાં કોંગ્રેસના કોમ્બેટ અને ગ્રાઉન્ડ નેતા તરીકે ઓળખાય છે. 1999થી સતત 4 વખત તેઓ બહરામપુર લોકસભા સીટથી ચૂંટણી જીતતા આવી રહ્યાં છે. 2014ની લોકસભા ચૂંટણીથી પહેલા અધીર રંજન ચૌધરીને પશ્ચિમ બંગાળ કોંગ્રેસના અધ્યક્ષ બનાવવામાં આવ્યા હતા. રંજન ચૌધરી UPA 2માં કેન્દ્ર સરકારમાં રેલ રાજ્યમંત્રી પર રહી ચુક્યા છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news