ટ્વિટરની આનાકાની પર કડક કાર્યવાહીની તૈયારી, સરકારની સ્પષ્ટ વાત- કરવું પડશે કાયદાનું પાલન

બુધવારની મોડી સાંજે ટ્વિટરના ટોપના મેનેજમેન્ટની ભલામણ પર આઇટી સચિવે તેની સાથે વર્ચ્યુઅલી મુલાકાત કરી. સૂત્રો પ્રમાણે ટ્વિટરને કહેવામાં આવ્યું કે, ભારતના કાયદાનું પાલન કરવું પડશે. 
 

ટ્વિટરની આનાકાની પર કડક કાર્યવાહીની તૈયારી, સરકારની સ્પષ્ટ વાત- કરવું પડશે કાયદાનું પાલન

નવી દિલ્હીઃ ટ્વિટર હેન્ડલ પર ફાર્મર્સ જેનોસાઇડ હેશટેગ સાથે જોડાયેલ બધી યૂઆરએલને બ્લોક કરવામાં આનાકાની પર સરકાર ટ્વિટર વિરુદ્ધ કડક કાર્યવાહી કરી શકે છે. સરકારનું કહેવું છે કે ટ્વિટર સરકારના નિર્દેશનું પાલન પૂરી રીતે કરી રહ્યું નથી, જેને સ્વીકારી લેવાય નહીં. ટ્વિટરને માહિતી ટેકનોલોજી એક્ટ (આઇટી એક્ટ) હેઠળ રચાયેલી કમિટી તરફથી નિર્દેશ આપવામાં આવ્યા હતા કે જેનું પાલન 48 કલાકમાં થઈ જવું જોઈએ. 

ટ્વિટરને આપવામાં આવ્યા કડક નિર્દેશ
બુધવારની મોડી સાંજે ટ્વિટરના ટોપના મેનેજમેન્ટની ભલામણ પર આઇટી સચિવે તેની સાથે વર્ચ્યુઅલી મુલાકાત કરી. સૂત્રો પ્રમાણે ટ્વિટરને કહેવામાં આવ્યું કે, ભારતના કાયદાનું પાલન કરવું પડશે અને ભારતીય વ્યવસ્થાઓ પ્રમાણે અહીં કારોબાર કરવો પડશે. આમ ન કરવા પર આઇટી કાયદાની કલમ 69એ હેઠળ ટ્વિટર વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવશે જેમાં જેલની સજાની પણ જોગવાઈ છે. 

સંપૂર્ણ રીતે કરવું પડશે પાલન
ઇલેક્ટ્રોનિક્સ તથા સૂચના ટેક્નોલોજી મંત્રાલયે માઇક્રોબ્લોગિંગ સાઇટને સ્પષ્ટ જણાવી દીધું છે કે અડધા નિર્દેશોનું પાલન કરવાથી કામ નહીં ચાલે અને ભારતમાં કારોબાર કરવા માટે તેણે ભારતની બંધારણીય કમિટીના નિર્દેશનું સંપૂર્ણ રીતે પાલન કરવું પડશે. અચરજની વાત છે કે આ મુલાકાત પહેલા ટ્વિટર તરફથી ફરીથી નિવેદન જાહેર કરવામાં આવ્યું હતું. 

સુપ્રીમ કોર્ટે પણ કરી છે જોગવાઈ
ટ્વિટરને તે સુપ્રીમ કોર્ટના ઘણા  મામલાના હવાલાથી તે જણાવવામાં આવ્યું કે, બોલવાની સ્વતંત્રતાના અધિકાર ત્યાં સુધી અધિકાર ન રહી જાય જ્યારે તેનાથી કાયદો વ્યવસ્થા તથા સામાજિક વ્યવસ્થા પર ખતરો હોય. 

ભડકાવવા માટે કરવામાં આવ્યા ટ્વીટ
સરકારે ટ્વિટરને ગત 31 જાન્યુઆરીએ ફાર્મર્સ જેનોસાઇટ સાથે જોડાયેલ 257 યૂઆરએલને નિષ્ક્રિય કરવાનો આદેશ આપ્યો, પરંતુ અત્યાર સુધી માત્ર 126 યૂઆરએલ વિરુદ્ધ કાર્યવાહી થઈ. આમ તો સરકારે 1178 એવા ટ્વિટર એકાઉન્ટને પણ બ્લોક કરવાનો નિર્દેશ આપ્યો હતો જે પાકિસ્તાન તથા ખાલિસ્તાનના સમર્થક છે અને કિસાન આંદોલનના નામ પર ભારતમાં અશાંતિ અને ઉપદ્રવ ભડકાવવા માટે ટ્વીટ કરી રહ્યાં હતા. ટ્વિટરે માત્ર 583 એકાઉન્ટ બંધ કર્યા છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news