Reliance Jio new CHEAPEST plan: કરોડો જિયો યૂઝર્સને જલસા... બંધ થયા બાદ ફરી લોન્ચ થયો આ સૌથી સસ્તો પ્લાન, જાણો કયા પ્લાનના ભાવ ઘટ્યા?
જિયોએ આ પ્લાન અચાનક બંધ કરી દીધો હતો. પરંતુ હવે ફરીથી શરૂ કરતા જિયો યૂઝર્સને હાશકારો થયો છે. આ ઉપરાંત અન્ય એક પ્લાનના પણ ભાવ ઘટાડેલા છે. વધુ વિગતો જાણો.
Trending Photos
મુકેશ અંબાણીની રિલાયન્સ જિયોએ ભારતમાં પોતાનો જૂનો 189 રૂપિયાવાળો પ્રીપેઈડ પ્લાન એકવાર ફરીથી ભારતમાં લોન્ચ કરી દીધો છે. પહેલા જિયોના કેટલાક વોઈસ અને એસએમએસ-ઓનલી પ્લાન અંગે યૂઝર્સે નારાજગી વ્યક્ત કરી હતી કારણ કે તેમા ડેટા ટોપ-અપની સુવિધા નહતી. હવે કંપનીએ 189 રૂપિયાના નવા પ્લાનમાં ફ્રી વોઈસ કોલિંગ અને ડેટા બેનિફિટ્સ જોડ્યા છે. કેટલાક ઓનલાઈન રિપોર્ટ્સ મુજબ જિયોએ પહેલા પણ 189 રૂપિયાનો પ્લાન લોન્ચ કર્યો હતો પરંતુ કોઈ કારણસર તેને બંધ કરી દેવાયો હતો. હવે તેને ફરીથી લોન્ચ કરાયો છે. જેનાથી ગ્રાહકોને એક સસ્તો અને ઉપયોગી પ્રીપેઈડ પ્લાન મળી શકે.
આ પેક સસ્તા પેકની શ્રેણીમાં આવે છે. 28 દિવસ માટે માન્ય છે અને યૂઝર્સને 300 એસએમએસ, કોઈ પણ નેટવર્ક પર અનલીમિટેડ વોઈસ કોલ અને કુલ 2 જીબી ડેટા આપે છે. (ડેટા મર્યાદા પૂરી થઈ જતા સ્પીડ 64kbps થઈ જાય છે). જિયો ટીવી, જિયો સિનેમા (પ્રીમિયમ કન્ટેન્ટ બાદ કરતા) અને જિયો ક્લાઉડ સ્ટોરેજ સહિત જિયોની સેવાઓ પણ ગ્રાહકોને ઉપલબ્ધ રહેશે.
જો તમે 199 રૂપિયાવાળા પ્લાન સાથે સરખામણી કરો તો 189 રૂપિયાવાળો પ્લાન વધુ સસ્તો છે. 199 રૂપિયાવાળા પ્લાનમાં 1.5 જીબી ડેટા પ્રતિ દિન, 100 એસએમએસ રોજના, અને 18 દિવસની વેલિડિટી મળે છે. જો તમારે ઓછી કિંમતાં વધુ દિવસની વેલિડિટીવાળો પ્લાન જોઈતો હોય તો 189 રૂપિયાવાળો પ્લાન યોગ્ય રહેશે.
189 રૂપિયાવાળા પેકને ફરી લોન્ચ કરવા ઉપરાંત જિયોએ પોતાના 448 રૂપિયાવાળા ડેટા પ્લસ વોઈસ પ્લાનની કિંમત ઘટાડીને 445 રૂપિયા કરી છે. અપડેટ કરાયેલા પેકેજમાં અનલિમિટેડ વોઈસ કોલ, રોજનો 2 જીબી ડેટા, રોજના 100 એસએમએસ અને 28 દિવસની વેલિડિટી સામેલ છે. ઓવર ધ ટોપ(OTT) પ્લેટફોર્મ જેમ કે Zee5, JioCinema Premium, SonyLIV, Lionsgate Play અને અન્ય પણ ગ્રાહકો માટે ઉપલબ્ધ હશે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે