Phalodi Satta Bazar: 'અબકી બાર 400 પાર' નારો આપનાર ભાજપ માટે ખતરાની ઘંટી, 'અબકી બાર કિસકી સરકાર'
Falodi Satta Bazar Prediction: લોકસભા ચૂંટણીના ત્રણ તબક્કાના મતદાન બાદ ફલોદી સટ્ટા બજારમાંથી નવી અપડેટ સામે આવી છે. બજારમાં સતતત ભાવોમાં ઉતાર-ચઢાવ જોવા મળી રહ્યો છે.
Trending Photos
Phalodi Satta Bazar News: લોકસભા ચૂંટણીના ત્રણ તબક્કાના મતદાન બાદ ફલોદી સટ્ટા બજાર (Phalodi Satta Bazar) થી નવી અપડેટ સામે આવી છે. બજારમાં સતત ભાવોમાં ઉતાર ચઢાવ જોવા મળી રહ્યો છે. જેમ જેમ વોટિંગની પ્રક્રિયા આગળ વધી રહી છે. તેમ તેમ દેશના મુખ્ય સટ્ટા બજાર ફલોદીમાં લોકસભા ચૂંટણી (Lok sabha election 2024) ને લઇને ભાવમાં ફેરફાર જોવા મળી રહ્યો છે. સટ્ટા બજારના અનુસાર ભાજપને 296 થી 298 સીટો મળવાની સંભાવના છે. જ્યારે કોંગ્રેસને કેન્દ્રમાં 60 થી 63 સીટો મળવાની સંભાવના છે.
AK કારાવાસમાંથી બહાર, દિલ્હીમાં BJPને કેટલી સીટો આપી રહ્યું છે ફલોદી સટ્ટા બજાર?
Phalodi Satta Bazar નું સૌથી મોટું અનુમાન, BJP કયા રાજ્યમાં કેટલી સીટો જીતી રહી છે?
રાજસ્થાનની કુલ 25 સીટોમાંથી ભાજપને 18 થી 20 સીટોની સંભાવના છે. તો બીજી તરફ યૂપીમાં પણ ઓછા મતદાનના લીધે ભાજપને નુકસાન બતાવવામાં આવી રહ્યું છે. જોકે તેમછતાં સત્તાધારી પક્ષને 80માંથી લગભગ 70 થી 72 સીટો મળવાની સંભાવના છે. જ્યારે ગુજરાતમાં 24 થી 25, મધ્ય પ્રદેશમાં 28 થી 29, દિલ્હીમાં 5-6 બેઠકો અને પંજાબમાં 2-3 બેઠકો ભાજપ માટે સંભવિત હોવાનું કહેવાય છે. આ સિવાય પશ્ચિમ બંગાળમાં 22થી 24, હિમાચલ પ્રદેશમાં 4 અને છત્તીસગઢમાં 10થી 11 બેઠકો પાર્ટીના ખાતામાં જઈ શકે છે.
રાજસ્થાનમાં દસ વર્ષ બાદ અડધો ડઝન સીટો પર કોંગ્રેસ ખાતુ ખોલશે
હવે ફલોદી સટ્ટા બજારના તાજા અનુમાન શેર કર્યું છે, તેમાં ઘણી ચોંકાવનારી વાતો છે. ગુજરાતમાં રાજપૂતોનો વિરોધ છતાં ભાજપને ક્લીન સ્વીપની હેટ્રિક લગાવવાનો દાવો કરવામાં આવી રહ્યો છે જ્યારે રાજસ્થાનમાં દસ વર્ષ બાદ અડધો ડઝન સીટો પર કોંગ્રેસ ખાતુ ખોલાવતી જોવા મળી રહી છે.
'મોદી જીતશે તો અમિત શાહ બનશે PM, યોગીને નિપટાવી દેવાશે', કેજરીવાલનો સૌથી મોટો હુમલો
'4 જૂને BJP હારી જશે, AAP વિના દિલ્હીમાં કોઈ સરકાર નહીં બને' : આ નેતાએ કર્યો દાવો
શું ભાજપ કરી શકશે 400 પાર
સટ્ટા બજારના અનુસાર ભાજપ (BJP) ની 330 થી 335 સીટોનો ભાવ 1 રૂપિયો, જ્યારે 350 સીટોનો ભાવ 3 રૂપિયા અને 400 સીટોનો ભાવ 12 થી 15 રૂપિયા ચાલી રહ્યો છે. જ્યારે NDA ની 400 સીટોનો ભાવ 4 થી 5 રૂપિયા ચાલી રહ્યો છે. સટ્ટા બજારના અનુમાન અનુસાર ભાજપ 400 પાર જઇ શકશે નહી. ફલોદી સટ્ટા માર્કેટમાં પોતાના અનુમાનમાં કોંગ્રેસને 40-42 સીટો આપી રહ્યું છે. સટ્ટા માર્કેટના અનુસાર કોંગ્રેસ ફરી એકવાર કેન્દ્રમાં સરકાર બનાવી શકશે નહી.
ફલોદી માર્કેટના આંકડા ઘણી સાચા સાબિત થયા
ગત વર્ષે કર્ણાટક વિધાનસભા ચૂંટણી માટે સટ્ટા માર્કેટનું અનુમાન વાસ્તવિક પરીણામોની નજીક હતું, જેમાં કોંગ્રેસ અને ભાજપને ક્રમશ: 137 અને 55 બેઠકો આપવામાં આવી હતી જ્યારે પરિણામોમાં કોંગ્રેસને 135 અને ભાજપને 66 બેઠકો મળી હતી. તેવી જ રીતે ફલોદી સટ્ટા બજારે પણ 2022માં હિમાચલ પ્રદેશમાં કોંગ્રેસની જીતની સચોટ આગાહી કરી હતી.
લૂ લાગી હોય ત્યારે બેભાન વ્યક્તિને પાણી પીવડાવવું બની શકે છે ખતરનાક, જાણો કેમ?
Aadhaar વડે નિકાળી શકશો કેશ, પિન ઝંઝટ ખતમ, ના તો OTP જરૂર
જેના પર ઓછો ભાવ, તેની જીતવાની સંભાવના વધુ
ફલોદી સટ્ટા બજાર હારનાર પાર્ટી માટે વધુ સંભાવનાઓની ફાળવણી કરે છે અને જીતનાર પાર્ટી માટે ઓછી સંભાવનાઓ ફાળવે છે. ફલોદી સટ્ટા બજારમાં હારનાર પાર્ટી પર વધુ ભાવ મળે છે જ્યારે જીતનાર પાર્ટી પર ભાવ ઓછો હોય છે. ચૂંટણીમાં જે ઉમેદવારનું ફલોદી સટ્ટા બજાર ભાવ ઓછો છે, તેનો અર્થ એ છે કે ઓછા પૈસાના ભાવવાળા ઉમેદવારોની જીતની સંભાવના વધુ હોય છે.
Cooking Tips: લોટ બાંધતી વખતે મિક્સ કરી દો બરફના બે ટુકડા, ફૂટબોલ જેવી ફૂલશે રોટલીઓ
હવે ચીકૂની ખેતી ગુજરાતના ખેડૂતોને બનાવશે લાખોપતિ,ટ્રેકટર નહી મર્સિડીઝ લઇને જશે ખેતરે
આખા ભારતમાં ફલોદી સટ્ટા બજારનું નેટવર્ક છે. ફલોદીનું આ સટ્ટા બજાર ખૂબ પ્રસિદ્ધ છે. એવું કહેવાય છે કે તેનો બિઝનેસનો આંકડો કરોડોમાં છે. દરરોજ અઘોષિત તરીકે કરોડોનું સટ્ટા બજાર લાગે છે. એવું કહેવાય છે કે અહીં લગભગ 500 વર્ષોથી સટ્ટો રમવામાં આવે છે.
શુક્રનું ગોચર આ 2 રાશિવાળાનું છીનવું લેશે સુખ-ચેન, બેહાલ બની જશે જીંદગી
48 કલાક પછી આ રાશિવાળાની જીંદગીમાં જોવા મોટો બદલાવ, કૂબેર ખજાનો વરસાવશે રૂપિયા
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે