Raksha Bandhan 2022: રક્ષાબંધન પર રાશિ અનુસાર બાંધો ભાઈને રાખડી, જાણો આ પાછળનું કારણ

Rakhi Color By Zodiac Sign: જ્યોતિષ શાસ્ત્રમાં રંગોનું ખાસ મહત્વ જણાવવામાં આવ્યું છે. કોઈપણ શુભ કાર્યમાં રંગોનું ધ્યાન રાખવું જરૂરી છે. રક્ષાબંધન પર ભાઈના હાથ પર રાશિ અનુસાર રાખડી બાંધવાથી લાભ થશે.

Raksha Bandhan 2022: રક્ષાબંધન પર રાશિ અનુસાર બાંધો ભાઈને રાખડી, જાણો આ પાછળનું કારણ

Buying Rakhi Rules: જ્યોતિષ શાસ્ત્રમાં દરેક રાશિનો એક લકી રંગ હોય છે. જો આ લકી રંગને પોતાની સાથે રાખવામાં આવે, તો વ્યક્તિ માટે શુભ હોય છે. એવામાં જો રક્ષાબંધનના દિવસે બહેન ભાઈના લકી રંગ અનુસાર તેના હાથ પર રાખડી બાંધે તો ભાઈ માટે શુભ રહશે. આવો જાણીએ બહેનોએ ભાઈઓ માટે રાખડી પસંદ કરતા સમયે કયા રંગને પસંદ કરવો જોઇએ.

રાશિ અનુસાર પસંદ કરો રાખડી
મેષ રાશિ
જ્યોતિષ શાસ્ત્ર અનુસાર મેષ રાશિનો સ્વામી ગ્રહ મંગળ છે. તેથી મેષ રાશિના ભાઈઓ માટે લાલ રંગની રાખડીને પસંદ કરવી શુભ રહેશે.

વૃષભ રાશિ
આ રાશિના જાતકોનો સ્વામી ગ્રહ શુક્ર છે. તેથી આ રાશિના જાતકોનો લકી રંગ સફેલ માનવામાં આવે છે. બહેન વૃષભ રાશિના ભાઈઓ માટે સફેદ રંગ અથવા વાદળી રંગની રાખડી ખરીદે.

મિથુન રાશિ
આ રાશિનો સ્વામી ગ્રહ બુધ છે. તેમનો પ્રિય રંગ લીલો હોય છે. એવામાં રક્ષાબંધનના દિવસે ભાઈઓને લીલા રંગની રાખડી બાંધવાથી ભાઈ અને બહેન બંનેની બુદ્ધિ ચમકી જશે.

કર્ક રાશિ
આ રાશિના જાતકો માટે સફેદ રંગ શુભ માનવામાં આવે છે. તેનાથી તેમને સારું સ્વાસ્થ્ય અને દીર્ધાયુષ્યની પ્રાપ્તિ થશે.

સિંહ રાશિ
જ્યોતિષ શાસ્ત્ર અનુસાર સિંહ રાશિનો સ્વામી ગ્રહ સૂર્ય હોય છે. આ રાશિના લોકો માટે લકી રંગ લાલ અથવા પીળો છે. એવામાં ભાઈને આ રંગની રાખડી બાંધવાથી શુભ ફળ પ્રાપ્ત થયા છે.

કન્યા રાશિ
બુધ ગ્રહ કન્યા રાશિનો સ્વામી ગ્રહ છે. એવામાં તેમનો શુભ રંગ લીલો છે. તેથી કન્યા રાશિના જાતકોને લીલા રંગની રાખડી બાંધો. આ કરવાથી તમારા ભાઈનું દરેક કાર્ય કોઈપણ અડચણ વગર પૂર્ણ થઈ જશે.

તુલા રાશિ
જ્યોતિષ શાસ્ત્ર અનુસાર તુલા રાશિનો સ્વામી ગ્રહ શુક્ર છે. બહેન ભાઈઓના લાંબા આયુષ્યની કામના કરતા, ભાઇઓના હાથ પર ગુલાબી રંગની રાખડી બાંધે. આ કરવાથી તમારી તમામ મનોકામનાઓ પૂર્ણ થશે.

વૃશ્ચિક રાશિ
આ રાશિના જાતકોનો સ્વામી ગ્રહ મંગળ છે. તેથી આ રાશિના લોકો માટે લકી રંગ લાલ અથવા મરૂન છે. બહેનો ભાઈઓના હાથ પર આ રંગની રાખડી બાંધે. તેનાથી તેમને શત્રુઓ પર વિજય પ્રાપ્ત થશે.

ધન રાશિ
ધન રાશિનો સ્વામી ગ્રહ ગુરૂ હોવાના કારણે લકી રંગ પીળો અથવા નારંગી છે. પ્રોફેશનલ લાઈફમાં સફળતા મેળવવા માટે બહેનો ભાઈના હાથ પર પીળા અથવા લાલ રંગની રાખડી બાંધે.

મકર રાશિ
મકર રાશિનો સ્વામી ગ્રહ શનિ છે. તેથી તેમનો લકી રંગ વાદળી અથવા જાંબલી છે. શનિ દેવની કૃપા બનાવી રાખવા માટે બહેનો ભાઈઓના હાથ પર વાદળી અથવા જાંબલી રંગની રાખડી બાંધે.

કુંભ રાશિ
કુંમભ રાશિના જાતકોનો સ્વામી ગ્રહ પણ શનિ છે. તેથી ભાઈઓની ખુશીઓ માટે બહેનો વાદળી અથવા જાંબલી રંગની રાખડી બાંધે.

મીન રાશિ
આ રાશિનો સ્વામી ગ્રહ દેવગુરૂ છે અને તેમનો લકી રંગ પીળો અથવા નારંગી છે. ભાઈ પર કોઈ બાધા ના આવે તે માટે બહેનો નારંગી રંગની રાખડી ભાઈના હાથ પર બાંધે.

(Disclaimer: અહીં આપેલી માહિતી સમાન્ય માન્યતાઓ અને જાણકારીઓ પર આધારીત છે. ZEE NEWS તેની પુષ્ટી કરતું નથી.)

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news