PM મોદીએ રાજ્યસભામાં NCPના કર્યા વખાણ, મહારાષ્ટ્રમાં નવા રાજકીય સમીકરણના સંકેત? 

મહારાષ્ટ્ર(Maharashtra) ના રાજકારણના ચાણક્ય ગણાતા શરદ પવાર(Sharad Pawar) જ્યાં શિવસેના અને કોંગ્રેસ સાથે રાજ્યમાં વૈકલ્પિક સરકાર બનાવવાના સૂત્રધાર કહેવાઈ રહ્યાં છે ત્યાં બીજી બાજુ આજે પીએમ મોદી(PM Modi)એ તેમની પાર્ટી રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી(NCP) ના રાજ્યસભા(Rajya Sabha)માં ખુબ વખાણ કર્યાં. આ વખતના શિયાળુ સત્ર(Winter Session)માં રાજ્યસભાના 250માં સત્રના અવસરે બોલતા પીએમ મોદીએ બે વાર એનસીપીના વખાણ કર્યાં. તેમણે કહ્યું કે NCP અને BJDએ સદનમાં અનુશાસન જાળવી રાખ્યાં. બંને પાર્ટીઓએ વેલમાં જઈને વિરોધ ન કરવાનો નિર્ણય લીધો અને તેના પર અમલ પણ કર્યો. તેનાથી આ પક્ષોની રાજનીતિ વિકાસ યાત્રા પર કોઈ ફરક પડ્યો નથી. NCPના વખાણને મહારાષ્ટ્રના તાજા રાજકીય ઘટનાક્રમને જોડવામાં આવી રહ્યાં છે. 
PM મોદીએ રાજ્યસભામાં NCPના કર્યા વખાણ, મહારાષ્ટ્રમાં નવા રાજકીય સમીકરણના સંકેત? 

નવી દિલ્હી: મહારાષ્ટ્ર(Maharashtra) ના રાજકારણના ચાણક્ય ગણાતા શરદ પવાર(Sharad Pawar) જ્યાં શિવસેના અને કોંગ્રેસ સાથે રાજ્યમાં વૈકલ્પિક સરકાર બનાવવાના સૂત્રધાર કહેવાઈ રહ્યાં છે ત્યાં બીજી બાજુ આજે પીએમ મોદી(PM Modi)એ તેમની પાર્ટી રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી(NCP) ના રાજ્યસભા(Rajya Sabha)માં ખુબ વખાણ કર્યાં. આ વખતના શિયાળુ સત્ર(Winter Session)માં રાજ્યસભાના 250માં સત્રના અવસરે બોલતા પીએમ મોદીએ બે વાર એનસીપીના વખાણ કર્યાં. તેમણે કહ્યું કે NCP અને BJDએ સદનમાં અનુશાસન જાળવી રાખ્યાં. બંને પાર્ટીઓએ વેલમાં જઈને વિરોધ ન કરવાનો નિર્ણય લીધો અને તેના પર અમલ પણ કર્યો. તેનાથી આ પક્ષોની રાજનીતિ વિકાસ યાત્રા પર કોઈ ફરક પડ્યો નથી. NCPના વખાણને મહારાષ્ટ્રના તાજા રાજકીય ઘટનાક્રમને જોડવામાં આવી રહ્યાં છે. 

પીએમ મોદીએ કહ્યું કે ઉપલા ગૃહની બે ખાસ વાતો છે...1 સ્થાયિત્વ અને 2 વિવિધતા. સ્થાયિત્વ એટલે લોકસભા તો ભંગ થાય છે પરંતુ રાજ્યસભા ક્યારેય ભંગ થતી નથી. વિવિધતા એટલે... રાજ્યોનું પ્રતિનિધિત્વ પ્રાથમિકતા છે. ભારતની વિવિધતા અનેકતામાં એક્તાનું સૂત્ર સૌથી મોટી તાકાત છે. તે આ સદનમાં જોવા મળે છે. દરેક માટે ચૂંટણીનો જંગ લડવી સરળ હોતી નથી પરંતુ તેનાથી તેમની ઉપયોગિતા ઓછી થતી નથી અને દેશના નીતિ નિર્ધારણમાં લાભ મળે છે. 

પીએમ મોદીએ કહ્યું કે, "આ મારા માટે સૌભાગ્યની વાત છે કે મને આ અવસરમાં સામેલ થવાની તક મળી. અનુભવ  કહે છે કે બંધારણના ઘડવૈયાઓએ જે વ્યવસ્થા આપી તે કેટલી અદભૂત છે. આ સદને દેશમાં ઈતિહાસ બનતો જોયો છે. અનેક મહાનુભવોનો લાભ આપણને રાજ્યસભાના માધ્યમથી મળ્યો છે. અહીં રાજ્યસભાથી જ્યાં બાબા સાહેબ આંબેડકરને આવવાની તક મળી. કારણ કે લોકસભામાંથી તો તેમને આવવા દેવાયા નહીં. સદનના બદલાયેલા હાલાતમાં પોતાને ઢાળવાની કોશિશ કરી. આ સદનમાં એવા વિદ્વાન લોકો બેઠા હતાં જેમણે શાસન વ્યવસ્થાને ક્યારેય નિરંકુશ થવા દીધી નથી."

— ANI (@ANI) November 18, 2019

વડાપ્રધાને (Narendra Modi) વધુમાં કહ્યું કે, "આપણા પ્રથમ ઉપરાષ્ટ્રપતિ ડો.સર્વપલ્લી રાધાકૃષ્ણનજીએ કહ્યું હતું કે, આપણા વિચાર, આપણો વ્યવહાર અને આપણી સોચ જ બે સદનોવાળી આપણી સંસદીય પ્રણાલીના ઔચિત્યને સાબિત કરશે. બંધારણનો ભાગ બનીને આ દ્વિસદનીય વ્યવસ્થા આપણી પરીક્ષા હશે. 250 સત્રની યાત્રા બાદ વર્તમાનની પેઢીઓની જવાબદારી વધી જાય છે કે ડો.રાધાકૃષ્ણનને જે અપેક્ષાઓ રાખી હતી તેને પૂરી કરવામાં આવે."

પીએમ મોદીએ કહ્યું કે, "રાજ્યસભામાં દૂરંદ્રષ્ટિનો અનુભવ છે. આ સદનની પરિપકવતા છે કે તેણે ત્રિપલ તલાક ખરડો પાસ કર્યો. આ સદને જનરલ કેટેગરીને 10 ટકા અનામત આપવાનું કામ કર્યું. એ જ રીતે જીએસટીને લઈને વન નેશન વન ટેક્સને લઈને સર્વસંમતિ બનાવવાનું કામ કર્યું. આ સદનમાં 1964માં જે વાયદા કરાયા હતાં તે કલમ 370 અને 35એ આ સદનમાં હટાવવામાં આવ્યાં. આ સદન દેશની એક્તા અને અખંડિતતાને લઈને કરાયેલી કાર્યવાહી માટે યાદ કરાશે."

જુઓ LIVE TV

પીએમ મોદીએ કહ્યું કે રાજ્યસભા એ વાતને સુનિશ્ચિત કરે છે કે દેશમાં કેન્દ્ર અને રાજ્ય સરકારના પ્રતિદ્વંદી નથી. અમે મળીને દેશને આગળ લઈ જવાનું કામ કરીએ છીએ. દેશના વિકાસ અને રાજ્યના વિકાસ બે અલગ વસ્તુ નથી. અનેક નીતિઓ કેન્દ્ર સરકાર બનાવે છે. તે નીતિઓમાં રાજ્યની વાતોને આ સદન દ્વારા સરકાર સમક્ષ લાવવામાં આવતી હોય છે. 

રાજ્યસભાના 200માં સત્રમાં પણ એનડીએની સરકાર હતી
પીએમ મોદીએ વધુમાં કહ્યું કે, "2003માં જ્યારે આ સત્રના 200 વર્ષ પૂરા થયા હતાં ત્યારે પણ એનડીએની સરકાર હતી. તે સમયે અટલજીએ કહ્યું હતું કે આપણા સંસદીય લોકતંત્રની શક્તિ વધારવા માટે આ સેકન્ડ હાઉસ હાજર છે. અટલજીએ કહ્યું હતું કે આ સેકન્ડ હાઉસને કોઈ પણ સેકન્ડ્રી હાઉસ બનાવવાની કોશિશ ન કરે. હું કહીશ કે રાજ્યસભા સેકન્ડ હાઉસ છે તે સેકન્ડ્રી હાઉસ ક્યારેય નથી. ભારતના વિકાસ માટે તેણે સપોર્ટિવ હાઉસ બની રહેવું જોઈએ."

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાવો : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news