નાગા સાધુ અને અઘોરીઓમાં શું ફરક હોય છે? એમની છુપી શક્તિઓ વિશે જાણીને રહી જશો દંગ
નાગા સાધુ અને અઘોરી બાવા આ બન્ને વચ્ચે છે પાતળી ભેદ રેખા. આપ જાણો છે કે,અઘોરી બાવા સ્મશાનમાં રહીને તંત્ર સાધના કરે છે. અઘોરીઓ સ્મશાનમાં ત્રણ વિવિધ પદ્ધતિથી સાધના અને ઉપાસના કરતાં હોય છે.સ્માશાનમાં કરેલી સાધનાથી ઘણી કાળી શક્તિઓ તેમને પ્રાપ્ત થાય છે પરંતુ તેઓ શક્તિઓનો ખોટી રીતે ઉપયોગ કરતા નથી.
Trending Photos
નિરજ ચોકસી, અમદાવાદઃ અઘોરી બાવાનો ઈતિહાસ પણ જાણવા જેવો છે. વેદ અને પુરાણ અનુસાર હિન્દુધર્મમાં અનેક પ્રકારના સાધુ હોય છે. જેમાં નાગા સાધુ અને અઘોરી બાવા આમ બંનેનો સમાવેશ થાય છે. દેખાવમાં બંનેની વેશભૂષા સરખી હોય છે. બન્નેની રહેણી કરણીમાં ફરક હોય છે. નાગા સાધુ કાળી વિદ્યા નથી કરતા તેઓ સ્માશાનમાં નથી રહેતા. જ્યારે આઘોરી બાવા સ્મશાનમાં રહે છે અને કાળી વિદ્યા પણ જાણે છે.
નાગા સાધુ અને અઘોરીઓમાં શું ફરક છે?
અઘોરીઓ મોટા ભાગે મૌન હોય છે.નાગા સાધુ બનવા માટે અખાડામાં દીક્ષા લેવી પડે છે. જ્યારે અઘોરી બનવા માટે સ્મશાનમા જીવનના અમુક વર્ષો પસાર કરવા પડે છે.નાગા સાધુઓના ગુરુ હોય છે તેમના અખાડાના જે પ્રમુખ હોય છે તેમને ગુરુ માનવામાં આવે છે. અઘોરીઓના ગુરુ ભગવાન શિવ હોય છે. અઘોરીઓને ભગવાન શિવનો પાંચમો અવતાર માનવામાં આવે છે. અઘોરીઓ સ્મશાનમાં મૃતદેહ (DEAD BODY) પાસે બેસીને પોતાની તપસ્યા કરે છે. એવું માનવામાં આવે છે કે, આમ કરવાથી તેમને દેવી શક્તિઓની પ્રાપ્તિ થાય છે. નાગા સાધુ ક્યારેય વસ્ત્ર પહેરતા નથી. જ્યારે અઘોરીઓ જાનવરની ચામડીમાંથી પોતાનું શરીર ઢાંકે છે. નાગા સાધુ અને અઘોરી બંને માંસાહારી હોય છે. જોકે, નાગા સાધુઓમાં કેટલાક શાકાહારી પણ હોય છે. પરંતુ, અઘોરી બાવા શાકાહારી નથી હોતા. એવું પણ માનવામાં આવે છે કે, તેઓ માત્ર જાનવર નહીં પણ માનવીનું માંસ પણ ખાય જાય છે.
ગબ્બર સિંગ હોય કે મોગેમ્બો, લાયન હોય કે શાકાલનું પાત્ર, બોલીવુડના આ ખૂંખાર ખલનાયકોની અદભુત અદાકારી હંમેશા યાદ રહેશે
અઘોરી બાવા
અધોરી બાવા પોતાની ભયાનક ભૂખ માટે જાણીતા છે. તે એવી વસ્તુઓ ખાય છે જે એક સભ્ય વ્યક્તિ ખાઇ ન શકે. મળ, મૂત્ર અને સડેલા માનવ શરીર પણ ખાય છે. તેઓનું માનવું છે કે તેનાથી અહંકાર અને સુંદરતાનો માનવીય દ્રષ્ટિકોણ નાશ પામે છે. અઘોરી બાવાની જીવનશૈલી અલગ હોવાથી તે સમાજમાં જોવા મળતા નથી. અઘોરી સ્મશાનમાં રહી અને તંત્ર સાધના કરે છે. આ પંથની ઉત્પત્તિ કેવી રીતે થઈ તે અંગે આધારભૂત પુરાવા મળતાં નથી. માન્યતા છે કે આ ધર્મ શૈવ એટલે કે શિવ સાધક સાથે જોડાયેલો છે. અઘોરી પંથ તેના વશીકરણ માટે પણ વર્ષોથી ચર્ચામાં રહ્યો છે.
વશીકરણ અને અઘોરી
‘ऊं अघोरेभ्यों घोरेभ्यों नम:’ આ મંત્રનો ઉપયોગ અઘોરીઓ વશીકરણ માટે કરે છે. માનવામાં આવે છે કે આ મંત્ર વશીકરણ માટેનો શ્રેષ્ઠ મંત્ર છે. અઘોરીઓ સાધના અને ઉપાસના કરી અને આ મંત્રને સિદ્ધ કરે છે જેના કારણે તેઓ આ મંત્રથી કોઈને પણ વશ કરી શકે છે. વશીકરણનો પ્રયોગ કોઈપણ પ્રકારના ખોટા કામ કરવા માટે ન કરવો જોઈએ. નહીં તો તેનું પરિણામ ગંભીર આવી શકે છે.વશીકરણ સાધના સૌથી અધરી સાધના માનવામાં આવે છે. આ સાધના સોમવારે રાત્રે 11 વાગ્યા પછી જ શરૂ કરવામાં આવે છે. સાધકે લાલ વસ્ત્રો જ પહેરવા પડે છે, સાધના ચાલતી હોય ત્યારથી જ તેની અસરો થવા લાગે છે. અઘોર બાવા માને છે કે આધ્યાત્મિક જ્ઞાન મેળવવા અને ઈશ્વરને પામવા માટે શુદ્ધતાના નિયમોથી દૂર જવું પડે છે.
અઘોરી બાવાની ત્રણ સાધના
અઘોરીઓ સ્મશાનમાં ત્રણ વિવિધ પદ્ધતિથી સાધના અને ઉપાસના કરતાં હોય છે. સ્મશાન સાધના, શવ સાધના અને શિવ સાધના.
સ્મશાન સાધના
આ સાધનામાં પરિવારના તમામ સભ્યો સામેલ થઈ શકે છે. આ સાધનામાં મડદાની જગ્યાએ મડદાપીઠની આરાધના કરવામાં આવે છે તેના પર ગંગાજળ અર્પણ કરવામાં આવે છે. આ સાધનામાં માંસ અને મદિરાની સમકક્ષના પીણાનો પ્રસાદ ધરાવવામાં આવે છે.
Valentine's Day: આ છે ગુજરાતના વીર-ઝારાંની પ્રેમકહાનીઃ સગાઈ બાદ 17 વર્ષે થયું મિલન, વાંચતા વાંચતા આંખો થઈ જશે ભીની...
શવ સાધના
શવ સાધના કરવા માટે એક ખાસ કાળમાં સળગતી ચિતામાં મૃતદેહ પર બેસવામાં આવે છે.શવ સાધના વિશે એવી માન્યતા છે કે આ સાધના કર્યા બાદ શવ પણ બોલવા લાગે છે અને એ તમારી તમામ મહત્વકાંક્ષાઓ પૂર્ણ કરે છે. આપણે તેને મેલી વિદ્યા તરીકે પણ સંબોધીએ છીએ. શવ સાધનાની ચરમ સીમા પર મડદું બોલી ઉઠે છે અને તમારી બધી ઈચ્છાઓ પૂરી કરે છે.
શિવ સાધના
આ વિધિ સ્માશાનમાં થાય છે ભૂતપ્રેતથી રક્ષણ માટે અઘોરીઓ એક વિશિષ્ટ પ્રકારનો મંત્ર બોલે છે. આ સાધના પૂર્વે અઘોરીઓ અગરબત્તી ધૂપને લગાવી દીપક પ્રજ્વલિત કરતાં હોય છે અને ત્યાર બાદ મંત્રનો મંત્રોચ્ચારણ કરતાં હોય છે. શિવ સાધનામાં શવ પર પગ મૂકીને આરાધના કરવામાં આવે છે. ત્યાર પછીની વિધિ શવ સાધનાની જેમ જ હોય છે.આ સાધના પાછળનું મૂળ તાત્પર્ય છે શિવજીની છાતી પર પાર્વતીજીનો એક પગ. આ સાધનામાં મડદાને પ્રસાદના રૂપમાં માંસ અને મદિરા અર્પણ કરવામાં આવે છે.
ગુજરાત કી હવા મેં વેપાર હૈ...સરળ ભાષામાં સમજો શૂન્યથી માંડીને ખર્વ સુધીનું ગણિત
જાણો સ્મશાન વિશે-
તારાપીઠનું સ્મશાન
તારાપીઠનું સ્મશાન જ્યાં અઘોરી બાવાઓ પોતાની સાધના પુરી કરે છે જે કલકતાથી ૧૮૦ કિલોમીટર દુર આવેલું છે. અહીં તમને હજારોની સંખ્યામાં અઘોર તાંત્રિકો મળી જશે. તંત્રસાધનાની આ ખૂબ જ પ્રખ્યાત જગ્યા છે. તારાપીઠ કે જ્યાં આરાધનાપીઠ પાસે આવેલાં સ્મશાનમાં હવન કર્યા વિના બીજી જે પણ સાધનાઓ કરી હોય તે પૂર્ણ ગણવામાં આવતી નથી.
કામાખ્યા પીઠનું સ્મશાન
કામાખ્યા પીઠની જગ્યાને તંત્ર સાધના માટે સૌથી મહત્વપૂર્ણ જગ્યા માનવામાં આવે છે. અહીં સાધુ અને અઘોરીઓ આવતા રહે છે. અહીં ખુબજ વધારે માત્રામાં કાળો જાદુ થાય છે પુરાતનકાળથી સતયુગી તીર્થ કામાખ્યા વર્તમાનમાં તંત્રસિદ્ધિનું સર્વોચ્ચ સ્થાન છે. કાલિકા પુરાણ અને દેવીપુરાણમાં કામાખ્યા શક્તિપીઠને સર્વશ્રેષ્ઠ ગણવામાં આવ્યું છે અને આ પણ એક તાંત્રિકોનો ગઢ છે.
રાજરપ્પાનું સ્મશાન
રાજરપ્પા છિત્રમસ્તા રાજધાની રાંચીથી 68 કિમી. દૂર દામોદર અને ભૈરવી નદીના સંગમ ઉપર રાજરપ્પા સ્થિત મંદિર દેવી છિન્નમસ્તિકાને સમર્પિત છે. તાંત્રિક મહાવિદ્ધાનોમાં કામરૂપ કામાખ્યાની ષોડશી અને તારાપીઠની તારા પછી આ સ્મશાનનું સ્થાન મહત્વનું ગણાય છે. અમાસના દિવસે અહીં પૂજારીઓ પોતાની આંગળી કાપીને તેમાંથી નીકળતું લોહી ચડાવે છે.
ચક્ર્તીર્થનુ સ્મશાન
મધ્યપ્રદેશના ઉજ્જૈનમાં ચક્રતીર્થ નામનું સ્મશાન આવેલું છે. તાંત્રિકોની દેવી કાલિકાના આ ચમત્કારી મંદિરની પ્રાચીનતાના વિષયમાં કોઈ નહિ જાણતું હોય, તેની સ્થાપના મહાભારતકાળમાં થઇ હતી, પરંતુ મૂર્તિઓ સતયુગ કાળથી છે. ગઢકાલિકા સ્થળ તાંત્રિકોનો ગઢ માનવામાં આવે છે. ઉજ્જૈનમાં કાલભૈરવ આને વિક્રાંત ભૈરવ તાંત્રિકોનો ગઢ ગણવામાં આવે છે. આ કાલભૈરવના મંદિરમાં પ્રસાદી સ્વરૂપે મદિરા આપવામાં આવે છે.
તંત્રની 10 દેવી
તંત્રની 10 દેવીઓ છે. કાલી, તારા, ષોડશી ભુવનેશ્વરી, છિત્રમસ્તા, ત્રિપુર ભૈરવી, ઘુમાવતી, બગલા મુખી, માતંગી અને કમલા. ભૈરવને શિવજીના 10 રુદ્રાવાતારોમાના એક ગણવામાં આવે છે. ભૈરવના 8 વિવિધ સ્વરૂપો છે. અસિતાંગ ભૈરવ, ચંડ ભૈરવ, રુરુ ભૈરવ, ક્રોધ ભૈરવ, ઉન્મત્ત ભૈરવ, કપાલ ભૈરવ, ભીષણ ભૈરવ અને સંહાર ભૈરવ.
અઘોરી બાવા પણ કરે છે નશો
અઘોરી બાવાઓને શિવનું રૂપ માનવામાં આવે છે. કારણ કે શિવજીના પાંચમાં રૂપમાંથી એક અઘોર રૂપ છે. આ અઘોર સાધુઓ પણ ભાંગ, ધતુરાના નશામાં રહે છે. અઘોરી બાવા માને છે કે આ પ્રકારનો નશો કરવાથી એક ધૂનમાં લાગી જવાય છે જેથી તંત્ર સાધના કરવામાં સરળતા રહે છે. તથા આ પ્રકારના ઠંડા નશા કરવાથી પુરૂષત્વનો નાશ થાય છે. તમામ પ્રકારના વૈરાગ્યને પ્રાપ્ત કરવા માટે અઘોરી બાવા સ્મશાનમાં રહે છે અને પછી તેઓ હિમાલય અથવા તો જંગલમાં જતા રહે છે. અઘોરી બાવા માને છે કે શિવનો વાસ સ્મશાનમાં હોય છે માટે સ્માશાનમાં ઉપાસના કરવાથી મોક્ષની પ્રાપ્તિ થાય છે.
રહસ્યમય દવાઓ
દુનિયાભરના વૈજ્ઞાનિકોને આશ્વર્યચકિત કરતા અઘોરી દાવો કરે છે કે કેટલીક ગંભીર બિમારીઓનો ઉપાય તેમની પાસે છે. તે દવાઓ છે ‘હ્યુમન ઓઈલ' એટલે કે માણસના હાડકામાંથી નીકળેલું તેલ હોય છે.આ તેલને તે સળગતી ચિતામાંથી મેળવે છે. આ બાવાઓ દાવો કરે છે કે આ તેલથી ઘણી બિમારીઓ દૂર થાય છે.આધુનિક મેડિકલમાં નૈતિકતાના કારણથી તેનો ઉપયોગ નથી કરવામાં આવતો. પરંતુ વૈજ્ઞાનિકોએ તેમના આ દાવાની કોઈ તપાસ નથી કરી. આમ નાગા સાધુ અને અઘોરી બાવામાં ફરક છે નાગા સાધુ અને અને નાગા બાવા શિવના જ ઉપાસક છે પરતું નાગા બાવાનો ખોરાક અને રહેણી કરણી અલગ છે આ સાથે તેઓ કાળી વિદ્યા જાણે છે. અઘરો બાવા કાળી વિદ્યાનો ખોટો ઉપયોગ કરતા નથી.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે