મુસ્લિમ મહિલાએ ઉર્દુમાં લખી રામાયણ: કહ્યું સારી વાતો બધા સુધી પહોંચે
લેખિકાએ કહ્યું રામાયણ એક એવો પવિત્ર ગ્રંથ જેનો લાભ મુસ્લિમોને પણ મળવો જોઇએ
Trending Photos
નવી દિલ્હી : એક મુસ્લિમ મહિલાએ હિંદૂ મુસ્લિમ સૌહાર્દનું એક મોટુ ઉદાહરણ રજુ કર્યું છે. ઉત્તરપ્રદેશનાં કાનપુરમાં એક મુસ્લિમ મહિલાએ હિંદુઓના પ્રસિદ્ધ ધર્મગ્રંથ રામાયણને ઉર્દુમાં ટ્રાન્સલેટ કરી છે. આ સાથે જ આ મહિલાએ દેશની ગંગા - જમના તહેજીબનો પરિચય આપતા સાંપ્રદાયિક સૌહાર્દ અને આંતરિક ભાઇચારાની અનોખી પહેલ રજુ કરી છે. આ મિસાલ રજુ કરતા કાનપુરનાં પ્રેમનગર વિસ્તારનાં નિવાસી ડોક્ટર માહી તલત સિદ્દિકીએ અનોખુ કામ કરી દેખાડ્યું છે.
ઉર્દુ રામાયણની રચના કરવા પાછળ તલબ સિદ્દીકીનો ઇરાદો છે કે હિંદુ સમુદાય ઉપરાંત મુસ્લિમ સમુદાયને પણ રામાયણની સારી વાતો અંગે જાણવું જોઇએ. તેઓને પણ આ અંગે માહિતી હોવી જોઇએ. ડોક્ટર માહી તલત સિદ્દીકી અનુસાર રામાયણને ખુબ જ સુંદર રીતે લખવામાં આવી છે. બાકીના ધર્મગ્રંથોના પવિત્ર શબ્દોની જેમ રામાયણ પણ આપણને શાંતિ અને ભાઇચારાનો સંદેશ આપે છે.
ઉર્દુ રામાયણની રચના કરવા પાછળ માહી તલત સિદ્દીકીનો ઇરાદો છેકે હિંદુ સમુહ ઉપરાંત મુસ્લિમ સમુદાયને પણ રામાયણની સારી વાતો અંગે માહિતી મળવી જોઇએ. ડોક્ટર માહી તલત સિદ્દીકીએ જણાવ્યુ કે, રામાયણને ઉર્દુમાં લખ્યા બાદ તેને આરામ અને શાંતિનો અહેસાસ થઇ રહ્યો છે.
ઉર્દુ રામાયણની રચના કરવામાં ડોક્ટર માહીને ડોઢ વર્ષ જેટલો સમય લાગ્યો હતો. ડોક્ટર માહી તલત સિદ્દીકીએ જણાવ્યું કે, હિંદીથી ઉર્દુ અનુવાદ દરમિયાન તેમણે તે બાબતો ખાસ ખ્યાલ રાખ્યો કે ક્યાંયથી પણ રામાયણમાં રહેલ હિંદી ભાષાના શબ્દોનાં ભાવાર્થ સાથે કોઇ છેડછાડ ન થાય. હિંદી સાહિત્યમાં એમએ (માસ્ટર ઓફ આર્ટ્સ)ની ડિગ્રી ધરાવતા ડો. માહીના અનુસાર તેઓ આગળ પણ પોતાનું લેખ ચાલુ રાખશે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે