Saif Ali Khan Case Updates: આખરે સચ્ચાઈ સામે આવી ગઈ! સૈફ અલી ખાને હુમલાવાળી રાતે શું થયું હતું? એક એક વિગતો જણાવી
પહેલા કરીના કપૂર અને હવે બોલીવુડ અભિનેતા સૈફ અલી ખાને હુમલાવાળી રાતે શું થયું હતું તે સમગ્ર વિગતો બાન્દ્રા પોલીસને જણાવી છે. એ કાળોતરી રાતે મધરાતે શું થયું હતું તે જાણો સૈફના શબ્દોમાં....
Trending Photos
બોલીવુડ અભિનેતા સૈફ અલી ખાન પર તેમના બાન્દ્રા સ્થિત ઘરમાં થયેલા જીવલેણ હુમલાના કેસમાં મુંબઈ પોલીસે હવે અભિનેતાનું પણ નિવેદન લીધુ છે. ન્યૂઝ એજન્સી ANI મુજબ જોઈન્ટ પોલીસ કમિશનર (લો એન્ડ ઓર્ડર) સત્યનારાયણ ચૌધરીના જણાવ્યાં મુજબ આ નિવેદન ગુરુવારે અભિનેતા સૈફના સતગુરુ શરણ ખાતેના તેમના ઘરે લેવાયું છે. આ અગાઉ સૈફ અલી ખાનની પત્ની અને બોલીવુડ અભિનેતા કરીના કપૂરનું પણ નિવેદન બાન્દ્રા પોલીસે રેકોર્ડ કર્યું હતું. સૈફ અલી ખાને પોલીસને 16 જાન્યુઆરીના રોજ ઘટેલી આ ઘટના અંગે એક એક માહિતી આપી છે.
બેડરૂમમાં હતા સૈફ કરીના
ઈન્ડિયા ટુડેના એક રિપોર્ટ મુજબ સૈફ અલી ખાને મુંબઈની બાન્દ્રા પોલીસને જણાવ્યું કે 16 જાન્યુઆરીની રીતે તે અને તેમના પત્ની અભિનેત્રી કરીના કપૂર ખાન 11માં માળે આવેલા તેમના બેડરૂમમાં હતા. ત્યારબાદ તેમણે તેમની નર્સ (નૈની) એલિયામા ફિલિપનો અવાજ સાંભળ્યો તો બંને નાના પુત્ર જેહના રૂમ તરફ ભાગ્યા કારણ કે એલિયામા પણ ત્યાં જ સૂવે છે.
અભિનેતાએ વધુમાં જણાવ્યું કે તેઓ જ્યારે પહોંચ્યા ત્યારે તેમણે એક અજાણ્યા વ્યક્તિને ત્યાં જોયો. જેહ રડતો હતો અને જ્યારે અભિનેતાએ તે વ્યક્તિને રોકવાનો પ્રયત્ન કર્યો તો અફરાતફરી મચી ગઈ. આ દરમિયાન હુમલાખોરે સૈફ અલી ખાનની પીઠ, ગળા અને હાથો પર ચાકૂથી અનેક વાર કર્યા. જેના કારણે તેમની પકડ ઢીલી પડી. જો કે ઘાયલ થવા છતાં સૈફે હુમલાખોરને ધક્કો મારીને દૂર કર્યો હતો.
બીજી બાજુ ઘરના કર્મચારીઓ જેહને લઈને બહાર ભાગ્યા. તેમણે તરત એક્શન લેતા હુમલાખોરને રૂમમાં બંધ કર્યો. ઝઘડામાં ઘાયલ થયેલી ફિલિપે ત્યારબાદ સૈફ અલી ખાનને જણાવ્યું હતું કે તેણે જેહના રૂમમાં તે વ્યક્તિને જોયો હતો અને તેણે તેની પાસે એક કરોડ રૂપિયાની માંગણી કરી હતી. ઘટના બાદ સૈફને લીલાવતી હોસ્પિટલ લઈ જવાયા જ્યાં ડોક્ટરોએ તેમની સર્જરી કરી.
શું કહ્યું પોલીસે
પોલીસે કહ્યું કે અભિનેતાના ફ્લેટમાં ઘૂસનારો વ્યક્તિ ચોરી કરવાના ઈરાદે આવ્યો હતો. ઘૂસણખોરની ઓળખ બાંગ્લાદેશી નાગરિક મોહમ્મદ શરીફુલ ઈસ્લામ શહજાદ તરીકે થઈ છે. જેની થાણાથી ધરપકડ થઈ છે.
ફિંગર પ્રિન્ટે ખોલ્યું રહસ્ય?
આ બધા વચ્ચે સૈફ અલી ખાનના બાન્દ્રા સ્થિત ફ્લેટથી ભેગા કરાયેલા ફિંગર પ્રિન્ટ શરીફુલના ફિંગર પ્રિન્ટ સાથે મેળ ખાય છે. આ નિશાન પાઈપ પરથી મળ્યા હતા જેનો ઉપયોગ આરોપીએ ઈમારતના 11માં માળે ચડવા માટે કર્યો હતો. જેહના રૂમના દરવાજાના હેન્ડલ અને બાથરૂમના દરવાજા પર વધારાના નિશાન મળી આવ્યા, જે આરોપીને અપરાધ સ્થળ સાથે જોડે છે.
આરોપીના પિતાએ શું કહ્યું
જો કે શરીફુલના પિતા રુહુલ અમીને ઈન્ડિયા ટુડેને જણાવ્યું કે સૈફ અલી ખાનના ઘરમાં સીસીટીવી ફૂટેજમાં જે વ્યક્તિ કેદ થયો તે વ્યક્તિ અને તેમના પુત્ર સાથે બિલકુલ મેળ ખાતો નથી.
ચાકૂનો ત્રીજો ભાગ પણ મળ્યો
આ ઉપરાંત આરોપીએ જે ચાકૂથી સૈફ અલી ખાન પર હુમલો કર્યો હતો તેનો ત્રીજો ભાગ પણ 22 જાન્યુઆરીના રોજ બાન્દ્રાની એક ઝીલમાંથી મળી આવ્યો. હુમલા બાદ અભિનેતાના શરીરમાં ફસાયેલા 2.5 ઈંચ જેટલા લાંબા ચાકુના પહેલા ભાગને ઈમરજન્સી સર્જરી દરમિયાન કાઢવામાં આવ્યો હતો અને હથિયારનો બીજો ભાગ પછી મળી આવ્યો હતો.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે